ઈશ્વરનાં ‘મહાન કામો’ વિષે બોલતા રહો
ઈશ્વરનાં ‘મહાન કામો’ વિષે બોલતા રહો
સપ્ટેમ્બર ૧૩, ૨૦૦૩માં ગિલયડની વૉચટાવર બાઇબલ સ્કૂલનો ૧૧૫મો ક્લાસ ગ્રૅજ્યુએટ થયો. એના ગ્રૅજ્યુએશન માટે બાવન દેશોમાંથી ૬,૬૩૫ ભાઈ-બહેનો આવ્યા હતા.
ક્લાસના ૪૮ વિદ્યાર્થીઓ ૧૭ દેશોમાં પ્રચાર કરવા જવાના છે. તેઓને બાઇબલમાંથી ઉત્તેજન મળ્યું કે તેઓ સર્વને “ઈશ્વરે કરેલાં મહાન કાર્યો” વિષે જણાવતા રહે.—પ્રેરિતોનાં કાર્યો ૨:૧૧, પ્રેમસંદેશ.
ગવર્નિંગ બોડીના ભાઈ સ્ટીવન લેટે ક્લાસની શરૂઆત કરી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું: “ભલે તમે ગમે તેવા સંજોગોમાં હોવ, યાદ રાખો કે તમે એકલા નથી.” તેમણે વિદ્યાર્થીઓને બીજો રાજા છઠ્ઠો અધ્યાય યાદ રાખવાનું કહ્યું. તેથી, તેઓએ ભૂલવું ન જોઈએ કે જ્યારે તેઓ “ઈશ્વરે કરેલાં મહાન કાર્યો” વિષે પ્રચાર કરે છે, ત્યારે યહોવાહ અને લાખો દૂતો તેઓને પૂરો સાથ આપે છે. (૨ રાજાઓ ૬:૧૫, ૧૬) સ્ટીવન ભાઈએ પછી જણાવ્યું કે જેમ પહેલી સદીના ખ્રિસ્તીઓ પર સતાવણી આવી, તેમ જ મિશનરિઓ પર આવશે. પરંતુ, તેઓ યહોવાહ અને તેમની સંસ્થા પર પૂરો ભરોસો રાખી શકે.—ગીતશાસ્ત્ર ૩૪:૭; માત્થી ૨૪:૪૫.
“ઈશ્વરે કરેલાં મહાન કાર્યો” વિષે જણાવતા રહો
ત્યાર પછી, યૂનાઇટેડ સ્ટેટ્સ બ્રાંચ કમિટીના હેરોલ્ડ કોર્કને ટૉક આપી. તેમનો વિષય હતો: “કઈ રીતે આનંદથી સેવા કરી શકાય.” હેરોલ્ડ ભાઈએ નીતિવચનો ૧૩:૧૨ જણાવતા કહ્યું કે જો આપણી આશા પૂરી ન થાય, તો આપણે નિરાશ થઈ જઈશું. તેમ જ, જો આપણાં સપના, સપના જ રહી જાય તોપણ, આપણે નિરાશ થઈ જઈશું. તેથી, બેલેન્સ રાખવું ખૂબ જરૂર છે. પછી હેરોલ્ડ ભાઈએ મિશનરિઓને ભલામણ આપી કે, તેઓ ભૂલ તો કરશે, પણ નિરાશ ન થવું જોઈએ. એનું કારણ એ કે તેઓ “ઈશ્વરે કરેલાં મહાન કાર્યો” વિષે બીજાઓને શીખવી રહ્યા છે. વળી, ભાઈએ ઉત્તેજન આપ્યું કે ફક્ત યહોવાહ પર જ ભરોસો રાખવો જોઈએ, કારણ કે જેઓ ઈશ્વરને શોધે છે, તેઓને તે ફળ આપે છે.—હેબ્રી ૧૧:૬.
