સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને ચોકીબુરજના તાજેતરના અંકો વાંચવાની મઝા આવી? એમ હોય તો, શું તમે નીચેના સવાલોના જવાબ આપી શકો?

શા માટે આપણે ખાતરી રાખી શકીએ કે યશાયાહ ૬૫:૧૭-૧૯માં ભાખવામાં આવેલી “નવાં આકાશ તથા નવી પૃથ્વી”ની ભવિષ્યવાણી બંદીવાસમાંથી પાછા ફરેલા યહુદીઓ માટે જ ન હતી?

કારણ કે પ્રેષિત પાઊલ અને યોહાને પ્રથમ સદીમાં લખ્યું ત્યારે તેઓ ભવિષ્યની પરિપૂર્ણતા વિષે કહેતા હતા. એમાં નજીકના ભાવિમાં રહેલા આશીર્વાદોનો સમાવેશ થાય છે. (૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૧-૪)—૪/૧૫, પાન ૧૦-૧૨.

હિંસક અર્ધ દેવ માનવોની ગ્રીક દંતકથાઓ ક્યાંથી આવી હોય શકે?

પૃથ્વી પર જળપ્રલય આવ્યા અગાઉ દૂતો માનવ શરીર ધારણ કરીને હિંસક તથા અનૈતિક જીવન જીવતા હતા એ હકીકતને કદાચ મીઠું મરચું ભભરાવીને રજૂ કરી હોય શકે. (ઉત્પત્તિ ૬:૧, ૨)—૪/૧૫, પાન ૨૭.

પરિપક્વ ખ્રિસ્તીઓ લગ્‍ન વખતે કયા અમુક જોખમો ટાળી શકે?

લગ્‍નમાં વિલાસી જલસા કરવાનું ટાળવું મહત્વનું છે, નહિ તો એ શરાબ પીને જંગલી રીતે નાચગાન કરવા તરફ દોરી જશે જે પ્રસંગને લાંછન લગાડે છે. તમને રિસૅપ્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હોય તો હાજરી આપવી જોઈએ નહિ. વરરાજા એ ધ્યાન રાખશે કે કોઈ જવાબદાર ખ્રિસ્તી કાર્યક્રમના અંત સુધી હાજર હોય.—૫/૧, પાન ૧૯-૨૨.

ગીતશાસ્ત્ર ૧૨૮:૩માં છોકરાંઓ “મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપ જેવાં થશે” એ શું સૂચવે છે?

અવારનવાર જેતુન વૃક્ષના થડમાંથી નવાં નવાં ડાળખાં ફૂટ્યા જ કરે છે. જૂનાં ઝાડ ઘણાં વર્ષો સુધી વધારે ફળ ન આપે તો, નવા ડાળખા ફૂટે એની રાહ જોવામાં આવે છે જે વધીને મજબૂત મોટાં થડ થાય છે. એવી જ રીતે માબાપ બાળકોને પોતાની સાથે યહોવાહ પરમેશ્વરની સેવા કરવામાં આગળ વધતા જોઈને હર્ષ પામે છે.—૫/૧૫, પાન ૨૭.

બાળકો કુટુંબના સારા વાતાવરણમાંથી કયા લાભો મેળવે છે?

હળીમળીને રહેતા કુટુંબમાં મોટાને માન આપવું, સારા સંસ્કારની કદર કરવી અને બીજાઓ સાથે સારા સંબંધો બાંધવાનું સહેલું બને છે. આવું વાતાવરણ બાળકોને પરમેશ્વર સાથે મિત્રતા બાંધવામાં મદદ કરે છે.—૬/૧, પાન ૧૮.

પૂર્વના એક દેશમાં દરેક ખ્રિસ્તીઓ ભાઈબહેનો છે એમ વિચારવા શું ઉત્તેજન આપવામાં આવ્યું?

અમુક જ વ્યક્તિઓને બહુમાન નહિ આપવાની દરેક મંડળોને વિનંતી કરવામાં આવી. એના બદલે દરેક ભાઈબહેનોને એકસરખું માન આપવું જોઈએ એ ઉત્તેજન આપવામાં આવ્યું.—૬/૧૫, પાન ૨૧, ૨૨.

