સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઉનાળો તથા શિયાળો થયા વગર રહેશે નહિ’

‘ઉનાળો તથા શિયાળો થયા વગર રહેશે નહિ’

યહોવાહની સુંદર રચના

‘ઉનાળો તથા શિયાળો થયા વગર રહેશે નહિ’

ચિત્રમાં ઊંટો જુઓ. બિચારા! તેઓને પાણી જોઈએ છે. કેમ? કેમ કે સૂર્યના તડકાથી રણમાં સખત ગરમી છે. પણ વિચાર કરો કે પૃથ્વી પર બીજા દેશોમાં લોકો સૂર્યના પ્રકાશની મજા માણે છે. આમ, સૂર્યની શક્તિથી પૃથ્વી પર અલગ અલગ હવામાન અને ઋતુઓ હોય છે.

એક દેશથી બીજા દેશમાં કે એક શહેરથી બીજા શહેરની જુદી જુદી ઋતુઓ કે મોસમ હોય છે. કેવી કેવી ઋતુઓ હોય છે? વસંત આવે અને ઝાડ પર નવા પાન ફૂટવા લાગે. ફૂલે-ફૂલે મધુર ફોરમ ઊઘડે. ઉનાળાની રાતે તમે ઘરના ધાબા પર બેઠા હોવ અને એકદમ સરસ પવન આવે! પાનખરમાં બધાં પાન ધરતી પર ખરી પડે છે. પણ એ બધા પાનનો રંગ મેઘધનુષ્ય જેવો લાગે છે. વળી, જંગલના ચિત્રમાં જુઓ તો એમાં બરફ જોવા મળે છે. ઘણી વાર બરફ જોઈએ, કે એ વિષે વાતો કરીએ ત્યારે પહેલો વિચાર એ આવે કે એ દેશમાં કેટલી ઠંડી છે અને એ વાત ખરી છે. પણ આ ચિત્ર બતાવે છે કે બરફથી એ જંગલમાં શાંતિની લહેર છે.

પરમેશ્વરના હાથથી આ બધી ઋતુઓ આવે છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે કે કઈ રીતે પરમેશ્વરે આ ઋતુઓ બનાવી. તેઓ કહે છે કે પૃથ્વી ધરીએથી ૨૩.૫ અંશ નમેલી છે. એનો શું અર્થ થાય? આપણી પૃથ્વી એક તરફ જરા ઢળેલી છે. જેમ ગીતની સીડી ફરે છે, એમ જ પૃથ્વી ઢળેલી સ્થિતિમાં સૂર્યની આજુબાજુ ફરે છે. કહેવામાં આવે છે કે પૃથ્વી એ રીતે ઢળેલી ન હોત તો ચોક્કસ ઋતુઓ ન હોત અને બધા લોકો માટે સરખું જ હવામાન હોત. વળી, શાકભાજી અને ધાન્યના ઉત્પાદન પર પણ એની અસર થાત.

બધી ઋતુઓ પરમેશ્વરે ચોકસાઈથી બનાવી છે. આ બધી કારીગરી જોઈને, એક ગીતકર્તાએ પરમેશ્વરને કહ્યું: “તેં પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપન કરી છે; તેં ઉનાળાને તથા શિયાળાને ઠરાવ્યા છે.”ગીતશાસ્ત્ર ૭૪:૧૭. *

સૂરજ, ચંદ્ર અને તારાઓ આપણને ઋતુઓની યાદ અપાવે છે. તેથી, યહોવાહે સૂર્યમંડળ બનાવ્યું ત્યારે તેમણે કહ્યું: ‘આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ; અને તેઓ ચિહ્‍નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.’ (ઉત્પત્તિ ૧:૧૪) આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યની ગોળ ગોળ ફરે છે. એક વર્ષમાં બે વાર આખી પૃથ્વી પર દિવસ અને રાત સરખો સમય હોય છે. તેમ જ ઘણા દેશોમાં એનાથી વસંત અને પાનખર ઋતુની શરૂઆત થાય છે.

