ખાનગી બાબત કયારે જણાવવી જોઈએ?
ખાનગી બાબત કયારે જણાવવી જોઈએ?
અમુક બાબતોને ખાનગી રાખવી ઘણી મહત્વની છે. જો આપણે બાબતો ખાનગી નહીં રાખીએ તો તકરાર ઊભી થઈ શકે. પરંતુ એવો કોઈ સમય છે જ્યારે ખાનગી બાબતો જણાવવી જોઈએ? જવાબમાં, પ્રબોધક આમોસ પરમેશ્વર વિષે જણાવે છે: “ખચીત પ્રભુ યહોવાહ પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.” (આમોસ ૩:૭) આ શબ્દો, બાબતો ખાનગી રાખવા વિષે આપણને કંઈક શીખવે છે. પરમેશ્વર યહોવાહ બાબતોને કાયમ ખાનગી રાખશે નહી. પરંતુ યોગ્ય સમયે તે પોતાના સેવકોને પ્રગટ કરશે. આપણે પોતે યહોવાહનો દાખલો કઈ રીતે લઈ શકીએ?
ઘણી વખતે, ખ્રિસ્તી મંડળના વડીલો સારા કારણોને લીધે અમુક બાબતોને ખાનગી રાખે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) જેમ કે મંડળની જવાબદારીઓમાં થયેલા ફેરફારો તેઓ અમુક સમય પછી જ જાહેર કરશે.
જો કોઈ ખાનગી બાબત કહેવી પડે તો દરેક વડીલે નોંધ લેવી જોઈએ કે એ ક્યારે અને કઈ રીતે કહેવામાં આવશે. આમ કરવાથી તેઓ બાબતોને યોગ્ય સમય સુધી ખાનગી રાખી શકશે.—નીતિવચનો ૨૫:૯.