શું તમને યાદ છે?
શું તમને યાદ છે?
છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ મેગેઝીન તમને કેવા લાગ્યા? એમાંથી તમને આ મુદ્દા યાદ છે?
• તમે ‘વિચાર કરવાથી’ કઈ રીતે બચી જશો? (નીતિવચનો ૧:૪)
આપણે સમજી-વિચારીને કોઈ પણ નિર્ણય લઈશું તો, એ પાપમાં પડતા બચાવે છે અને સાચા રસ્તે જવા મદદ કરે છે. તેમ જ, કોઈ ભાઈ કે બહેન જ્યારે આપણું મન દુઃખી કરે, ત્યારે એ આપણને શાંત રહેવા મદદ કરશે. વળી, આ જગતનો મોજ-શોખ જે આપણને યહોવાહથી ધીમે ધીમે દૂર લઈ જાય છે, એને ટાળવા પણ મદદ કરશે.—૮/૧૫, પાન ૨૧-૪.
• કઈ રીતે પડોશીઓ મહત્ત્વના છે?
સારા પડોશીઓ બનવાની બે રીતો છે: ઉદાર બનો અને કદર કરો. કોઈ આફત આવે ત્યારે સારા પડોશીઓ મદદરૂપ સાબિત થાય છે. યહોવાહના સાક્ષીઓ સારા પડોશીઓ બનવાનો પ્રયત્ન કરે છે. તેઓ જલદી જ આવી રહેલા મોટા વિનાશમાંથી બચવા લોકોને ચેતવણી આપી રહ્યા છે.—૯/૧, પાન ૪-૭.
• બાઇબલ પ્રમાણે, સાચા સંતો કોણ છે અને તેઓ આપણને કઈ રીતે મદદ કરી રહ્યા છે?
પહેલી સદીના દરેક ખ્રિસ્તીઓ સંતો હતા. તેઓ કોઈ પણ માણસ અથવા સંસ્થા દ્વારા નહિ, પણ યહોવાહના પવિત્ર આત્મા દ્વારા અભિષિક્ત થયા છે. (રૂમીઓને પત્ર ૧:૭) આ પવિત્ર જનો સ્વર્ગમાં સજીવન થયા બાદ ખ્રિસ્ત સાથે, પૃથ્વી પર રાજ કરશે. (એફેસી ૧:૧૮-૨૧)—૯/૧૫, પાન ૫-૭.
• અગાઉના ગ્રીસની રમતો આપણને શું શીખવે છે?
પ્રેષિત પીતર અને પાઊલે અગાઉની રમતોનાં ઉદાહરણો આપ્યાં. (૧ કોરીંથી ૯:૨૬; ૧ તીમોથી ૪:૭; ૨ તીમોથી ૨:૫; ૧ પીતર ૫:૧૦) એક રમતવીર માટે સારો તાલીમ આપનાર, કડક શિસ્ત અને સખત મહેનત જરૂરી હતી. આપણે પણ પરમેશ્વરના માર્ગમાં ચાલવા એ બધાની જરૂર છે.—૧૦/૧, પાન ૨૮-૩૧.
• પરદેશમાં બાળકોને કઈ ભાષામાં સત્ય શીખવવું?
બાળકો તરત જ નવી ભાષા શીખી લેશે, પણ માબાપને સમય લાગી શકે. એનાથી માબાપ અને બાળકો વચ્ચે દિવાલ ઊભી થઈ શકે. માબાપ પોતાની ભાષામાં બાઇબલનું શિક્ષણ આપશે તો બાળકો કદાચ સહેલાઈથી સમજી ન પણ શકે. તોપણ, જો માબાપ બાળકોને માતૃભાષા શીખવશે તો કુટુંબમાં પ્રેમ વધશે. તેમ જ, બાળકો બે ભાષાઓ અને બે સંસ્કૃતિનો આનંદ માણી શકશે.—૧૦/૧૫, પાન ૨૨-૬.
• માફી માંગવી શા માટે મહત્ત્વની છે?
