સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘બે સ્ત્રીઓ આશાનું કિરણ લઈને આવી’

‘બે સ્ત્રીઓ આશાનું કિરણ લઈને આવી’

‘બે સ્ત્રીઓ આશાનું કિરણ લઈને આવી’

ફ્રાંસના સેન્ટ્‌-એટ્‌ય્ન શહેરના લી પ્રોગ્રે નામના છાપામાં એક પત્ર છપાયો હતો. એ આમ કહેતા શરૂઆત કરે છે: “આજથી બે વર્ષ પહેલાં અમારી ફૂલ જેવી નાની દીકરી ગુજરી ગઈ હતી. ત્યારે અમારા દુઃખનો કોઈ પાર રહ્યો ન હતો.”

“અમારી દીકરી મેલીસા ફક્ત ત્રણ મહિનાની હતી અને જન્મથી ત્રીશોમી ૧૮ નામની બીમારીથી પીડાતી હતી. ખરેખર, આ દુઃખમાંથી કઈ રીતે બહાર આવવું એ અમને સમજાતું ન હતું. અમે કૅથલિક ધર્મમાં જ મોટા થયા છીએ. તોપણ, અમે મનમાં હંમેશાં પૂછતા કે: ‘હે ઈશ્વર, જો તું હોય તો શા માટે આવું ચાલવા દે છે?’” ખરેખર, મેલીસાની માનું દુઃખ જોવાય નહિ એવું હતું. તેને મદદ કરનાર કોઈ ન હતું. પછી પત્રમાં તે આગળ લખે છે:

“થોડા સમય પછી બે સ્ત્રીઓએ મારા ઘરે આવીને દરવાજો ખખડાવ્યો. હું તરત જ તેઓને ઓળખી ગઈ કે યહોવાહના સાક્ષીઓ આવ્યા છે. હંમેશની જેમ હું કંઈ સાંભળ્યા વગર શાંતિથી તેઓને પાછા જવાનું કહેવાની જ હતી. પરંતુ, મેં તેઓના હાથમાં એક બ્રોશર જોયું. બ્રોશર એ વિષય પર હતું કે પરમેશ્વર શા માટે દુઃખો ચાલવા દે છે. મેં તરત તેઓને અંદર બોલાવ્યા. હું તેઓને જૂઠા સાબિત કરવા માંગતી હતી કે પરમેશ્વરને આપણી કંઈ પડી નથી. હું વિચારતી હતી કે મારા કુટુંબે કેવું પાર વગરનું દુઃખ સહન કર્યું છે અને લોકોએ પણ કેવી પાયા વગરની વાતોથી દિલાસો આપ્યો છે. જેમ કે, ‘ઈશ્વરે અમને દીકરી આપી હતી, અને તેમણે પાછી લઈ લીધી.’ એ બે સાક્ષીઓ એકાદ કલાક જેટલું રોકાયા. તેઓએ ખૂબ જ ધ્યાનથી અને પ્રેમથી મારું સાંભળ્યું. એનાથી મને એટલું તો સારું લાગ્યું કે તેઓ જવા લાગ્યા ત્યારે, મેં તેઓને ફરીથી મળવા આવવા કહ્યું. આ બે વર્ષ પહેલાંની જ વાત છે. જોકે, હું હજુ યહોવાહની સાક્ષી બની નથી તોપણ, હું તેઓ પાસેથી બાઇબલ વિષે વધુ શીખવા લાગી છું. અને હું અવારનવાર તેઓની મિટિંગોમાં પણ જાઉં છું.”