સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓના વિશ્વાસનું ફળ મળ્યું

તેઓના વિશ્વાસનું ફળ મળ્યું

રાજ્ય પ્રચારકોના અનુભવ

તેઓના વિશ્વાસનું ફળ મળ્યું

પ્રેરિત પાઊનો વિશ્વાસ નોંધપાત્ર હતો. આથી તેમણે પોતાના સાથી વિશ્વાસીઓને પણ એવો જ વિશ્વાસ ઉત્તેજન આપ્યું. તેમણે કહ્યું: “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.” (હેબ્રી ૧૧:૬) ચાલો આપણે મોઝામ્બિકમાંના નીચેના કેટલાક અનુભવો જોઈએ જે બતાવે છે કે કઈ રીતે યહોવાહ દૃઢ વિશ્વાસ અને આતુરતાથી કરવામાં આવેલી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર આપે છે.

• નીઆસાના ઉત્તર વિસ્તારમાંની એક વિધવા બહેનને ચિંતા થતી હતી કે કઈ રીતે તે પોતાનાં છ બાળકો સાથે “દૈવી જીવનનો માર્ગ” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં હાજરી આપી શકશે. શા માટે? કારણ કે તે બજારમાં સામાન વેચીને ઘરમાં આવક લાવતી હતી અને એ જ એક માત્ર આવકનું સાધન હતું. અને સંમેલનની તારીખ નજીક આવતી જતી હતી તેમ, પોતાના કુટુંબ સાથે સંમેલનમાં હાજર રહી શકે એ માટે તે ફક્ત જવાના ભાડા જેટલા જ પૈસા ભેગા કરી શકી હતી. તેમ છતાં, તેણે યહોવાહની જોગવાઈ પર પૂરેપૂરો ભરોસો રાખ્યો. અને આમ તેણીએ નક્કી કર્યા મુજબ તેઓ સંમેલનમાં હાજરી આપવા નીકળ્યા.

પોતાનાં છ બાળકો સાથે તે બહેન ટ્રેનમાં બેસી ગઈ. ટિકિટ આપવા માટે કંડક્ટર તેની પાસે આવ્યો. તેના લેપલ કાર્ડને જોતાં, તેણે પૂછ્યું કે આ કયા પ્રકારનું ઓળખપત્ર છે. સાક્ષી બહેને તેને કહ્યું કે એ યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં હાજરી આપવાની છે એનું ઓળખપત્ર છે. કંડક્ટરે પૂછ્યું કે, “આ સંમેલન ક્યાં રાખવામાં આવ્યું છે?” કંડક્ટરને કહેવામાં આવ્યું કે સંમેલન નમપુલા વિસ્તાર નજીક, અર્થાત્‌ ૩૦૦ કિલોમીટર દૂર રાખવામાં આવ્યું છે. પછી કંડક્ટરે તેમની પાસેથી ટિકિટની અડધી કિંમત લીધી ત્યારે બહેનને ઘણું આશ્ચર્ય થયું. ઉપરાંત તેણે તેના કુટુંબના સભ્યો માટે ઘરે પાછા ફરવાની ટિકિટ પણ અડધી કિંમતે આપી. યહોવાહમાં ભરોસો મૂકવા બદલ તે કેટલી આભારી હતી!—ગીતશાસ્ત્ર ૧૨૧:૧, ૨.

• એક ધાર્મિક સ્ત્રી લગભગ ૨૫ વર્ષથી સાચી ઉપાસનાનો માર્ગ શોધવા માટે દેવને પ્રાર્થના કરતી હતી. પરંતુ તે જે ચર્ચમાં હાજરી આપતી હતી એણે ધાર્મિક વિધિઓને પ્રણાલિગત વિધિઓ સાથે જોડી દીધી હતા. આ કારણે તે બહેનને શંકા હતી કે આ પ્રકારની ઉપાસના દેવને ખુશ કરે છે કે નહિ.

તે બતાવે છે: “હું માત્થી ૭:૭માં ઈસુએ નોંધેલા શબ્દોને હંમેશા યાદ રાખતી હતી. એ કલમમાં બતાવેલું છે: ‘માગો, તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારૂ ઉઘાડાશે.’ આ કલમ મનમાં રાખીને, હું દેવને નિયમિતપણે પ્રાર્થના કરતી હતી કે તે મને સત્યનો માર્ગ બતાવે. એક દિવસે પાસ્ટરે અમારા ચર્ચની વ્યક્તિઓને અમુક રકમ અને કંઈક વસ્તુઓ લાવવાનું જણાવ્યું. ચર્ચની આ વ્યક્તિઓ સ્થાનિક બજારમાં કામ કરતી હતી. પાસ્ટરે કહ્યું કે તેઓ મંગાવેલી વસ્તુઓ લઈને આવે જેથી, તે તેઓ પર આશીર્વાદ માંગી શકે. મને આવી માંગણી બિનશાસ્ત્રીય લાગી, તેથી મારા સિવાય બધા જ કંઈને કંઈ પોતાની સાથે લાવ્યા. પાસ્ટરે જોયું કે હું ‘આપવા’ માટે કંઈ જ લાવી નથી ત્યારે, તેણે ચર્ચના બધા સભ્યો સામે મારું અપમાન કર્યું. એ દિવસે મને ખબર પડી કે આ દેવ ઇચ્છે છે એ પ્રકારની ઉપાસના નથી. તેથી મેં ચર્ચ છોડી દીધું. પરંતુ મેં પ્રાર્થના કરવાનું છોડ્યું નહિ. તે દરમિયાન હું સત્ય શોધવા માટે પ્રાર્થનામાં લાગુ રહી.

“છેવટે, મેં હિંમત કરીને મારા એક સગાનો સંપર્ક સાધ્યો કે જે એક યહોવાહના સાક્ષી છે. તેમણે મને એક પત્રિકા આપી. એ વાંચતાની સાથે જ મને ખબર પડી કે દેવે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. મારા સાથીએ પણ બાઇબલ સત્યોની કદર કરવાનું શરૂ કર્યું. અને ત્યાર પછી, અમે કાયદેસર લગ્‍ન કર્યું. તેમ છતાં, પાછળથી મારા પતિ ઘણા બીમાર પડ્યા. પરંતુ તેમના મૃત્યુ સુધી, તેમણે મને સત્યના માર્ગમાં ટકી રહેવાનું ઉત્તેજન આપ્યું જેથી અમે પારાદેશમાં ફરી મળી શકીએ.

“મારી પ્રાર્થનાનો જવાબ આપવા બદલ તેમ જ તેમની ઉપાસનાનો સાચો માર્ગ બતાવવા માટે હું યહોવાહની હંમેશા આભારી છું. મારા આઠેય બાળકો પણ યહોવાહના સમર્પિત સેવકો બન્યા, એ રીતે પણ યહોવાહે મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યો છે.”