શું ગરીબીનો કદી અંત આવશે?
શું ગરીબીનો કદી અંત આવશે?
ન્યૂયૉર્ક શહેરમાં ટુરીસ્ટો સંયુક્ત રાષ્ટ્રસંઘનો (યુ.એન.) આર્થિક અને સામાજિક સમિતિ હૉલ જોવા જાય છે ત્યારે, એક જાહેર ખંડની છતમાં તેઓને પાઈપો અને વીજળીના વાયરો ખુલ્લા જોવા મળે છે. ટૂર ગાઈડ સમજાવે છે: “‘આ અધૂરું કામ’ સામાન્ય રીતે એ યાદ અપાવે છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘનું આર્થિક અને સામાજિક કાર્ય કદી પૂરું નહિ થાય; લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા હંમેશા કંઈને કંઈ કામ બાકી જ રહેશે.”
આર્થિક અને સામાજિક સમિતિનો હેતુ દુનિયાના બધા જ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. પરંતુ આ હેતુ માટે જે કામો કરવામાં આવે છે એનો કોઈ અંત દેખાતો નથી. પ્રથમ સદી સી.ઈ.માં પૃથ્વી પર પોતાના સેવાકાર્ય દરમિયાન ઈસુએ કહ્યું: “પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભસંદેશનો ઉપદેશ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે.” (લુક ૪:૧૮, પ્રેમસંદેશ.) તેમણે કયો શુભ સંદેશ જણાવ્યો હતો? તેમનો સંદેશો યહોવાહ પરમેશ્વરના રાજ્ય વિષે હતો. એ રાજ્ય ‘સંકટ સમયે ગરીબોને આશ્રય’ આપશે. વળી તેમણે ઈસુ ખ્રિસ્તને એ રાજ્યના રાજા તરીકે નિયુક્ત કર્યા છે. પરંતુ એ રાજ્ય કેવું હશે? યશાયાહે ભાખ્યું હતું: “વળી સૈન્યોનો દેવ યહોવાહ સર્વ લોકોને . . . જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.”—યશાયાહ ૨૫:૪-૬, ૮.
શું તમે જાણવા ઇચ્છો છો કે પરમેશ્વરનું રાજ્ય કઈ રીતે ‘લોકોનું જીવન ધોરણ ઊંચું લાવશે?’ તમે એ વિષે વધારે જાણવા ઇચ્છતા હોવ તો, એક બાઇબલ શિક્ષક તમારા ઘરે આવીને તમને બાઇબલ સત્ય વિષે વધારે જણાવશે. એ વિષે વધુ જાણવા નીચે આપેલી માહિતી જુઓ.