સોના-ચાંદીથી પણ કીમતી પ્રેમ
સોના-ચાંદીથી પણ કીમતી પ્રેમ
મોટા ભાગે ગ્રીક શાસ્ત્રવચનો અથવા નવા કરારમાં ગ્રીક શબ્દ અગાપેનું ભાષાંતર “પ્રેમ” કરવામાં આવ્યું છે.
એનો અર્થ સમજાવતા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સનો * એક સંદર્ભ કહે છે: “અગાપે એકદમ અલગ પ્રકારનો પ્રેમ છે. આપણને કોઈની સાથે બને અને તેઓ પ્રત્યે લાગણી અને પ્રેમ હોય એવો આ પ્રેમ નથી. પણ અગાપે પ્રેમ, ભલે ગમે એ થાય તોપણ બીજાઓનું ભલું ઇચ્છે છે. આ પ્રેમને લઈને વ્યક્તિ પોતાના સિદ્ધાંતો કે ફરજમાં ક્યારેય તડજોડ કરતી નથી. આ અગાપે (પ્રેમ) દુશ્મનીને પણ દોસ્તીમાં પલટી દે છે. જે વ્યક્તિમાં આ પ્રેમ હોય છે, તે સામેની વ્યક્તિ ગમે એવી દુશ્મન હોય તોપણ ખરા સિદ્ધાંતોને વળગી રહે છે, અને એ દુશ્મનીની ભાવનાને મનમાં રાખતી નથી.
અગાપે પ્રેમ ઊંડી લાગણીઓને પણ બતાવે છે. પ્રેષિત પીતરે સલાહ આપી: “એકબીજા પર આગ્રહથી પ્રીતિ [અ.ગાપે] કરો.” (૧ પીતર ૪:૮) તેથી કહી શકાય કે અગાપેમાં મન અને દિલ બંને સમાયેલા છે. તમે કેટલીક કલમોનો વિચાર કરો. એનાથી તમને ખબર પડશે કે આ પ્રેમમાં કેટલી શક્તિ હોય છે અને એની કોઈ સીમા નથી. આ સંદર્ભોમાંથી તમને મદદ મળી શકે: માત્થી ૫:૪૩-૪૭; યોહાન ૧૫:૧૨, ૧૩; રૂમીઓને પત્ર ૧૩:૮-૧૦; એફેસી ૫:૨, ૨૫, ૨૮; ૧ યોહાન ૩:૧૫-૧૮; ૪:૧૬-૨૧.
[ફુટનોટ્સ]
^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.