“ખરેખર જીવન આનંદભર્યું છે!”
“ખરેખર જીવન આનંદભર્યું છે!”
માગ્દલીના એક યહોવાહની સાક્ષી છે. તે અઢાર વર્ષની છે અને પોલૅન્ડમાં રહે છે. તે કાટારઝીના સાથે હાઇ-સ્કૂલમાં ભણે છે. કાટારઝીના ભગવાનમાં માનતી નથી. તેમ છતાં માગ્દલીના તેમને બાઇબલમાંથી જીવનના હેતુ વિષે જણાવતી.
કાટારઝીના તેમનું સાંભળતી પણ બધું જ માની ન લેતી. તેણે માગ્દલીનાને પૂછ્યું: “તમે બાઇબલમાંથી જાણો છો કે કોની સાથે દોસ્તી બાંધવી જોઈએ. પરંતુ એમાં માનતા નથી, તેઓ કઈ રીતે સારા મિત્ર શોધી શકે?”
કાટારઝીના લંડનમાં ફરવા આવી ત્યારે તેમણે યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચ જોવા ગઈ. ત્યાં તેઓએ કાટારઝીનાને ખૂબ પ્રેમ બતાવ્યો હતો. એ અનુભવથી તેના પર ઊંડી અસર થઈ.
વેકેશન પછી તે સ્કૂલે ગઈ ત્યારે, તે માગ્દલીના પાસેથી બાઇબલ વિષે શીખવા લાગી. તે એમાંથી જે શીખી એ જીવનમાં ઊતારવા લાગી. થોડા સમય પછી તેમણે માગ્દલીનાને કહ્યું: “હવે મારા જીવનનો હેતુ છે. મને બાઇબલમાંથી શિખવવા માટે તમારો આભાર. ખરેખર જીવન આનંદભર્યું છે! એ માટે હું ઈશ્વરનો ઉપકાર માનું છું.”