ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતમાં જીત
ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતમાં જીત
જર્મનીમાં યહોવાહના સાક્ષીઓએ ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતમાં મહત્ત્વની જીત મેળવી. તેઓએ પોતાની માન્યતાઓ સંબંધી એક મહત્ત્વનું કાનૂની પગલું ભર્યું હતું.
યહોવાહના સાક્ષીઓ ૧૦૦ કરતાં વધારે વર્ષોથી જર્મનીમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓએ ૨૦મી સદીમાં સરમુખત્યારશાહી, સમાજવાદી અને સામ્યવાદીઓના હાથ નીચે સખત સતાવણી સહન કરી. વર્ષ ૧૯૯૦થી ધર્મને લગતા હક્ક મેળવવા માટે સાક્ષીઓ પ્રયત્ન કરી રહ્યા છે. અદાલતે તેઓના પક્ષે બે ફેંસલા આપ્યા અને એક રદ કરી નાખ્યો. તેથી, યહોવાહના સાક્ષીઓએ ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતમાં અપીલ કરી અને ડિસેમ્બર ૧૯, ૨૦૦૦માં સાક્ષીઓની તરફેણમાં ચુકાદો આવ્યો.
યહોવાહના સાક્ષીઓના પક્ષે ફેંસલો
ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતના બધા જ સાત ન્યાયાધીશોએ સાક્ષીઓના પક્ષે ચુકાદો આપ્યો. ન્યાયાધીશોએ વર્ષ ૧૯૯૭માં ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ અદાલતે આપેલા નિર્ણયને ઉથલાવ્યો અને એને સાક્ષીઓએ કરેલી અપીલ પર ફરીથી વિચાર કરવા જણાવ્યું.
ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતે ધાર્મિક જૂથો અને રાજ્ય વચ્ચેના મુખ્ય સંબંધ પર ટીકા કરવા તક ઝડપી લીધી. હકીકતમાં, ધર્મની પ્રતિષ્ઠા “એની માન્યતાઓથી નહિ પરંતુ એના વર્તાવથી નક્કી થાય છે.”
અદાલતે એ પણ અવલોક્યું કે સાક્ષીઓ “ખ્રિસ્તીઓ તરીકે રાજકારણમાં ભાગ લેતા નથી,” એનો અર્થ એ નથી કે તેઓ “લોકશાહીનો અનાદર કરે છે” અથવા “લોકશાહીની જગ્યાએ બીજી કોઈ સરકાર લાવવા ચાહે છે.” તેઓ રાજકીય ચૂંટણીઓમાં ભાગ ન લેતા હોવાથી એવું ન કહી શકાય કે સાક્ષીઓનો ધર્મ કાયદેસરનો નથી.—યોહાન ૧૮:૩૬; રૂમી ૧૩:૧.
અદાલતે એ પણ કહ્યું કે કોઈ પોતાના ધર્મમાં માનતું હોય, એ પછી સાક્ષીઓ હોય કે બીજા કોઈ ધર્મના હોય, તેઓ અમુક સમયે પોતાની માન્યતાના કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં આવી શકે છે. તેઓ રાજ્યની માંગને પૂરી કરી શકતા નથી કેમ કે એ તેઓના ધર્મની વિરુદ્ધ છે. વ્યક્તિ પોતાના અંતઃકરણનું માનીને “કાયદા કરતાં વધારે ધાર્મિક માન્યતાઓને માને” તો, સરકારે તેઓને સ્વીકૃતિ આપવી જોઈએ કેમ કે એ તેઓની ધાર્મિક સ્વતંત્રતા છે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
અદાલતનો આ ફેંસલો દરેક છાપાના મુખ્ય મથાળે આવી ગયો હતો. જર્મનીમાં એવું કોઈ જ પેપર ન હતું જેમાં અદાલતના આ ચુકાદા વિષે અહેવાલ આપવામાં ન આવ્યો હોય. બધા જ મુખ્ય ટેલિવિઝન અને રેડિયો સ્ટેશન પર આ અહેવાલ આવ્યો હતો અથવા એને લગતા ઇંટર્વ્યૂં લેવામાં આવ્યાં હતાં. જર્મનીમાં પહેલાં કદી પણ આ રીતે યહોવાહનું નામ જાહેર થયું ન હતું.
[પાન ૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
AP Photo/Daniel Maurer