મૃત સમુદ્રના વીંટાઓ શા માટે તમારે એમાં રસ લેવો જોઈએ?
મૃત સમુદ્રના વીંટાઓ શા માટે તમારે એમાં રસ લેવો જોઈએ?
મૃત સમુદ્રના વીંટાઓ મળી આવ્યા એ પહેલાં, હેબ્રી લખાણોની પુરાણી હસ્તપ્રતો લગભગ નવમી અને દસમી સદી સી.ઈ. જૂની છે. શું હસ્તપ્રતો પરમેશ્વરના શબ્દો તરીકે ભરોસાપાત્ર છે? કેમ કે હેબ્રી લખાણો તો એના કરતાં એક હજાર વર્ષ પહેલાં લખાઈને પૂરા થઈ ગયા હતા. મૃત સમુદ્રના વીંટાના આંતરરાષ્ટ્રીય સંપાદકોની એક ટુકડીના સભ્ય, પ્રોફેસર હુલીયો ટ્રેબોય બરારા જણાવે છે: “[કૂમરાનમાંથી મળી આવેલા] યશાયાહના વીંટાઓ એવી ચોક્કસ સાબિતી પૂરી પાડે છે કે યહુદી લહિયાઓએ બાઇબલની એક હજાર કરતાં વધુ વર્ષથી હાથથી કરેલ નકલો, એકદમ ભરોસાપાત્ર અને બહુ કાળજીવાળી છે.”
બરારા જે વીંટાનો ઉલ્લેખ કરે છે એમાં યશાયાહનું આખું પુસ્તક છે. કૂમરાનમાં મળી આવેલ ૨૦૦ કરતાં વધુ બાઇબલ હસ્તપ્રતોમાં, એસ્તેર સિવાય બધા જ હેબ્રી પુસ્તકોના ભાગો મળી આવ્યા છે. યશાયાહના પુસ્તક સિવાય, બીજાં બધા પુસ્તકોના નાના ટુકડાઓ મળી આવ્યા છે કે જેમાં એ પુસ્તકોના દશમા ભાગ કરતાં પણ ઓછો હિસ્સો છે. કૂમરાનમાં સૌથી વધુ મળી આવેલ બાઇબલ પુસ્તકોમાં ગીતશાસ્ત્રની (૩૬ પ્રતો), પુનર્નિયમની (૨૯) પ્રતો અને યશાયાહની (૨૧) પ્રતો છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં આ હેબ્રી પુસ્તકોનો સૌથી વધુ ઉલ્લેખ છે.
વીંટાઓથી એ ખબર પડી છે કે બાઇબલના પાયાના અર્થમાં કંઈ જ ફેરફાર થયો નથી. પરંતુ બીજા મંદિરના સમયગાળા દરમિયાન યહુદીઓ, શબ્દોમાં થોડા ફેરફાર હોય એવા અલગ અલગ બાઇબલો વાપરતા હતા. બધા જ વીંટાઓના શબ્દો અને અક્ષરો મેસોરેટિક ટેક્ષ્ટના જેવા નથી. વળી કેટલાક વીંટા ગ્રીક સેપ્ટઆજીંટ ભાષાંતરની નજીક છે. શરૂઆતમાં, વિદ્વાનો એવું માનતા હતા કે સેપ્ટઆજીંટમાં જે ફેરફારો થયા છે એ ભૂલથી થયા છે અથવા ભાષાંતરકારોએ જાણીજોઈને કર્યા છે. પરંતુ હવે વીંટાઓ પ્રગટ કરે છે કે શબ્દોમાં ફેરફાર હોય એવા જુદા જુદા બાઇબલોમાંથી હેબ્રી લખાણો લેવામાં આવ્યા હોવાને કારણે એ ભિન્નતા છે. એનો અર્થ એવો થઈ શકે કે પહેલાના ખ્રિસ્તીઓએ હેબ્રી શાસ્ત્રવચનો ટાંક્યા ત્યારે મેસોરેટીક ટેક્ષ્ટ કરતાં અલગ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.—નિર્ગમન ૧:૫; પ્રેરિતોનાં કૃત્યો ૭:૧૪.
