હું નિરાશામાંથી કેવી રીતે બહાર આવી શકું?
યુવાનો પૂછે છે
હું નિરાશામાંથી કેવી રીતે બહાર આવી શકું?
“મારા મિત્રો નિરાશ હોય ત્યારે હું હંમેશાં દોડીને તેઓને મદદ કરું છું. જેથી તેઓ નિરાશામાંથી બહાર આવે અને ખુશી પાછી મેળવે. પણ હું તો નિરાશ જ રહું છું. એટલે ઘરે જઈને હું રડી પડું છું. મારા મિત્રોને ખબર નથી કે મારા પર શું વીતી રહી છે.”—કેલી. *
“હું નિરાશ હોવ ત્યારે કોઈને મળવાનું ગમતું નથી. કોઈ મને કશા માટે આમંત્રણ આપે તો હું બહાના કાઢીને એમાંથી છટકી જવ છું. મારા મનમાં શું ચાલી રહ્યું છે એ હું ઘરનાને કંઈ કહેતો નથી. એટલે તેઓને લાગે છે કે હું ઠીક છું.”—રિક.
શું તમને કેલી અને રિક જેવું કદી લાગ્યું છે? તો તરત જ એમ માની ન લો કે તમારામાં કંઈક ખોટ છે. હકીકતમાં આપણે બધા કોઈ ને કોઈ સમયે નિરાશ થઈ જઈએ છીએ. બાઇબલ સમયના અનેક ઈશ્વરભક્તો પણ નિરાશ થયા હતા.
અમુક કિસ્સામાં તમને ખ્યાલ હશે કે તમારી ગમગીનીનું કારણ શું છે, પણ અમુક વખતે તમને ખ્યાલ નહિ હોય. ૧૯ વર્ષની આન્ના કહે છે, ‘એવું નથી કે જીવનમાં કોઈ મોટી તકલીફ હોય ત્યારે જ તમને નિરાશા આવે. જીવનમાં બધું ઠીક હોય ત્યારે પણ નિરાશા આવી શકે છે. સમજાતું નથી કે શા માટે આવું થાય છે!’
ઉદાસ હોવાનું કોઈ કારણ હોય કે ન હોય, એમાંથી નીકળવા તમે શું કરી શકો?
પહેલી રીત: તમારી લાગણીઓ વિષે વાત કરો. બાઇબલ કહે છે, “સાચો મિત્ર હંમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭, IBSI.
લી: ‘મારી લાગણીઓ બીજાને કહું ત્યારે મારું મન હલકું થઈ જાય છે. “હાશ, હવે કોઈક તો જાણે છે કે હું શું સહન કરું છું.” જ્યારે હું મારું દિલ ફ્રેન્ડની આગળ ઠાલવું છું ત્યારે જાણે તે મને નિરાશાની ખીણમાંથી બહાર કાઢે છે.’
ચન: એક એવા ‘સાચા મિત્રનું’ નામ લખો જેની સામે તમે ઉદાસ હોવ ત્યારે દિલ ઠાલવી શકો.
․․․․․
બીજી રીત: તમારી લાગણીઓ વિષે લખો. જીવનમાં કાળાં વાદળો છવાયા હોય ત્યારે લાગણીઓ વિષે લખી ગીતશાસ્ત્ર ૬:૬) લાગણીઓ લખી લેવાથી તમે ‘જ્ઞાન તથા બુદ્ધિને પકડી રાખી શકશો.’—નીતિવચનો ૩:૨૧.
લેવાથી લાભ થશે. ઈશ્વરભક્ત દાઊદે પણ એમ જ કર્યું હતું. તેમના એ લખાણો બાઇબલનાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં મળે છે. (ધર: ‘હું ઉદાસ થઈ જાવ ત્યારે મારા મગજમાં જાતજાતના વિચારો આવે છે. પણ હું મારી લાગણીઓ વિષે લખી લઉં ત્યારે એ બધાં વિચારો જાણે ઠેકાણે પડી જાય છે. ત્યાર પછી મને એવું લાગે કે મારી હાલત એટલી ખરાબ ન હતી.’
