સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે અમુક બાઇબલ અનુવાદોમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં ઓછા કે વધારે અધ્યાય અને કલમો જોવા મળે છે?

ગીતશાસ્ત્રના ગીતો કે ભજનો અનેક વ્યક્તિઓએ લખ્યા છે. તેથી, એમાં અમુક ભાગો કે અધ્યાયો પહેલેથી જોવા મળતા હતા. જ્યારે બીજી ભાષાઓમાં એનું અનુવાદ કરવામાં આવ્યું ત્યારે, આખા પુસ્તકમાં એને અધ્યાયો અને કલમોમાં વહેંચી દેવામાં આવ્યું. આવું સૌથી પહેલું બાઇબલ ફ્રાંસના રોબર્ટ એસટેનએ ફ્રેન્ચ ભાષામાં બહાર પાડ્યું હતું.

યહોવાહે દાઊદને અનેક ભજનો લખવાનું કહ્યું અને પછી, એ બધાને ભેગા કરીને મંદિરમાં ગાવાના હતા. (૧ કાળવૃત્તાંત ૧૫:૧૬-૨૪) ઘણાં વર્ષો પછી, એઝરાએ બધા કવિઓના ગીતો ભેગા કરીને ગીતશાસ્ત્રનું પુસ્તક બનાવ્યું. તે નિયમશાસ્ત્રના “પ્રવીણ શાસ્ત્રી” હતા. (એઝરા ૭:૬) આ હકીકત બતાવે છે કે ગીતશાસ્ત્રના ગીતો જુદા જુદા કવિઓએ રચ્યા હતા.

પ્રેષિત પાઊલના દિવસોમાં લોકો પાસે ગીતશાસ્ત્રનું પુસ્તક હતું. એક વખતે તેમણે પોતે પીસીદીઆના અંત્યોખના સભાસ્થાનમાં પ્રવચન આપતી વખતે ગીતશાસ્ત્રમાંથી ટાંકતા કહ્યું: “બીજા ગીતમાં પણ લખેલું છે, કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૩) આ શબ્દો બધા બાઇબલ અનુવાદોમાં ગીતશાસ્ત્રના બીજા અધ્યાયની સાતમી કલમમાં જોવા મળે છે. પરંતુ, અનેક બાઇબલ અનુવાદોમાં અમુક ગીતો જુદા જુદા અધ્યાય અને કલમોમાં જોવા મળે છે. શા માટે? કેમ કે અમુક બાઇબલનો અનુવાદ જૂની હેબ્રી ભાષામાંથી કરવામાં આવ્યો છે. દાખલા તરીકે, અંગ્રેજી ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનનો જૂનો કરાર મેસોરાની હેબ્રી નકલમાંથી અનુવાદ કરવામાં આવ્યો છે. તેથી, એમાં જોવા મળતા અધ્યાયો અને કલમના આંકડા હેબ્રી નકલ પ્રમાણે જ છે. પરંતુ, બીજા બાઇબલ સેપ્ટ્યુઆજીંટમાંથી આવ્યા છે. સેપ્ટ્યુઆજીંટ હેબ્રી ભાષામાંથી ગ્રીકમાં ભાષાંતર થયું હતું, અને એ લગભગ ૨,૨૦૦ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. એ અનુવાદ કરતી વખતે અમુક અધ્યાયો અને કલમના આંકડા જુદી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. આ નકલમાંથી લૅટિન ભાષાનું વલ્ગેટ બાઇબલ આવ્યું, અને આજે મોટા ભાગના કૅથલિક ચર્ચના બાઇબલો એમાંથી અનુવાદ કરવામાં આવ્યા છે. આને લીધે અમુક બાઇબલમાં ગીતશાસ્ત્રના અધ્યાય અને કલમના આંકડામાં ફરક હોય છે.

કૅથલિક ડુએ વર્શનનો અનુવાદ વલ્ગેટમાંથી કરવામાં આવ્યો છે, અને વલ્ગેટ, સેપ્ટઆજીંટમાંથી આવ્યું છે. બન્‍ને સેપ્ટઆજીંટ અને હેબ્રી મેસોરા અનુવાદમાં ૧૫૦ અધ્યાયો જોવા મળશે. પરંતુ, આ બે વચ્ચે અમુક અધ્યાયમાં ફરક છે. દાખલા તરીકે, સેપ્ટ્યુઆજીંટમાં ગીતશાસ્ત્રના નવ અને દસમા અધ્યાયને ભેગા કરીને એક અધ્યાય કરવામાં આવ્યો છે. એ જ રીતે, એના ૧૧૪ તથા ૧૧૫મા અધ્યાયનો પણ એક અધ્યાય કરવામાં આવ્યો છે. પણ ૧૧૬મા અધ્યાયના ભાગ કરીને બે અધ્યાય કરવામાં આવ્યા છે. એ જ રીતે, ૧૪૭મા અધ્યાયના પણ બે અધ્યાય કરવામાં આવ્યા છે. તેથી, જો તમે હેબ્રી અનુવાદ સાથે એને સરખાવશો તો, સેપ્ટ્યુઆજીંટમાં ૧૦ અને ૧૪૬ વચ્ચે એક અધ્યાય ઓછો જોવા મળશે. આ વિગત જાણીને આપણે સમજી શકીએ કે શા માટે ખૂબ જાણીતો ગીતશાસ્ત્રનો ૨૩મો અધ્યાય, ડુએ વર્શનમાં ૨૨મો અધ્યાય છે.

બાઇબલ અનુવાદોમાં અમુક અધ્યાયોમાં વધારે કે ઓછી કલમો પણ જોવા મળશે. શા માટે? કેમ કે અમુક અધ્યાયોની પહેલાં ટૂંકી માહિતી હોય છે અને અમુક ભાષાંતરોમાં એ માહિતીને પહેલી કલમ બનાવી દેવામાં આવી છે. મેકક્લિન્ટોક અને સ્ટ્રોંગનું સાયક્લોપેડિયા કહે છે કે, “યહુદી નકલ કરનારા આ માહિતીને કલમ તરીકે ગણતા. આને લીધે પછીના ભાષાંતરકારો પણ એમ જ કરવા લાગ્યા.” જો માહિતી અમુક લાંબી હોય તો, એને બે કે વધારે કલમો તરીકે લખવામાં આવતી અને પછી ગીતની કલમો આવતી. આમ, એ અધ્યાયની કલમો વધી જતી હતી.