સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયા બદલાઈ રહી છે

દુનિયા બદલાઈ રહી છે

દુનિયા બદલાઈ રહી છે

“ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે.”—૧ કોરીંથી ૭:૨૯.

૧, ૨. તમે તમારા જીવનમાં કયા ફેરફારો જોયા છે?

 તમે જીવનમાં કેટલા ફેરફારો જોયા છે? શું તમને એકાદ યાદ છે? દાખલા તરીકે, આજના મૅડિકલ સાયન્સમાં ડૉક્ટરોએ કરેલી પ્રગતિનો વિચાર કરો. વીસમી સદીની શરૂઆતમાં અમુક દેશોના લોકો માંડ માંડ ૫૦ વર્ષ જીવતા. પણ આજની દવાઓને લીધે તેઓ હવે ૭૦ વર્ષ સુધી જીવી શકે છે! એટલું જ નહિ, રેડિયો, ટીવી, મોબાઇલ ફોન અને ફૅક્સ મશીન જેવા સાધનોથી પણ આપણને કેટલો લાભ થાય છે! અરે, શિક્ષણ, વાહનો અને માનવ હક્કો માટેના નિયમોથી કરોડો લોકોનું જીવન સુધર્યું છે.

જોકે, દુનિયામાં થતા બધા જ ફેરફારોથી આપણને ફાયદો થયો નથી. દિવસે દિવસે ગુનાઓ, છૂટાછેડા અને મોંઘવારી વધતા જ જાય છે. વધુને વધુ લોકો નશીલા ડ્રગ્સની રવાડે ચઢે છે. આજે નીતિ-અનીતિની કોઈને પડી નથી. ચારે બાજુ આતંકવાદનો ભય છે. આ હકીકતો પ્રત્યે આપણે આંખ આડા કાન કરી શકતા નથી. જોકે, પ્રેષિત પાઊલે ઘણાં વર્ષો પહેલાં ભાખ્યું હતું, જેની સાથે તમે પણ સહમત થશો: “આ દુનિયા તેની હાલની સ્થિતિમાં લાંબું ટકવાની નથી.”— ૧ કોરીંથી ૭:૩૧, પ્રેમસંદેશ.

૩. “આ દુનિયા તેની હાલની સ્થિતિમાં લાંબું ટકવાની નથી,” એમ પાઊલે શા માટે કહ્યું?

પાઊલે આમ કહ્યું ત્યારે, તે આ દુનિયાને એક સ્ટેજ સાથે સરખાવતા હતા. સ્ટેજ પર જુદા જુદા કલાકારો આવે છે, તેઓનો ભાગ ભજવીને જતા રહે છે. એવી જ રીતે, આ દુનિયાના મંચ પર અનેક ધર્મગુરુઓ અને નેતાઓ આવતા રહે છે અને થોડો સમય પોતાનો ભાગ ભજવીને ચાલ્યા જાય છે. પછી તેમની જગ્યાએ કોઈ બીજા આવે છે. આવું સદીઓથી ચાલતું આવ્યું છે. પહેલાના જમાનામાં, રાજાઓ અને તેમના વંશજો પેઢીઓ સુધી રાજ કરતા હતા. પરંતુ, આજે તો આંખના પલકારામાં દુનિયાની હાલત બદલાઈ જાય છે. જેમ કે, રાતોરાત સરકાર બદલાઈ જાય છે અથવા કોઈ લોકપ્રિય નેતાની હત્યા થઈ જાય છે. ખરેખર, કાલે શું થશે એની કોઈને ખબર નથી.

૪. (ક) આ બદલાતી દુનિયાની આપણા પર કેવી અસર પડવી જોઈએ? (ખ) હવે આપણે કયા બે પુરાવાઓ જોઈશું?

જો આ દુનિયા એક સ્ટેજ હોય અને નેતાઓ કલાકાર હોય તો, સાચા ખ્રિસ્તીઓ તમાશો જોનાર છે. * તેઓ આ ‘જગતનો ભાગ નથી.’ એટલે જ તેઓ જુદા જુદા કલાકારો કે તેઓ શું કરે છે, એના વિષે વધારે ધ્યાન આપતા નથી. (યોહાન ૧૭:૧૬) પરંતુ, એના પરિણામ પર તેઓ વધારે ધ્યાન આપે છે. એનાથી તેઓ જાણી શકે કે અંત જલદી જ આવશે. તેઓ જાણે છે કે યહોવાહ નવી દુનિયા લાવે એ પહેલાં, આ જગતનો અંત જરૂર લાવશે. * આજે આપણે આ દુષ્ટ જગતના છેલ્લા સમયમાં છીએ અને જલદી જ નવી દુનિયા આવશે. આપણે શા માટે એમ કહીએ છીએ? ચાલો આપણે બે પુરાવાઓ જોઈએ. (૧) બાઇબલ સમયની ગણતરી અને (૨) દુનિયાની બગડતી હાલત.—માત્થી ૨૪:૨૧; ૨ પીતર ૩:૧૩.

