શું સાચા દિલથી ઈશ્વરમાં માનવું જ પૂરતું છે?
શું સાચા દિલથી ઈશ્વરમાં માનવું જ પૂરતું છે?
આજે સચ્ચાઈથી કોણ રહી શકે? એક શબ્દકોશ સચ્ચાઈની વ્યાખ્યા આમ આપે છે: “ઢોંગ કે કપટ વિનાનું, સાચું, ખરા દિલનું અને પ્રમાણિક.” એ બતાવે છે કે આપણે પ્રમાણિક હોઈશું તો લોકો આપણી સાથે દોસ્તી બાંધશે. ખ્રિસ્તીઓ લોકોને ત્યાં કામ કરતા હોવાથી, પ્રેષિત પાઊલે કહ્યું: “તમે માણસોને ખુશ કરનારાઓની પેઠે નહિ, અને દેખરેખ હોય ત્યાં સુધી નહિ, પણ ખરા ભાવથી, અને પ્રભુથી ડરીને, પૃથ્વી પરના તમારા ધણીઓની સર્વ વાતે આજ્ઞાઓ પાળો.” (કોલોસી ૩:૨૨) શું તમે આવા પ્રમાણિક લોકોને કામે નહિ રાખો? આજે બધા પ્રમાણિક હોત તો કોઈ બેકાર જ ન હોત.
આપણે સાચા દિલથી ઈશ્વરને ભજતા હોય તો, તેમની આજ્ઞા પ્રમાણે જરૂર ચાલીશું. પ્રાચીન સમયમાં ઈસ્રાએલીઓએ જ્યારે પણ ઈશ્વરની આજ્ઞા પાળી ત્યારે તેઓને પુષ્કળ આશીર્વાદો મળ્યા. એ જ રીતે, પાઊલે ખ્રિસ્તીઓને શુદ્ધ રહેવા વિષે આમ લખ્યું: “પાપ અને દુષ્ટતાની જુની ખમીરવાળી રોટલીથી નહિ, પણ ખમીર વગરની એટલે કે શુદ્ધતા અને સત્યતાની રોટલીથી આ પર્વની આપણે ઉજવણી કરીએ.” (૧ કોરીંથી ૫:૮, પ્રેમસંદેશ) તેથી, આપણે ઈશ્વરને ખરેખર ભજવા હોય તો, ઢોંગ વગર એમ કરીશું. જોકે, એમાં ફક્ત સાચા દિલથી જ ભજવું પૂરતું નથી. આપણી માન્યતા પણ પરમેશ્વરના શિક્ષણ પ્રમાણે હોવી જોઈએ.
ટાઇટેનિક જહાજ બનાવનારા અને એમાં મુસાફરી કરનારાઓને પૂરો ભરોસો હતો કે એ મોટું જહાજ કદી ડૂબશે નહિ. તેમ છતાં, ૧૯૧૨માં એ જહાજ પહેલી જ મુસાફરીમાં બરફના પહાડ સાથે અથડાયું અને ડૂબી ગયું જેમાં ૧,૫૧૭ લોકો મરી ગયા. પહેલી સદીમાં યહુદીઓ પણ એમ માનતા હતા કે તેઓ ખરી રીતે પરમેશ્વરને ભજે છે. પરંતુ તેઓની માન્યતા પરમેશ્વરના જ્ઞાન પર આધારિત ન હતી. (રૂમી ૧૦:૨) જો આપણે પરમેશ્વરની કૃપા પામવા ઇચ્છતા હોઈએ તો, આપણી માન્યતા તેમના સત્ય શિક્ષણ પ્રમાણે જ હોવી જોઈએ. તો પછી, પરમેશ્વરને પસંદ પડે એવી ભક્તિ તમે કઈ રીતે કરી શકો? તમને એ શીખવું હોય તો, તમારા વિસ્તારમાં રહેતા યહોવાહના સાક્ષીઓ રાજી-ખુશીથી શીખવવા તૈયાર છે.