સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મને પ્રેમ અને દોસ્તી મળી”

“મને પ્રેમ અને દોસ્તી મળી”

“મને પ્રેમ અને દોસ્તી મળી”

“જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) ઈસુએ કહ્યું હતું તેમ, શરૂઆતના ખ્રિસ્તીઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. આથી, ઈસુના મરણના સો કરતાં વધારે વર્ષો પછી ટરટૂલિયને લખ્યું: ‘જુઓ તેઓ કેવા એકબીજાને પ્રેમ કરે છે. અરે, તેઓ કેવા એકબીજા માટે મરવા પણ તૈયાર થઈ જાય છે.’

શું આજના જગતમાં પણ આવો જ પ્રેમ જોવા મળે છે? હા, જરૂર. દાખલા તરીકે, યહોવાહના સાક્ષીઓની બ્રાઝિલની બ્રાન્ચને એક પત્ર મળ્યો. એમાં મારિલીયા નામની એક સ્ત્રીએ લખ્યું:

“મારી મમ્મી યહોવાહની સાક્ષી છે. તે બીઆ મર્સેથેસ, આર્જેન્ટિનામાં રહેતી હતી ત્યારે તેને સંધિવા થયો. એના લીધે તેની કમરથી નીચેના ભાગમાં લકવો મારી ગયો. શરૂઆતના આઠ મહિનાઓમાં ત્યાંના સાક્ષીઓએ તેની કાળજી લીધી. તેઓ તેનું ઘર સાફ કરતા અને તેના માટે જમવાનું પણ બનાવતા હતા. અરે, મમ્મી દવાખાનામાં હતી ત્યારે પણ કોઈને કોઈ રાત-દિવસ તેમની સાથે રહેતું.

“હું અને મમ્મી હવે બ્રાઝિલમાં રહીએ છીએ. તે હજી બીમાર છે. પણ મમ્મીની સારવાર માટે આ શહેરના સાક્ષીઓ પોતાનાથી બનતું બધું જ કરે છે.”

મારિલીયા અંતમાં લખે છે: “હું કબૂલું છું કે હું પોતે સાક્ષી નથી. પરંતુ મને સાક્ષીઓ પાસેથી પ્રેમ અને દોસ્તી મળી છે.”

હા, આજે પણ એવા ખ્રિસ્તીઓ છે કે જેઓ દેખાડો કરવા નહિ, પણ દિલથી પ્રેમ બતાવે છે. આમ, તેઓ બતાવે છે કે ઈસુના શિક્ષણથી લોકોના જીવન પર કેવી સારી અસર થાય છે.