સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલે કુટુંબને એક બનાવ્યું

બાઇબલે કુટુંબને એક બનાવ્યું

બાઇબલે કુટુંબને એક બનાવ્યું

વર્ષ ૧૯૯૦માં, ૧૩ વર્ષની મારિયા અને તેની નાની બહેન લૂસીને જાણવા મળ્યું કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. પોતાના એક સગા પાસેથી જાણવા મળ્યું કે ‘તેઓ કાયમ માટે આ પૃથ્વી પર સુખ અને શાંતિથી જીવી શકે છે.’ આ બાબતમાં વધારે જાણવા બંને બહેનોએ કિંગ્ડમ હૉલ જવાનું નક્કી કર્યું. ત્યાં તેઓને ખૂબ જ મજા આવી, કારણ કે તેઓ ચર્ચમાં જતા ત્યારે ફક્ત ગીતો જ ગાતા. પરંતુ, અહીં કિંગ્ડમ હૉલમાં તેઓને ઘણી નવી બાબતો શીખવા મળી. આમ, થોડા જ સમયમાં તેઓએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ શીખવાનું શરૂ કર્યું.

આ બંને બહેનોના મોટા ભાઈ, હ્યુગો નાસ્તિક હતા. પરંતુ, તે મિલિટરીમાં હતા ત્યારે, તેમને લાઈફ હાવ ડીડ ઇટ ગેટ હીયર—બાય ઈવોલ્યૂશન ઓર બાય ક્રિએશન?  * પુસ્તક વાંચવા મળ્યું. આ પુસ્તકમાંથી તેમના ઘણા સવાલોના જવાબ મળ્યા. તેમની મિલિટરી સેવા પૂરી થઈ પછી તેમણે પણ બાઇબલ શીખવાનું શરૂ કર્યું. વળી, તે પણ પોતાની બહેનો સાથે કિંગ્ડમ હૉલમાં ગયા. મારિયા અને લૂસીએ ૧૯૯૨માં બાપ્તિસ્મા લીધું. બે વર્ષ પછી હ્યુગોએ પણ બાપ્તિસ્મા લીધું.

હ્યુગો, મારિયા અને લૂસીનાં માબાપને બાઇબલમાં જરાય રસ ન હતો. અરે, તેઓને તો યહોવાહના સાક્ષીઓ જરાય ગમતા ન હતા. તેમ છતાં, માબાપે એક બાબતની નોંધ કરી. કોઈ યહોવાહના સાક્ષીઓ પોતાનાં બાળકોને મળવા આવતા ત્યારે, તેઓ એકબીજા સાથે માનથી વર્તતા હતા. વળી, તેઓની રીતભાત ઘણી જ સારી હતી. તેઓનાં કપડાં ચોખ્ખાં અને વ્યવસ્થિત હતાં. મોટા ભાગે જમતી વખતે, તેઓ પોતાના મિત્રો સાથે ચર્ચા કરતા કે મિટિંગમાં શું શીખ્યા. આ સર્વ પર તેઓનાં માબાપનું ધ્યાન હતું.

જોકે, માબાપને મેલી વિદ્યામાં રસ હતો. પપ્પા તેઓની મમ્મીને ખૂબ મારતા હતા. અરે, અમુક સમયે તો એમ જ લાગતું કે તેઓના છૂટાછેડા થઈ જશે! પરંતુ, એક દિવસે તેઓના પપ્પાએ ખૂબ દારૂ પીધો, એટલે તેમને જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાં તેમણે બાઇબલમાંથી ઈસુ ખ્રિસ્ત વિષે વાંચ્યું. તેમ જ, એ પણ વાંચ્યું કે આપણે હમણાં દુનિયાના અંતમાં જીવી રહ્યા છીએ. તે જેલમાંથી છૂટ્યા ત્યારે, પોતાની પત્ની સાથે કિંગ્ડમ હૉલમાં ગયા. તેમણે બાઇબલ શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી, તેઓએ જીવનમાં ઘણા ફેરફારો કર્યા. અરે, તેઓએ તો મેલી વિદ્યાનાં પુસ્તકો પણ ફેંકી દીધાં. આમ, તેઓએ યહોવાહ સાથે જ ગાઢ સંબંધ બાંધ્યો.

મારિયા અને લૂસી ૧૯૯૯માં સંમેલનમાં ગયા ત્યારે, હ્યુગોએ તેઓનાં માબાપને બાપ્તિસ્મા આપ્યું. ખરેખર, એ કેટલી આનંદની વાત છે કે, બાઇબલે આ કુટુંબને એક બનાવ્યું.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.