સાચા દિલથી માફી માંગવાથી સંબંધો જલદી સુધરે છે. બાઇબલમાં એવા ઘણા અનુભવો છે, જે માફી માંગવાના સારાં પરિણામો બતાવે છે. (૧ શમૂએલ ૨૫:૨-૩૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧-૫) કોઈ બે વ્યક્તિ વચ્ચે તકરાર ઊભી થાય ત્યારે, કોઈ એકનો જ નહિ પણ બંનેનો દોષ હોય છે. તેથી, બંનેએ એકબીજાને માફ કરવા જોઈએ.—૧૧/૧, પાન ૪-૭.
• શા માટે થોડા પૈસાથી પણ જુગાર રમવો ખોટું છે?
જુગારથી વ્યક્તિમાં અદેખાઈ, જીતવાની ભૂખ અને લોભ જાગે છે, જેને બાઇબલ ધિક્કારે છે. (૧ કોરીંથી ૬:૯, ૧૦) અરે, જુગારની લતે ચઢેલા ઘણાએ સાવ નાની ઉંમરે થોડા જ પૈસાથી જુગાર રમવી શરૂ કરી હતી.—૧૧/૧, પાન ૩૧.
• મોટા ભાગનું બાઇબલ ગ્રીકમાં જ લખાયું હતું, છતાં શા માટે સાદી ગ્રીકમાં બાઇબલની જરૂર પડી, અને એનું શું પરિણામ આવ્યું?
આજનું ગ્રીક, હેબ્રી શાસ્ત્રના સેપ્ટ્યુઆજીંટ ગ્રીક કરતાં એકદમ અલગ હતું. વળી, તે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોથી પણ અલગ હતું. સદીઓથી સાદી ગ્રીકમાં બાઇબલનું ભાષાંતર કરવા ઘણી જ મહેનત પડી. આજે આખું બાઇબલ અથવા એના અમુક ભાગ જુદા જુદા ૩૦ અનુવાદોમાં છે. એમાંથી ૧૯૯૭માં બહાર પાડવામાં આવેલું ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ ખાસ છે.—૧૧/૧૫, પાન ૨૬-૯.
• શા માટે ખ્રિસ્તીઓએ દશાંશ આપવાની જરૂર નથી?
અગાઉના ઈસ્રાએલી લોકોને નિયમ આપ્યો હતો કે, લેવીના કુળ અને જેને જરૂર હોય તેઓ માટે દશાંશ આપવો. (લેવીય ૨૭:૩૦; પુનર્નિયમ ૧૪:૨૮, ૨૯) પરંતુ, ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપી એ નિયમને ભૂંસી નાખ્યો. (એફેસી ૨:૧૩-૧૫) શરૂઆતના ખ્રિસ્તીઓમાં, દરેકે પોતાના ગજા પ્રમાણે અને પોતાની મરજી પ્રમાણે દાન આપવાનું હતું. (૨ કોરીંથી ૯:૫, ૭)—૧૨/૧, પાન ૪-૬.
• પ્રકટીકરણ ૨૦:૮ પ્રમાણે, હજાર વર્ષ પછી શેતાન છૂટો મૂકાશે ત્યારે, શું તે ઘણાને ભમાવશે?
એ કલમ બતાવે છે કે જેઓને શેતાન ભમાવશે, તેઓની સંખ્યા “સમુદ્રની રેતી” જેટલી હશે. તોપણ, બાઇબલમાં એવી કોઈ ચોક્કસ સંખ્યા નથી, અને જણાવતું પણ નથી કે એની કોઈ ગણત્રી થશે કે કેમ. ઈબ્રાહીમના સંતાનની સંખ્યા ‘સમુદ્રના કાંઠાની રેતી જેટલી’ હતી, જે ઈસુ ખ્રિસ્ત સિવાય, ૧,૪૪,૦૦૦ વ્યક્તિઓની થઈ. (ઉત્પત્તિ ૨૨:૧૭; પ્રકટીકરણ ૧૪:૧-૪)—૧૨/૧, પાન ૨૯.