ચનો: લાગણીઓ વિષે લખવા અમુક યુવાનો ડાયરી રાખે છે. તમે એમાં શું લખી શકો? ઉદાસ હોવ ત્યારે તમને કેવું લાગી રહ્યું છે એ વિષે લખો. એના મૂળ વિષે પણ લખી શકો. એક મહિના બાદ, તમે જે લખ્યું છે એ વાંચો. હવે વિચારો, શું તમારી લાગણીઓમાં કંઈ ફેર પડ્યો છે? જો પડ્યો હોય તો લખો કે શામાંથી તમને મદદ મળી.
બીજી રીત: પ્રાર્થના કરો. બાઇબલ આપણને ખાતરી આપે છે કે ચિંતાઓ વિષે પ્રાર્થના કરીશું તો ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, એ આપણા દિલની સંભાળ રાખશે.’—ફિલિપી ૪:૭.
સ્તર: ‘ખબર નહિ હું શા માટે ગમગીન હતી. મને એનું કોઈ કારણ ખબર ન હતું, એટલે હું બહુ જ કંટાળી ગઈ હતી. છેવટે મેં યહોવાહને પ્રાર્થના કરી કે “મને ખુશ રહેવા મદદ કરો.” તેમની મદદથી છેવટે હું એ હાલતમાંથી બહાર આવી શકી. કદી ભૂલીએ નહિ કે પ્રાર્થનાથી આપણને બહુ લાભ થાય છે!’
ચનો: ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪માંથી જુઓ કે તમે યહોવાહને પ્રાર્થનામાં શું કહી શકો છો. તેમની આગળ તમારું દિલ ઠાલવી દો. નિરાશાનું કારણ પારખવા તેમની મદદ માંગો.
પરાંત, તમે બાઇબલમાંથી બીજી ઘણી મદદ મેળવી શકો છો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) એમાં ઉત્તેજન આપતા ઘણા વિચારો છે. જો આપણે એ મનમાં ભરીશું તો આપણા વિચારો, લાગણીઓ અને કરણીઓ પર જરૂર એની સારી અસર પડશે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩) બાઇબલના પ્રેરિતોનાં કૃત્યોમાં અનેક બનાવો વિષે જણાવેલું છે. જેમાંથી તમે લાભ મેળવી શકો. લાભ મેળવવા બીજું શું કરી શકાય? યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ભાગ-૨ તપાસી શકાય. એમાં આપેલા નવ ઈશ્વરભક્તોના જીવનમાંથી શીખી શકો. એમાં યુસફ, હિઝકીયાહ, લુદીઆ અને દાઊદનો સમાવેશ થાય છે. પાન ૨૨૭માં તમને પ્રેરિત પાઊલનો દાખલો જોવા મળશે. તે પણ પોતાની નબળાઈઓને લીધે અમુક વાર નિરાશ થયા હતા. તેમનો દાખલો બતાવશે કે તે કઈ રીતે એ લાગણીઓ સામે લડી શક્યા.
આ બધું કરવા છતાં જો તમે નિરાશામાંથી બહાર આવી ન શકો તો શું કરી શકો?
જ્યારે નિરાશા જવાનું નામ ન લે
રાયન કહે છે કે ‘હું ઉદાસ હોવ ત્યારે પથારીમાં જ પડ્યા રહેવાનું મન થતું. જીવનમાં કોઈ મકસદ ના હોય તો જીવીને શું ફાયદો!’ ડૉક્ટરોએ રાયન વિષે કહ્યું કે તેને ડિપ્રેશનની માનસિક બીમારી છે. એક સંશોધન પ્રમાણે દર ચાર યુવાનોમાંથી એક યુવાન ડિપ્રેશનનો ભોગ બને છે.
તમે કઈ રીતે પારખી શકો કે તમને ડિપ્રેશન છે કે નહિ? એ બીમારીના અમુક લક્ષણો પરથી પારખી શકો. જેમ કે તમારો મૂડ અને સ્વભાવ એકદમ બદલાય જાય; કોઈ સાથે મળવાનું ન ગમે; કોઈ કામમાં મન ન લાગે; ખાવા-પીવાની અને સૂવાની ટેવમાં મોટા ફેરફાર થઈ જાય; તમને એવું લાગે કે તમે સાવ નકામા છો અથવા કોઈ કારણ વગર તમારું દિલ બહુ ડંખ્યા કરે.