આખરે રહસ્ય ખૂલ્યું!

૫. “વિદેશીઓના સમયો” શું છે અને શા માટે આપણે એ વિષે જાણવું જોઈએ?

સમય અને બનાવો વચ્ચેના સંબંધને બાઇબલ, સમયની ગણતરી કહે છે. ઈસુએ એવા સમયની વાત કરી, જ્યારે જગતના નેતાઓ સ્ટેજ પર પોતાની ભૂમિકા ભજવવામાં મશગૂલ હશે. એ સમયે પરમેશ્વરનું રાજ્ય તેઓના ખેલમાં માથું મારશે નહિ. એ સમયને ઈસુએ “વિદેશીઓના સમયો” કહ્યા. (લુક ૨૧:૨૪) આ “વિદેશીઓના સમયો” પૂરા થયા ત્યારે, ઈસુ સ્વર્ગમાં પરમેશ્વરના રાજ્યના રાજા બન્યા. એ સમયે ઈસુએ સૌ પ્રથમ પોતાના “શત્રુઓ ઉપર રાજ” કર્યું. (ગીતશાસ્ત્ર ૧૧૦:૨) પછી, દાનીયેલ ૨:૪૪ પ્રમાણે આ રાજ્ય સર્વ માનવ સરકારોને ‘ભાંગીને ચૂરા કરશે’ અને એ સદાકાળ ટકશે.

૬. ‘વિદેશીઓના સમયો’ ક્યારે શરૂ થયા, એ કેટલાં વર્ષો હતા અને એનો ક્યારે અંત આવ્યો?

“વિદેશીઓના સમયો” ક્યારે પૂરા થયા અને ઈસુ, પરમેશ્વરના રાજ્યના રાજા ક્યારે બન્યા? એનો જવાબ ‘અંતના સમય સુધી બંધ તથા મુદ્રિત કરવામાં’ આવ્યો હતો. એ જાણવા આપણે બાઇબલના સમયની ગણતરી કરવી પડશે. (દાનીયેલ ૧૨:૯) સમય આવ્યો ત્યારે યહોવાહે બાઇબલ વિદ્યાર્થીઓના એક નમ્ર ગ્રૂપને એનો જવાબ આપ્યો. તેઓ પરમેશ્વરના પવિત્ર આત્માની મદદથી સમજ્યા કે ઈસવી સન પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો ત્યારે, “વિદેશીઓના સમયો” શરૂ થયા હતા. એ કેટલા લાંબા હતા? એ ‘સમયો’ ૨,૫૨૦ વર્ષોના હતા. એના પરથી તેઓ ગણતરી કરીને સમજી શક્યા કે ૧૯૧૪માં “વિદેશીઓના સમયો” પૂરા થયા. આ ગ્રૂપને એ પણ સમજાયું કે ૧૯૧૪થી આ દુનિયાના અંતની શરૂઆત થઈ ગઈ છે. શું તમે બાઇબલના વિદ્યાર્થી તરીકે એવી ગણતરી કરી જોઈ છે, જે સમજાવે કે ૧૯૧૪ની સાલ શા માટે કહી શકાય? *

૭. દાનીયેલના પુસ્તકમાં જણાવેલા ‘સાત કાળની’ શરૂઆત અને અંત વિષે સમજવા કઈ કલમો મદદ કરે છે?

