સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

અમેરિકા

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરીટીનો અહેવાલ જણાવે છે કે, પાછલા દસ વર્ષોમાં ઍરપોર્ટના સલામતી અધિકારીઓએ પાંચ કરોડ જેટલી પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી છે. ફક્ત ૨૦૧૧માં, અધિકારીઓએ પિસ્તોલ કે બંદૂક જેવાં ૧,૨૦૦થી વધારે હથિયારો પ્લેનમાં જતાં અટકાવ્યાં છે. એ હથિયારોના મોટા ભાગના માલિકોએ જણાવ્યું કે, પોતાની સાથે બંદૂક છે એમ તેઓ ભૂલી ગયા હતા.

બ્રાઝિલ

બાળકોને ગાપચી મારતા અટકાવવા, સ્કૂલોએ તેઓના સ્કૂલ યુનિફોર્મમાં ઇલેકટ્રોનિક ચીપ બેસાડવાનું શરૂ કર્યું છે. જ્યારે સેન્સર પારખે કે બાળક સ્કૂલમાં આવી ગયું છે, ત્યારે તેનાં માબાપને એક એસએમએસ કે ટેક્સ મળે છે. જો બાળક સ્કૂલમાં ૨૦ મિનિટથી વધારે મોડું પહોંચે, તો માબાપને બીજા પ્રકારનો એસએમએસ મળે છે.

નૉર્વે

લ્યુથરન પંથ હવેથી નૉર્વેનો રાજધર્મ રહ્યો નથી. નૉર્વેની સંસદે મત આપીને બંધારણમાં સુધારો કર્યો છે અને પહેલી વાર દેશ તથા ધર્મનું બંધન પહેલાં જેટલું મજબૂત રહેવા દીધું નથી.

ચૅક પ્રજાસત્તાક

ચૅક દેશના લગભગ સાઠ ટકા નોકરિયાતોએ સર્વેમાં જણાવ્યું કે, તેઓને લાગે છે કે પોતે કામે ન હોય ત્યારે પણ કામને લગતા ફોન, ઈ-મેલ અથવા એસએમએસ કે ટેક્સનો જવાબ આપવા બંધાયેલા છે. ૩૩ ટકાથી વધારેને લાગે છે કે જો તેઓ તરત જવાબ નહિ આપે તો ખરાબ ગણાશે.

ભારત

છેલ્લાં ૨૦ વર્ષોમાં અનાજ ઉત્પાદનમાં લગભગ ૫૦ ટકા જેટલો વધારો થયો છે. ઉપરાંત, ૭.૧ કરોડ ટન જેટલા ચોખા અને ઘઉંનો ભંડાર હોવા છતાં, ભારત હજી પણ પોતાની પ્રજાને ખોરાક પૂરો પાડી શકતું નથી. ભંડારમાંથી ફક્ત ૪૦ ટકા જેટલું અનાજ લોકો સુધી પહોંચે છે. આ સમસ્યા પાછળ ખાસ કરીને ભ્રષ્ટાચાર અને બગાડ જવાબદાર છે. (g13-E 05)

[પાન ૩ પર ચિત્ર]

[ક્રેડીટ લાઈન]

ઍરપોર્ટ સ્ક્રીનિંગ: © Universal Images Group/age fotostock

[પાન ૩ પર ચિત્ર]

[પાન ૩ પર ચિત્ર]

[ક્રેડીટ લાઈન]

ચર્ચ: © Cephas Picture Library/Alamy

[પાન ૩ પર ચિત્ર]

[ક્રેડીટ લાઈન]

અનાજનો ભંડાર: AP Photo/Altaf Qadri

[પાન ૩ પર નકશા]