સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અરે ‘હે ઈશ્વરઆવું શા માટે થવા દીધું?’

અરે ‘હે ઈશ્વરઆવું શા માટે થવા દીધું?’

અરે ‘હે ઈશ્વરઆવું શા માટે થવા દીધું?’

રીકીને યાદ છે કે તે પોતાની પત્ની રીટા સાથે હૉસ્પિટલમાં બેઠા હતા. * ડૉકટરે, રીટાનો રીપોર્ટ આપ્યો ત્યારે બંનેમાંથી કોઈને વાંચવાની હિંમત ન ચાલી. તેમ છતાં, રીકીએ બીતાં બીતાં રીપોર્ટ ખોલ્યો અને બંનેએ એની ઉપર ઉપર નજર દોડાવી તો, તેમને “કેન્સર” લખેલું જોવા મળ્યું. એ વાંચીને તેઓ રડવા લાગ્યાં.

રીકી કહે છે: “ડૉકટર બહુ સારા હતા. જોકે, તે જાણતા હતાં કે આ સિરિયસ કેસ છે. તેથી તે વારંવાર કહેતા હતા કે ‘ભગવાન પર ભરોસો રાખો.’”

ડૉક્ટર રીટાને કીમોથેરપીની સારવાર આપવાની તૈયારીમાં હતા પરંતુ ડૉકટરે જોયુ કે તેનો જમણો પગ ધ્રૂજતો હતો. તેથી, તેમણે રીટાની વધારે તપાસ કરી. વધારે તપાસ કરવાથી જાણવા મળ્યું કે કૅન્સર તેના મગજ સુધી ફેલાઈ ગયું છે. તેમ છતાં, ડૉક્ટરે રીટાને એક જ અઠવાડિયું કીમોથેરપીની સારવાર આપી. રીટા બે મહિના કોમામાં રહ્યા પછી ગુજરી ગઈ. રીકી કહે છે: “રીટા દુઃખમાંથી છૂટી ગઈ એથી મને મનમાં શાંતિ થઈ. પરંતુ મને તેની બહુ જ યાદ આવે છે. મને પણ મરી જવાનું મન થાય છે. હું ઘણી વાર ઈશ્વર આગળ રડીને કહેતો: તમે કેમ મારા પર આવો અન્યાય કર્યો?”

આફતો આવે ત્યારે મનમાં પ્રશ્નો આવે

આજે આખી દુનિયામાં રીકીની જેમ અગણિત લોકો દુઃખ સહન કરતા હોય છે. એમાં મોટા ભાગના નિર્દોષ લોકો પણ હોય છે. વર્ષોથી થતા લડાઈ ઝઘડાના કારણે લોકો ઘણા દુઃખો સહી રહ્યા છે. એ ઉપરાંત, નાના-મોટા બાળકો પર બળાત્કાર કરવામાં આવે છે. વળી, ઘરમાં તેઓને મારપીટ કરવામાં આવે છે અને તેઓ અનેક પ્રકારના ગુનાઓનો ભોગ બને છે એનો વિચાર કરો. એ બતાવે છે કે આખા ઇતિહાસમાં મનુષ્યો એકબીજા પર અન્યાય કરીને ઘણું દુઃખ લાવ્યા છે. (સભાશિક્ષક ૪:૧-૩) એવી જ રીતે કુદરતી આફતોના ભોગ બનેલાઓ હોય કે પછી લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાય રહેલાઓને પ્રશ્ન થાય છે: “શા માટે પરમેશ્વર દુઃખ દે છે?”

ઈશ્વરમાં માને છે તેઓ માટે પણ દુઃખ સહન કરવું કંઈ સહેલું નથી. તમને પણ લાગતુ હશે કે પરમેશ્વર એટલા શક્તિશાળી અને પ્રેમાળ હોય તો, કેમ આપણને દુઃખી થવા દે છે? એ પ્રશ્નનો સાચો અને મનને સંતોષ આપતો જવાબ શોધવો ખૂબ જ મહત્ત્વનું છે. એમ કરવાથી ઈશ્વર સાથેનો આપણો સંબંધ વધશે. એ પ્રશ્નોના જવાબ બાઇબલમાં આપવામાં આવ્યા છે. એના જવાબો માટે ચાલો આપણે હવે પછીનો લેખ જોઈએ.

[ફુટનોટ્‌સ]

^ નામો બદલવામાં આવ્યાં છે.

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

ડૉકટર અમને વારંવાર કહેતા હતા કે ઈશ્વર પર ભરોસો રાખો