બાઇબલમાં દાનીયેલનું પુસ્તક આપણને એક પુરાવો આપે છે. યહોવાહે ઈસવી સન પૂર્વે ૬૦૭માં રાજા નબૂખાદનેસ્સાર દ્વારા યરૂશાલેમનો વિનાશ કરાવ્યો હતો. એ સમયે ‘વિદેશીઓના સમયો’ શરૂ થયા. યહોવાહે એ રાજાને જણાવ્યું કે, ‘સાત કાળ’ પૂરા થાય ત્યાં સુધી, પોતે એ વિદેશીઓને યરૂશાલેમ પર રાજ કરવા દેશે. (હઝકીએલ ૨૧:૨૬, ૨૭; દાનીયેલ ૪:૧૬, ૨૩-૨૫) પરંતુ, હવે પ્રશ્ન એ થાય છે કે, આ સાત કાળ કેટલા લાંબા હતા? પ્રકટીકરણ ૧૧:૨, ૩ અને ૧૨:૬, ૧૪ પ્રમાણે, સાડા ત્રણ કાળ ૧,૨૬૦ દિવસો બરાબર છે. એના બમણા કરીએ તો, સાત કાળના ૨,૫૨૦ દિવસ થાય. આ દિવસોનો શું અર્થ થાય? દાનીયેલના જમાનામાં યહોવાહે પોતાના પ્રબોધક હઝકીએલને એક નિયમ આપ્યો હતો: ‘દર વરસને માટે એક દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે.’ (હઝકીએલ ૪:૬) હવે ‘સાત કાળના’ ૨,૫૨૦ દિવસ, એ નિયમ પ્રમાણે ૨,૫૨૦ વર્ષ થાય. ઈસવી સન પૂર્વે ૬૦૭થી ૨,૫૨૦ વર્ષની ગણતરી આપણને ૧૯૧૪ના વર્ષમાં લઈ આવે છે. એનો અર્થ એ થયો કે ૧૯૧૪માં ‘સાત કાળ’ એટલે કે ‘વિદેશીઓના સમયો’ પૂરા થયા.

“અંતના સમયનો” પુરાવો

૮. દુનિયાની હાલત ૧૯૧૪થી બગડી છે એનો કયો પુરાવો છે?

દુનિયામાં ૧૯૧૪થી જે બની રહ્યું છે, એ જ પુરાવો આપે છે કે બાઇબલની ભવિષ્યવાણી સાચી છે. ઈસુએ કહ્યું કે ‘જગતના અંતના’ સમયમાં યુદ્ધો, દુકાળો અને મરકીઓ ફાટી નીકળશે. (માત્થી ૨૪:૩-૮; પ્રકટીકરણ ૬:૨-૮) ખરેખર, ૧૯૧૪થી આપણને એવું જ જોવા મળે છે. પ્રેષિત પાઊલે એ વિષે વધારે સમજણ આપતા કહ્યું કે લોકોના વાણી-વર્તનમાં પણ મોટો ફેરફાર આવશે. તેમણે જે કહ્યું એ આપણે અનુભવતા નથી શું?—૨ તીમોથી ૩:૧-૫.

૯. દુનિયાની જે હાલત ૧૯૧૪ પછી થઈ છે, એ વિષે શું લખવામાં આવ્યું?

શું ખરેખર ૧૯૧૪થી ‘આ દુનિયાની સ્થિતિ’ ખરાબ થઈ ગઈ છે? પ્રોફેસર રોબર્ટ વોલે ૧૯૧૪ની પેઢી (અંગ્રેજી) પુસ્તકમાં લખ્યું: “જેઓએ આ યુદ્ધો અનુભવ્યા તેઓ માની નથી શકતા કે ઑગસ્ટ ૧૯૧૪થી આ દુનિયાની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે.” વિશ્વ આરોગ્ય સંસ્થાના માનસિક-સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. જ્યોર્જ એ. કોસ્ટા ઈ. સીલ્વાએ લખ્યું: “આપણે ઝડપથી બદલાતા સમયમાં જીવી રહ્યા છીએ. તેથી, લોકોને વધારે ચિંતા અને ટેન્શન હોય છે. આવું ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી.” શું તમને પણ એવું લાગે છે?

૧૦. દુનિયા ૧૯૧૪ પછી બગડી છે, એના વિષે બાઇબલ શું કહે છે?

૧૦ આ દુનિયાનો દુશ્મન કોણ છે? એનો જવાબ પ્રકટીકરણ ૧૨:૭-૯ આપે છે: ‘પછી આકાશમાં [સ્વર્ગમાં] લડાઈ જાગી; મીખાએલ [ઈસુ ખ્રિસ્ત] તથા તેના દૂતો અજગરની [શેતાન] સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો જે આખા જગતને ભમાવે છે.’ આમ, બધી મુશ્કેલીઓ લાવનાર, શેતાન છે. તેને ૧૯૧૪માં સ્વર્ગમાંથી બહાર નાખી દેવામાં આવ્યો. એનો શું અર્થ થાય છે? બાઇબલ સમજાવે છે કે “પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમકે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”—પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૨.

