સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ સાથે રમો અને શીખો

કુટુંબ સાથે રમો અને શીખો

કુટુંબ સાથે રમો અને શીખો

આ ચિત્રમાં શું ખૂટે છે?

નીતિવચનો ૧૮:૧૦ અને ૨૬:૧૭ વાંચો. હવે ચિત્રો જુઓ અને કહો શું ખૂટે છે? જવાબ નીચે લખો. ટપકાં જોડી ચિત્ર બનાવો. પછી એમાં રંગ ભરો.

․․․․․

․․․․․

[ડાયગ્રામ્સ]

(પ્રકાશનમાં જુઓ)

ચર્ચા માટે:

આ કલમોમાંથી તમને શું શીખવા મળે છે? ઈશ્વરની કૃપા પામવા શું તેમનું નામ જાણવું પૂરતું છે?

જવાબ માટે ગીતશાસ્ત્ર ૯૧:૨; નીતિવચનો ૩:૫, ૬ વાંચો.

કેમ બીજા લોકોની વાતમાં માથું ન મારવું જોઈએ?

જવાબ માટે ગલાતી ૬:૫-૭; ૧ થેસ્સાલોનીકી ૪:૧૧; ૧ પીતર ૪:૧૫ વાંચો.

પછી નીતિવચનો ૨૬:૧૮, ૧૯ વાંચો. કોઈને હાનિ પહોંચે એવી ગમ્મત કે રમૂજ કરવી, શું સારી ગણાય?

જવાબ માટે નીતિવચનો ૧૪:૧૩; ૧૫:૨૧; માત્થી ૭:૧૨ વાંચો.

ભેગા મળીને કરો:

નીતિવચનો ૩૧:૧૦-૩૧ વાંચો. પછી કુટુંબના એક સભ્યને જણાવો કે કશું બોલ્યા વિના સદ્‍ગુણી સ્ત્રીના અમુક કામોની એક્ટિંગ કરે. બાકીના સભ્યોને એ કામ ઓળખી બતાવવા કહો. પછી, કાબેલ બનવા બીજા કયા કામો કરી શકાય એની ચર્ચા કરો.

ભેગા કરો અને શીખો

કાપો, વાળો અને સાચવો

બાઇબલ કાર્ડ ૧૦ સુલેમાન

સવાલો

ક. સુલેમાને પ્રાર્થનામાં ઈશ્વર પાસેથી લાંબું જીવન કે ધનદોલતને બદલે શું માંગ્યું?

ખ. ખાલી જગ્યા પૂરો. સુલેમાને _____ સૂત્રો કહ્યાં હતાં અને _____ગીતોની રચના કરી હતી.

ગ. સુલેમાનને બીજું કયું નામ અપાયું હતું?

[ચાર્ટ]

ઈ.સ. પૂર્વે ૪,૦૨૬ ઈસવીસન ૧ ઈસવીસન ૯૮

આદમનું સરજન આશરે બાઇબલનું છેલ્લું

ઈ.સ. પૂર્વે ૧,૦૦૦ પુસ્તક લખાયું

[નકશા]

શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન જોવા ૨,૪૦૦ કિ.મી. મુસાફરી કરી

શેબા

યરૂશાલેમ

સુલેમાન

ટૂંકી માહિતી

તે દાઊદ અને બાથ-શેબાના બીજા નંબરના દીકરા હતા. સુલેમાને ૪૦ વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું હતું. તેમણે યહોવાહની ભક્તિ કરવા મોટું મંદિર બાંધ્યું હતું. (૧ રાજાઓ ૫:૨-૫) યહોવાહ ઈશ્વરે સુલેમાન દ્વારા બાઇબલના આ પુસ્તકો લખાવ્યા: નીતિવચનો, સભાશિક્ષક અને ગીતોનું ગીત. પરાયા ધર્મની પત્નીઓ કરી હોવાથી સુલેમાન યહોવાહની ભક્તિથી દૂર થઈ ગયા.—૧ રાજાઓ ૧૧:૧-૬.

જવાબો

ક. વિવેકી હૃદય.—૧ રાજાઓ ૩:૫-૧૪.

ખ. ૩,૦૦૦ અને ૧,૦૦૫.—૧ રાજાઓ ૪:૨૯, ૩૨.

ગ. યદીદયાહ, એટલે કે યહોવાહનો વહાલો.—૨ શમૂએલ ૧૨:૨૪, ૨૫.

લોકો અને દેશો

૩. મારું નામ ચેલી છે. હું ૯ વર્ષની છું અને કૅનેડામાં રહું છું. તમે જાણો છો કે કૅનેડામાં કેટલા યહોવાહના સાક્ષીઓ રહે છે? ૫૫,૦૦૦ કે ૮૮,૦૦૦ કે ૧,૧૦,૦૦૦?

૪. કયું ટપકું બતાવે છે હું ક્યાં રહું છું? ત્યાં કુંડાળુ કરો. તમે જ્યાં રહો છો ત્યાં ટપકું કરો. પછી જુઓ કે તમે કૅનેડાથી કેટલા નજીક અથવા દૂર છો.

A

B

C

D

બાળકો, આ ચિત્રો શોધી કાઢો

મૅગેઝિનમાં આ ચિત્રો ક્યાં છે? દરેક ચિત્રમાં શું થઈ રહ્યું છે, એ તમારા પોતાના શબ્દોમાં જણાવો.

“કુટુંબ સાથે રમો અને શીખો”ની વધારે કૉપી પ્રિન્ટ કરવી હોય તો www.dan124.com પર જાવ.

● જવાબો જાણવા પાન ૨૪ જુઓ.

પાન ૩૦-૩૧ ઉપરના જવાબો

૧. મજબૂત કિલ્લો.

૨. કૂતરો.

૩. ૧,૧૦,૦૦૦.

૪. A.

(g11-E 10)