ઘણી વાર ઉપરના લક્ષણોમાંથી બધા જ અથવા તો એકાદ કોઈ કોઈ વાર તમારામાં જોવા મળી શકે. જો એ બધી લાગણીઓ બે-ત્રણ અઠવાડિયાથી વધારે ચાલે, તો કેમ નહિ કે તમારા મમ્મી-પપ્પા સાથે વાત કરો અને ડૉક્ટરને મળવા જાવ. ડૉક્ટર પારખી શકશે કે તમારી નિરાશા પાછળ કોઈ માનસિક બીમારી છે કે કેમ. *
જો ડૉક્ટરો નક્કી કરે કે તમને ડિપ્રેશન છે તો એનાથી તમારે શરમિંદા થવાની જરૂર નથી. સારવાર કરવાથી ઘણાનો મૂડ સારો થતો હોય છે. અરે, અમુક લોકો લાંબા સમય પછી ડિપ્રેશનમાંથી બહાર આવતા હોય છે. આવા લોકોની ખુશીનો કોઈ પાર રહેતો નથી! તમે નિરાશામાં હોવ કે તમને ડિપ્રેશનની બીમારી હોય, ગીતશાસ્ત્ર ૩૪:૧૮ના દિલાસો આપતા આ શબ્દોને યાદ રાખો: ‘આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર જનોને તે બચાવે છે.’ (g10-E 09)
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype
[ફુટનોટ્સ]
^ લેખમાં અમુક નામ બદલ્યાં છે.
^ ડિપ્રેશનની ખીણમાં ઘણો સમય રહીને અમુક યુવાનો આપઘાત કરવા વિચારે છે. જો તમને આવા વિચારો આવતા હોય તો, કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે વાત કરો.—જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૮નું સજાગ બનો! મૅગેઝિન પાન ૨૫-૨૮ જુઓ.
આના વિષે વિચાર કરો
● રડી લેવાથી કોઈ ફાયદો થાય છે?
‘મારા જીવનમાં પહેલાં ગમે તેવું બનતું, હું બહુ રડતી નહિ. પણ હાલમાં ઘડી-ઘડી મને રડવું આવી જાય છે. પોક મૂકીને રડી લઉં છું ત્યારે મારું દિલ હળવું થઈ જાય છે, નિરાશા દૂર થઈ જાય છે. પછીથી ભાવિ વિષે સારી રીતે વિચારી શકું છું અને આશાના કિરણો દેખાય છે.’—લીઆન.
● ઉદાસ હોવ ત્યારે બીજાઓ કઈ રીતે તમને મદદ કરી શકે?
‘હું ઉદાસ હોવ ત્યારે મને એકલા રહેવાનું મન થાય છે, પણ એવું કરવાનું ટાળુ છું. જોકે અમુક સમયે એકલા રહેવાથી ફાયદો થાય છે. હું એકલી હોવ ત્યારે મારી લાગણીઓ સમજવા કોશિશ કરું છું અને જરૂર પડે રડી લઉં છું. પણ એ પછી લોકો સાથે હળું-મળું છું. એમ કરીને હું બીજી બાબતોમાં મારું મન લગાડી શકું છું.’—ક્રિસ્ટીન.
[પાન ૩૧ પર બોક્સ/ચિત્ર]
બીજા યુવાનો શું કહે છે?
“હું જ્યારે પોતા વિષે વધારે પડતું વિચાર્યા કરું, ત્યારે વધારે ગમગીન થઈ જાઉં છું. એટલે હું બને તેમ બીજાઓને મદદ કરવા કોશિશ કરું છું. પોતાના બદલે બીજાઓનો વિચાર કરવાથી ખુશી પાછી આવતી હોય છે.”
“હું નિયમિત રીતે કસરત કરું છું ત્યારે મારો મૂડ ઓછો બગડે છે. કસરત કરવાથી હું એટલી થાકી જવ છું કે ઉદાસ થવાનો સમય જ રહેતો નથી.”
[ચિત્ર]
ડ્રનેલ
રિબેકા
[પાન ૩૨ પર ચિત્ર]
પોતાના પ્રયત્નથી અને બીજાની મદદથી તમે નિરાશાની ખીણમાંથી બહાર આવી શકો છો