નાટકના અંતમાં શું થશે?

૧૧. (ક) “આખા જગતને” ભમાવવા શેતાન શું કરે છે? (ખ) શેતાનની ચાલ વિષે પ્રેષિત પાઊલે શું કહ્યું હતું?

૧૧ શેતાન જાણે છે કે ૧૯૧૪થી તેના માટે હવે થોડો જ સમય રહેલો છે. તેથી તે “આખા જગતને” ભમાવવા બનતું બધું જ કરે છે. શેતાન હંમેશાં લોકોને છેતરે છે. તે પડદા પાછળ રહીને કામ કરે છે. દુનિયાના સ્ટેજ પર ભાગ ભજવી રહેલા નેતાઓ દ્વારા તે નવી ચાલ રમી રહ્યો છે. (૨ તીમોથી ૩:૧૩; ૧ યોહાન ૫:૧૯) ફક્ત તેનું જ રાજ્ય શાંતિ લાવશે, એવું શેતાન લોકોના મનમાં ઠસાવવા માંગે છે. મોટા ભાગે તેનો ઇરાદો સફળ થયો છે. દુનિયા આટલી ખરાબ છે છતાં પણ એમાં સુધારો થશે એવું લોકો માને છે. પ્રેષિત પાઊલે ભાખ્યું હતું તેમ દુષ્ટ જગતનો નાશ થાય એ પહેલાં, શેતાનના વિચારો અને તેનાં કામો મોટા પ્રમાણમાં જોવા મળશે. પાઊલે લખ્યું: “જ્યારે તેઓ કહેશે, કે શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત [અચાનક] નાશ થશે.”—૧ થેસ્સાલોનીકી ૫:૩; પ્રકટીકરણ ૧૬:૧૩.

૧૨. આજે શાંતિ લાવવાના કયા પ્રયત્નો થાય છે?

૧૨ દુનિયાના નેતાઓએ અનેક યોજના કરીને, એને “શાંતિ તથા સલામતી” તરીકે જાહેર કરી દે છે. તેઓએ ૧૯૮૬નું વર્ષ આંતરરાષ્ટ્રીય શાંતિ વર્ષ જાહેર કર્યું હતું. શું એ શાંતિનું વર્ષ હતું? ના, એ વર્ષે પણ યુદ્ધો થયાં હતાં. શું એ બતાવે છે કે, ૧ થેસ્સાલોનીકી ૫:૩ની ભવિષ્યવાણી પૂરી થઈ છે? કે પછી પાઊલ કોઈ ખાસ ઘટના તરફ ઇશારો કરે છે, જે આખા જગતનું ધ્યાન ખેંચશે?

૧૩. પાઊલે આવી રહેલા વિનાશને શાની સાથે સરખાવ્યો અને એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ બાઇબલ ભવિષ્યવાણી આપણે ક્યારે પૂરેપૂરી સમજી શકીએ? મોટા ભાગે એ પૂરી થઈ જાય અથવા થઈ રહી હોય ત્યારે જ સમજી શકીએ. તેથી, જવાબ માટે આપણે હજુ રાહ જોવી પડશે. પરંતુ, પાઊલે “શાંતિ તથા સલામતી” વિષે કહ્યા પછી, જગતના અંતની સરખામણી ગર્ભવતી સ્ત્રી સાથે કરી. નવ મહિના દરમિયાન માતા બાળકને વધારે ને વધારે અનુભવી શકે છે. તે પોતાના બાળકના હૃદયના ધબકારા સાંભળી શકે છે; બાળકનું હલન-ચલન અનુભવે છે. ઘણી વાર બાળક તેને પેટમાં લાત પણ મારતું હોય છે. આખરે, એક દિવસ અચાનક તેને પીડા ઉપડે છે, અને બાળકના જન્મનો સમય આવે છે. એ જ રીતે, ‘શાંતિ તથા સલામતીની’ ભવિષ્યવાણી પૂરી થશે ત્યારે, આ દુષ્ટ જગતનો તરત જ અંત આવી જશે. એ આનંદનો સમય હશે, કેમ કે ત્યારે નવી દુનિયાની શરૂઆત થશે!

૧૪. આવતા દિવસોમાં શું બનશે અને એનું શું પરિણામ આવશે?