અત્યારના હેબ્રી બાઇબલની પ્રાચીન સમયથી કઈ રીતે નકલ થતી આવી છે એનો અભ્યાસ કરવામાં, આ બાઇબલ વીંટાઓ અને નાના ટુકડાઓનો મૂલ્યવાન સંગ્રહ, પાયાની ઉત્તમ માહિતી પૂરી પાડે છે. બાઇબલ પાઠની સરખામણી માટે સેપ્ટઆજીંટ અને સમારીટન પેન્ટાટ્યૂક બંને કેટલા મહત્ત્વના છે એનું મૃત સમુદ્રના વીંટાઓ સમર્થન આપે છે. મેસોરેટિક ટેક્ષ્ટમાં કયો સુધારો કરવામાં આવ્યો હોય શકે એ જોવા બાઇબલ ભાષાંતરો માટે વીંટાઓ વધારાની સામગ્રી પૂરી પાડે છે. મેસોરેટિક ટેક્ષ્ટમાં અમુક શાસ્ત્રવચનોમાંથી બાઇબલ ભાષાંતરોએ યહોવાહનું નામ કાઢી નાખ્યું હતું ત્યાં એને પાછું મૂકવા ન્યૂ વર્લ્ડ બાઇબલ ભાષાંતર સમિતિએ જે નિર્ણય લીધો હતો એને વીંટાઓએ સમર્થન આપ્યું.
વીંટાઓ કૂમરાન પંથના ઘણા નિયમો અને માન્યતાઓનું યશાયાહ ૪૦:૩ની ભવિષ્યવાણીને પૂરી કરી રહ્યા છે જે કહે છે કે જંગલમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો. વીંટાઓના કેટલાક ટુકડાઓ મસીહ વિષેનો ઉલ્લેખ કરે છે, જેમાં એના લેખકો માનતા હતા કે મસીહ નજીકના ભાવિમાં આવશે. એ રસપ્રદ છે કારણ કે લુકનું પુસ્તક પણ કહે છે: “લોક મસીહની વાટ જોતા હતા.”—લુક ૩:૧૫.
વર્ણન કરે છે, એનાથી સ્પષ્ટ સમજી શકાય છે કે ઈસુના સમયમાં યહુદીવાદનો એક જ પંથ ન હતો. કૂમરાન પંથના રીત રિવાજો ફરોશીઓ અને સાદુકીઓથી અલગ હતા. આવી ભિન્ન માન્યતાઓને કારણે ઘણા લોકો જંગલમાં રહેવા પ્રેરાયા હોય શકે. તેઓએ ખોટી રીતે એવું માની લીધું કે પોતેઈસુ પ્રચાર કરતા હતા ત્યારે, યહુદીઓનું જીવન કેવું હતું એ સમજવા મૃત સમુદ્રના વીંટાઓ અમુક હદે મદદ કરે છે. એ વીંટાઓ પ્રાચીન હેબ્રી અને બાઇબલ લખાણો વચ્ચે શું સરખામણી અને ભિન્નતા હતી એની માહિતી પૂરી પાડે છે. પરંતુ મૃત સમુદ્રના વીંટાઓની ઘણી માહિતીને હજુ પણ ઊંડાણથી તપાસવાની જરૂર છે જેથી, હજુ પણ વધુ બાબતો જાણી શકાય. હા, આપણે ૨૧મી સદી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે પણ આ વીંટાઓ, ૨૦મી સદીનું પુરાતત્ત્વીય સંશોધન, વિદ્વાનો અને બાઇબલ વિદ્યાર્થીઓમાં વધુને વધુ રસ પેદા કરે છે.
[પાન ૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
Qumran excavations: Pictorial Archive (Near Eastern History) Est.; manuscript: Courtesy of Shrine of the Book, Israel Museum, Jerusalem