ત્યાર પછી, ગવર્નિંગ બોડીના એક બીજા ભાઈ દાનીયેલ સીડલીકે ટૉક આપી. તેમનો વિષય હતો: “વિશ્વાસ શું છે?” તેમણે જણાવ્યું કે “વિશ્વાસ એક એવો ગુણ છે જે દરેક ખ્રિસ્તીમાં હોવો જ જોઈએ. જો એ આપણામાં હોય, તો જ આપણે યહોવાહ સાથે દોસ્તી બાંધી શકીશું. પરંતુ, જેઓ યહોવાહના ભક્તો નથી તેઓ કદી ખરો વિશ્વાસ બતાવી શકશે નહિ.” પછી દાનીયેલ ભાઈએ સમજાવ્યું કે જો વિશ્વાસ દૃઢ હોય, તો ગમે તેવી તકલીફો આવે, આપણે હિંમત નહિ હારીએ. “ખરેખર, વિશ્વાસ દ્વારા આપણે જીવનની મુશ્કેલીઓ પર જીત મેળવી શકીશું.” હા, વિશ્વાસથી આપણને અનુભવ થશે કે
યહોવાહ જ ખરા ઈશ્વર છે. આમ આપણે તેમની સેવા આનંદથી કરી શકીશું.—રૂમીઓને પત્ર ૧૨:૧૨.ત્યાર પછી, ગિલયડ સ્કૂલના રજિસ્ટ્રાર, વોલેસ લીવરેન્સનો વારો આવ્યો. તેમની ટૉકનો વિષય હતો: “યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલો.” (ગલાતી ૫:૧૬) તેમણે યિર્મેયાહના મંત્રી બારૂખનો દાખલો આપ્યો. બારૂખ ધીમે ધીમે વિશ્વાસ ગુમાવી બેઠો હતો. અરે, તે ભક્તિમાં હારી-થાકી ગયો અને પૈસાનાં સપના જોવા માંડ્યો. (યિર્મેયાહ ૪૫:૩, ૫) એ જ રીતે, ઈસુના અમુક શિષ્યો પણ તેમને છોડીને સત્યથી દૂર ચાલ્યા ગયા. શા માટે? ઈસુનું શિક્ષણ તેઓના ગળે ન ઊતર્યું. આમ, તેઓની આશા પૂરી ન થઈ. (યોહાન ૬:૨૬, ૨૭, ૫૧, ૬૬) મિશનરિઓ આમાંથી શું શીખી શકે? તેઓએ માણસોની વાહ-વાહ મેળવવા પાછળ ન પડવું જોઈએ. તેમ જ તેઓની જવાબદારીના લીધે સ્વાર્થી ન બનવું જોઈએ. તેઓએ તો ફક્ત લોકોનું ધ્યાન યહોવાહ અને તેમના હેતુઓ પર જ દોરવું જોઈએ.
પછી, ગિલયડના શિક્ષક, માર્ક નુમેરે બધા ન્યાયાધીશો ૫:૨ પર આધારિત હતી. તેમણે એવા ઈસ્રાએલીઓના વખાણ કર્યા જેઓ રાજીખુશીથી બારાકની ફોજમાં જોડાયા. એ જ રીતે, તેમણે વિદ્યાર્થીઓના વખાણ કર્યા કેમ કે તેઓ ઈસુની સેવામાં રાજીખુશીથી જોડાઈને તેમના પગલે ચાલે છે. પછી ભાઈએ જણાવ્યું: “આપણે જ્યારે પોતાના જ ગુણ-ગાન ગાવા લાગીએ, ત્યારે આપણે યહોવાહને ભૂલી જઈએ છીએ. . . . મિશનરિઓ પોતાના લાભ માટે સેવા કરતા નથી, પણ યહોવાહ માટે કરે છે. મિશનરિઓ આશીર્વાદ મેળવવા માટે પ્રચાર કરતા નથી. પરંતુ, તેઓ યહોવાહને ચાહે છે, એટલે પ્રચાર કરે છે.”—૨ તીમોથી ૨:૪.
વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો: “તમે આપનારા બનશો કે લેનારા બનશો?” તેમની ટૉકત્યાર પછી, ગિલયડના બીજા એક શિક્ષક લોરન્સ બોવને એક ટૉક આપી. તેમનો વિષય હતો: “સત્યથી તેઓને પવિત્ર કર.” (યોહાન ૧૭:૧૭) તેમણે જણાવ્યું કે ક્લાસના દરેક વિદ્યાર્થી યહોવાહના પવિત્ર સેવક છે. સ્કૂલ દરમિયાન દરેક વિદ્યાર્થીએ પ્રચાર કરવાનું ચાલુ જ રાખ્યું હતું. ઈસુ અને તેમના શિષ્યોની જેમ, આ વિદ્યાર્થીઓએ “પોતાના વિચારો” નહિ, પણ બાઇબલમાંથી સત્ય જ શીખવ્યું. (યોહાન ૧૨:૪૯, ૫૦, IBSI) પછી, અમુક વિદ્યાર્થીઓએ તેઓના પ્રચારના અનુભવો જણાવ્યા.
ઉત્તેજન આપતા અનુભવો
એન્થની પેરેઝ અને એન્થની ગ્રીફીને યૂનાઇટેડ સ્ટેટ્સ બ્રાંચના સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેઓએ બ્રાંચ કમિટીના અમુક સભ્યોના ઇન્ટર્વ્યૂં લીધા. તેઓએ પોતાના અનુભવો પરથી જણાવ્યું કે મિશનરિઓ પર મુશ્કેલીઓ તો આવશે જ. પરંતુ, એના સામનો કરી શકાય છે. દાખલા તરીકે, તેઓ એવા દેશોમાં રહેશે જ્યાં લોકોના રીત-રિવાજો, ધર્મ અને રાજકારણની સ્થિતિ એકદમ અલગ હશે. મિશનરિઓ આ મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરી શકે? યહોવાહ માટે અને લોકો માટેના પ્રેમ દ્વારા. વધુમાં, ભાઈઓએ ઉત્તેજન આપ્યું કે કદી પાછળ ફરી જોવું જોઈએ નહિ. તેમ જ વગર વિચાર્યે કોઈ નિર્ણય લેવો નહિ. બ્રાંચ કમિટીના એક સભ્યએ કહ્યું: “તમે જે દેશોમાં જવાનો છો, ત્યાં લોકો ઘણાં વર્ષોથી રહ્યા છે. જો તેઓ વર્ષો સુધી ત્યાં રહી શકે, તો તમે પણ ત્યાં વર્ષો સુધી રહી શકો છો. જ્યારે તમારા પર મુશ્કેલી પડે, ત્યારે એનો સામનો કરવાથી તમે ઈસુના જેવા ગુણો કેળવો છો. તેથી, પ્રાર્થના કરો અને યહોવાહના માર્ગદર્શન પર પૂરો ભરોસો રાખો. એમ કરવાથી ઈસુ કહેશે કે ‘હું તમારી સાથે છું.’”—માત્થી ૨૮:૨૦.
છેલ્લે ગવર્નિંગ બોડીના સભ્ય ભાઈ સેમ્યુલ હર્ડે ટૉક આપી. તેમનો વિષય હતો: “ઈશ્વરે કરેલાં મહાન કાર્યો વિષે જણાવતા જ રહો.” પેન્તેકોસ્ત ૩૩ના દિવસે ઈસુના શિષ્યો પર પવિત્ર આત્મા અથવા શક્તિ રેડવામાં આવી હતી. આ શક્તિથી તેઓ બીજાઓને “ઈશ્વરે કરેલાં મહાન કાર્યો” વિષે પૂરા જોશથી શીખવી શક્યા. આજે પણ એ જ શક્તિ મિશનરિઓને મદદ કરશે. સેમ્યુલ ભાઈએ દરેક વિદ્યાર્થીઓને “ઉત્સાહી” થવાનું કહ્યું. (રૂમીઓને પત્ર ૧૨:૧૧) વળી, તેમણે જણાવ્યું કે “બાઇબલ ખૂબ ખૂબ કિંમતી છે. એનો જીવતો જાગતો સંદેશો તમારા હૃદયની આરપાર વીંધી શકે છે. એ તમારું જીવન સુધારી શકે છે. બાઇબલના વિચારો તમારા મનમાં ભરી દો. દરરોજ બાઇબલ વાંચો અને એના પર મનન કરો. . . . આ સ્કૂલમાં તમે ‘ઈશ્વરે કરેલાં મહાન કાર્યો’ વિષે શીખ્યા છો. તેથી, નિર્ણય લો કે તમે બીજાઓને એના વિષે હંમેશાં જણાવશો.”