૧૪ યહોવાહના ભક્તો આવનાર ભયાનક વિનાશને જોશે. સૌથી પહેલા, આ દુનિયાના રાજાઓ (શેતાનના રાજનેતાઓ) મહાન બાબેલોનને ટેકો આપનારાઓ પર હુમલો કરશે અને તેઓનો નાશ કરશે. (પ્રકટીકરણ ૧૭:૧, ૧૫-૧૮) આમ, શેતાનના રાજ્યમાં અંદરોઅંદર ભાગલા પડશે. તેઓ એકબીજા વિરુદ્ધ લડશે અને શેતાન કંઈ કરી શકશે નહિ. (માત્થી ૧૨:૨૫, ૨૬) પછી, પૃથ્વીના રાજાઓના મનમાં યહોવાહ એવી યોજના મૂકશે, જેથી તેઓ તેમની “ઇચ્છા પૂરી કરે.” એટલે કે તેઓ જૂઠા ધર્મોનો નાશ કરશે. પછી, ઈસુ ખ્રિસ્ત પોતાના દૂતો સાથે આવીને શેતાનના સંગઠનનો બાકીનો ભાગ, એટલે કે વેપારી જગત અને રાજનીતિનો જડમૂળથી નાશ કરશે. આખરે, શેતાનને પણ કેદ કરવામાં આવશે. એની સાથે જ સદીઓથી ચાલ્યું આવતું નાટક પૂરું થશે અને સ્ટેજ પરનો પડદો બંધ થશે.—પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬; ૧૯:૧૧-૨૧; ૨૦:૧-૩.

૧૫, ૧૬. “સમય થોડો રહેલો છે,” માટે આપણે શું કરવું જોઈએ?

૧૫ આ બધું ક્યારે થશે? આપણે એ દિવસ અને ઘડી વિષે જાણતા નથી. (માત્થી ૨૪:૩૬) પરંતુ, આપણે એ જરૂર જાણીએ છીએ કે “સમય થોડો રહેલો છે.” (૧ કોરીંથી ૭:૨૯) તેથી, બાકી રહેલો સમય આપણે સમજી-વિચારીને વાપરીએ. પ્રેષિત પાઊલ કહે છે તેમ, નકામા કામો પાછળ સમય ન બગાડીએ. પણ યહોવાહની સેવા માટે બને એટલો સમય આપીએ. એમ આપણે દરેક દિવસનો “સદુપયોગ” કરીશું, “કેમકે દહાડા ભૂંડા છે.” તેથી, સમય નકામો બગડે નહિ, એ માટે આપણે “પ્રભુની ઇચ્છા” પારખી લઈએ.—એફેસી ૫:૧૫-૧૭; ૧ પીતર ૪:૧-૪.

૧૬ આ દુનિયા જલદી જ ધૂળમાં મળી જવાની છે, એ આપણે જાણીએ છીએ. તેથી, પ્રેષિત પીતરે આપણા ભલા માટે લખ્યું: ‘આ બધું જ અગ્‍નિમાં પીગળી જવાનું છે, એ જાણીને આપણે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ!’ (૨ પીતર ૩:૧૧, IBSI) ‘ઈશ્વરમય જીવન જીવવું’ એટલે શું? (૧) આપણે યહોવાહને પસંદ પડે એવાં સદ્‍ગુણો કેળવીએ. (૨) આપણે યહોવાહની સેવા માટે ઊંડો પ્રેમ અને ઉત્સાહ બતાવીએ.

૧૭. શેતાનના કયા ફાંદાથી આપણે દૂર રહેવું જોઈએ?

૧૭ આપણને પરમેશ્વરની સેવા માટે પ્રેમ હશે તો, દુનિયાની લાલચોથી દૂર રહીશું. આ દુનિયાના બૂરા હાલ થવાના છે! એ જાણીને પણ એના ફાંદામાં ફસાવું, એ પોતાના પગ પર કુહાડો મારવા જેવું છે. જોકે આપણે આ દુનિયામાં જ જીવવાનું છે અને કામ કરવાનું છે. તેથી, આપણે આ દુનિયાની ચમક-દમક કે વહેવારમાં તલ્લીન ન થઈ જવાની સલાહને ધ્યાનમાં રાખવી જોઈએ. (૧ કોરીંથી ૭:૩૧) આપણે આ દુનિયાના વિચારોથી છેતરાઈ ન જઈએ, એ માટે હંમેશાં સાવધ રહીએ. આ દુનિયા કદી મુશ્કેલીઓ દૂર કરી શકશે નહિ. એ પોતે જ લાંબો સમય ટકવાની નથી. પરમેશ્વરનું વચન છે: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૭.