શું યહોવાહના સાક્ષીઓ લોહીમાંથી બનેલી કોઈ પણ દવા સ્વીકારે છે?

યહોવાહના સાક્ષીઓ લોહીથી અને એના મૂળ ઘટકો (પ્લાઝમા, રક્તકણો, શ્વેતકણો, ઠારકણો)થી દૂર રહેવામાં માને છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) આ ચાર ઘટકોમાંથી છૂટાં પડેલાં તત્ત્વોની આપ-લે માટે દરેક ખ્રિસ્તી પરમેશ્વર સાથેના સંબંધ અને બાઇબલને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત નિર્ણય કરે છે.—૬/૧૫, પાન ૨૯-૩૧.

શું ખરેખર આજે મનની શાંતિ મેળવવી શક્ય છે?

હા, ઈસુ ખ્રિસ્તે બાઇબલમાંથી યશાયાહ ૩૨:૧૮માં બતાવવામાં આવેલી શાંતિ અને સાચી ઉપાસનાનો માર્ગ લોકોને બતાવ્યો. વધુમાં, આવી શાંતિ મેળવનારાઓને ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯ પ્રમાણે પૃથ્વી પર હંમેશ માટેનું આનંદદાયી જીવન મેળવવાની આશા છે.—૭/૧, પાન ૭.

જ્યોર્જ યંગે સેવાકાર્યમાં કેવો ભાગ ભજવ્યો?

વર્ષ ૧૯૧૭ની શરૂઆતથી તે ઘણા દેશોમાં રાજ્યનો પ્રચાર કરવા માટે સંદેશાવાહક સાબિત થયા. તે સેવાકાર્ય માટે કૅનેડા, કેરેબિયન ટાપુઓ, બ્રાઝિલ, દક્ષિણથી મધ્ય અમેરિકાના દેશો, સ્પેન, પોર્ટુગલ, રશિયા, અને અમેરિકામાં ગયા.—૭/૧, પાન ૨૨-૭.

૧ કોરીંથી ૧૫:૨૯ કહે છે, “મૂએલાંને સારૂ બાપ્તિસ્મા પામ્યા.” એનો શું અર્થ થાય છે?

આ કલમ મુજબ, ખ્રિસ્તીઓ પવિત્ર આત્માથી અભિષિક્ત થાય છે ત્યારે તેઓ એક એવા જીવનની શરૂઆત કરે છે જેને કારણે આગળ જતા મરી જાય તો પણ તેઓનું સ્વર્ગમાં આત્મિક વ્યક્તિ તરીકે પુનરુત્થાન થશે.—૭/૧૫, પાન ૧૭.

પ્રેષિત પાઊલે પોતાના ચૂપકીદીના વર્ષો દરમિયાન શું કર્યું હતું?

કદાચ તેમણે સીરિયા અને કીલીકીઆમાં મંડળ સ્થાપવા અને એને દૃઢ કરવામાં મદદ કરી હોય શકે. અને એ સમય દરમિયાન ૨ કોરીંથી ૧૧:૨૩-૨૭માં નોંધવામાં આવેલી મુશ્કેલીઓનો તેમણે તેમના સક્રિય સેવાકાર્યમાં સામનો કર્યો હોવો જોઈએ.—૭/૧૫, પાન ૨૬, ૨૭.

આપણી અપેક્ષાઓ વાજબી રાખવા શું મદદ કરી શકે?

યાદ રાખો કે યહોવાહ આપણને સમજે છે. તેમને પ્રાર્થના કરવાથી આપણા વિચારોને સમતોલ રાખવામાં મદદ મળી શકે છે અને એ નમ્રતા બતાવે છે. બીજું, પરિપક્વ ખ્રિસ્તીઓ સાથે વાત કરવાથી પણ મદદ મળે છે.—૮/૧, પાન ૨૯, ૩૦.