અમુક મંડળો તરફથી ગ્રીટીંગ્સ મળ્યા પછી, દરેક વિદ્યાર્થીને ડિપ્લોમા મળ્યો. પછી, શિક્ષણ માટે આભાર માનતા એક વિદ્યાર્થીએ ક્લાસ તરફથી પત્ર વાંચ્યો. સૌથી છેલ્લે, ભાઈ લેટે ૨ કાળવૃત્તાંત ૩૨:૭ અને પુનર્નિયમ ૨૦:૧, ૪ વિષે વાત કરીને કહ્યું: “વહાલા વિદ્યાર્થીઓ, તમને નવું કામ સોંપવામાં આવ્યું છે. કદી ન ભૂલતા કે યહોવાહ તમારી સાથે જ છે.”
[પાન ૨૫ પર બોક્સ]
ક્લાસની વિગત
કેટલા દેશમાંથી આવ્યા? ૭
કેટલા દેશોમાં જશે? ૧૭
સ્ટુડન્ટ્સની સંખ્યા: ૪૮
સ્ટુડન્ટ્સની ઉંમર: આશરે ૩૩.૭
સત્યમાં વર્ષો: આશરે ૧૭.૮
ફૂલ-ટાઈમ સેવાનાં વર્ષો: આશરે ૧૩.૫
[પાન ૨૬ પર ચિત્ર]
ગિલયડની વૉચટાવર બાઇબલ સ્કૂલનો ૧૧૫મો ક્લાસ
નીચે આપેલાં નામ આગળથી પાછળની લાઈનમાં અને દરેક લાઇનમાં ડાબેથી જમણે જાય છે.
(૧) બ્રાઉન, ટી.; ગૉલર, સી.; હૌફમૅન, એ.; બ્રુઝેઝી, જે.; ટ્રેહાન, એસ.; (૨) સ્મૉર્ટ, એન.; કૅશમૅન, એફ.; ગૉરસીઆ, કે.; લોહાન, એમ.; સીફર્ટ, એસ.; ગ્રે, કે. (૩) બૅકૈટ, એમ.; નીકલ્ઝ, એસ.; સ્મીથ, કે.; ગુલ્યૉરા, એ.; રૅપનેકર, એ. (૪) ગ્રે, એસ.; વૉસેક, કે.; ફ્લેમીંગ, એમ.; બેથેલ, એલ.; હરમૉનસન, ટી.; હરમૉનસન, પી. (૫) રૅપનેકર, જી.; લોહાન, ડી.; ડીકી, એસ.; કીમ, સી.; ટ્રેહાન, એ.; વૉશિંગટન, એ.; સ્મૉર્ટ, એસ. (૬) ગૉલર, એલ.; બર્ગહૉફર, ટી.; ગુલ્યૉરા, ડી.; નીકલ્ઝ, આર.; વૉશિંગટન, એસ.; કીમ, જે. (૭) બૅકૈટ, એમ.; ડીકી, જે.; સ્મીથ, આર.; ગૉરસીઆ, આર.; હૌફમૅન, એ.; સીફર્ટ, આર.; બ્રાઉન, એચ. (૮) ફ્લેમીંગ, એસ.; બ્રુઝેઝી, પી.; બર્ગહૉફર, ડબલ્યું.; બેથેલ, ટી.; કૅશમૅન, જે.; વૉસેક, કે.