આવનાર નવી દુનિયા!

૧૮, ૧૯. નવી દુનિયામાં તમે કેવા ફેરફાર જોવા ચાહો છો? એ માટે જોવી પડતી રાહ કેમ નકામી નહિ જાય?

૧૮ જલદી જ શેતાન અને તેને ટેકો આપનારા લોકોનો નાશ થશે. પછી આ જગતના વિનાશમાંથી બચનારાઓ પર, પરમેશ્વર આશીર્વાદ વરસાવશે! તેઓ આ પૃથ્વી પર સદા સુખ-ચેનમાં રહેશે. દુનિયાના સ્ટેજ પર એક મોટો ફેરફાર આવશે, જે હંમેશાં ટકી રહેશે. દુનિયામાં ક્યારેય યુદ્ધો થશે નહિ, કેમ કે પરમેશ્વર “પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી” દેશે. (ગીતશાસ્ત્ર ૪૬:૯) ભૂખમરાને બદલે “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) પોલીસ કે જેલ તો હશે જ નહિ. જાત-જાતની બીમારીઓ, નશીલા ડ્રગ્સના વેપારીઓ, છૂટાછેડા કરાવતી, દેવાળું જાહેર કરતી અદાલતો હશે જ નહિ. અરે, આતંકવાદનું પણ નામનિશાન મટી જશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; યશાયાહ ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૩-૫.

૧૯ આજ સુધીમાં અબજો લોકો મરણ પામ્યા છે, તેઓને સજીવન કરવામાં આવશે! એક પેઢી બીજી પેઢીનું સ્વાગત કરશે એ જોઈને હૈયું કેવું નાચી ઉઠશે! વળી, વરસોથી મરણે ઝૂંટવી લીધેલા આપણા સગા-વહાલાને ફરીથી મળીશું ત્યારે, આંખો ખુશીથી છલકાઈ જશે! પછી, સર્વ યહોવાહની જ ભક્તિ કરશે. (પ્રકટીકરણ ૫:૧૩) આખી પૃથ્વી ફરીથી એદન બગીચા જેવી સુંદર બની જશે. આ બધું જોઈને તમને કેવું લાગશે? ચોક્કસ, તમે ખુશીથી કહેશો: ‘અરે, આ દિવસ જોવા તો મેં વર્ષો રાહ જોઈ. સાચે જ ધીરજનાં ફળ મીઠાં છે!’

[ફુટનોટ્‌સ]

^ પાઊલે બીજી જગ્યાએ અભિષિક્ત ખ્રિસ્તીઓને “જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશાના જેવા” બતાવે છે.—૧ કોરીંથી ૪:૯.

^ દાખલા તરીકે, દાનીયેલ ૧૧:૪૦, ૪૪, ૪૫માં “ઉત્તરના રાજાની” ઓળખ વિષે દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકના પાન ૨૮૦-૧ જુઓ.

^ બાઇબલ બતાવે છે કે ઈસવી સન પૂર્વે ૫૩૭માં યહુદીઓ પોતાના વતન પાછા ફર્યા. એના ૭૦ વર્ષ પહેલાં, યરૂશાલેમનો નાશ થયો હતો. (યિર્મેયાહ ૨૫:૧૧, ૧૨; દાનીયેલ ૯:૧-૩) “વિદેશીઓના સમયની” વિગતવાર માહિતી જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકના પાન ૯૫-૭ પર મળે છે. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓનું છે.

આપણે શું શીખ્યા?

• ‘આ દુનિયાની હાલની સ્થિતિ લાંબું ટકવાની નથી,’ પાઊલના એ શબ્દો કઈ રીતે સાચા સાબિત થયા છે?

• બાઇબલ કયો પુરાવો આપે છે કે ‘વિદેશીઓના સમયો’ પૂરા થયા છે?

• ‘અંતનો સમય’ ૧૯૧૪થી શરૂ થયો એમ દુનિયાની હાલત કઈ રીતે બતાવે છે?

• આજે જગત માટે થોડો જ સમય છે, એટલે આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર ચિત્ર]

આખરે રહસ્ય ખૂલ્યું!