તારામંડળ, સૂરજ અને ચંદ્ર. હવામાન, વરસાદ કે બરફ, ઠંડી કે ગરમી. એની ઋતુઓ પર ઘણી અસર પડે છે. ઋતુઓથી આપણને જુદી જુદી ખાવાની વસ્તુઓ મળે છે. એ કારણથી આપણે એકલી રોટલી જ નથી ખાતા, પણ જે મન ફાવે એ આપણે ખાઈએ છીએ. પહેલી સદીમાં પાઊલ અને બાર્નાબાસે કહ્યું: ‘ઈશ્વર આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપે છે, અને અન્‍નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરે છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૪-૧૭.

સૂરજનો પ્રકાશ ધરતી પર છોડ, ફૂલ અને શાકભાજી ઉગાડે છે. દરિયામાં પણ એનાથી નાના-નાના છોડ ઊગે છે. આ બતાવે છે કે બધી ઋતુઓ અને હવામાનથી જુદી જુદી વનસ્પતિ ઊગે છે. આ સઘળા માટે પાઊલે પરમેશ્વરને મહિમા આપ્યો, કેમ કે તે જાણતા હતા કે પરમેશ્વરના હાથે આ બધું થાય છે. પાઊલે લખ્યું કે “ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્‍ન કરે છે, તેને દેવ આશીર્વાદ આપે છે.”—હેબ્રી ૬:૭.

ઉપરનું વચન બતાવે છે કે પરમેશ્વર આપણને કેટલો મોટો આશીર્વાદ આપે છે. ચાલો આપણે એક ઋતુનો દાખલો લઈએ. જ્યારે વસંત આવે ત્યારે બહુ ગરમી કે ઠંડી નથી હોતી. સૂર્યનો વધારે તાપ આવે છે; ફૂલોની સુગંધ આવે; પતંગિયા ને ભમરા આમતેમ ઊડવા લાગે; પક્ષીઓનો કલરવ સંભળાય. આ ચિત્ર બતાવે છે કે પક્ષીઓના રંગ-બે-રંગી પીંછાંથી જંગલ કેવું સુંદર દેખાય છે. આંબાના ઝાડ પર કેરીઓ આવે છે. બધા જીવજંતુઓ, વસ્તુઓમાં જાણે જીવ આવે છે. (ગીતોનું ગીત ૨:૧૨, ૧૩) અમુક દેશોમાં વસંતથી ખેડૂત માટે લણણીની મોસમ શરૂ થાય છે.—નિર્ગમન ૨૩:૧૬.

પરમેશ્વરના હાથની કરામત પૃથ્વી પર કેટલી સાબિતીઓ આપે છે! આપણે શીખ્યા કે દિવસ અને રાત કેવી રીતે આવે છે. જ્યારે ઉનાળાનો અંત આવે ત્યારે આપણે વિચાર કરતા નથી કે બીજી ઋતુ આવશે કે નહિ. પરમેશ્વરે વચન આપ્યું છે: “પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાઢ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહિ.”—ઉત્પત્તિ ૮:૨૨.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું કૅલેન્ડર ૨૦૦૪ (અંગ્રેજી)માં જુલાઈ/ઑગષ્ટ જુઓ.

[બોક્સ/ચિત્ર on page 9]

ચંદ્ર આપણા જીવનમાં મહત્ત્વનો છે!

સદીઓથી ચંદ્રએ માનવજાતને ઘણી મુગ્ધ કરી છે. પણ શું તમે જાણો છો કે ચંદ્ર બધી ઋતુઓને અસર કરે છે? કઈ રીતે? ચંદ્ર પૃથ્વીને પોતાની ધરી પર નમવા મદદ આપે છે. એક વૈજ્ઞાનિક, આન્ડ્રુ હીલે આ વિષે કહ્યું છે કે ‘પૃથ્વી જે રીતે નમેલી છે, એનાથી જીવન શક્ય છે. એ ન હોય તો આપણે પૃથ્વી પર જીવી જ ન શકીએ.’ વિચાર કરો કે ચંદ્ર ન હોય તો પૃથ્વી યોગ્ય અંતરે ઢળેલી ન રહે. પછી આખી પૃથ્વી પર બહુ ગરમી હશે અને આ કારણથી કોઈ મનુષ્ય પૃથ્વી પર જીવતો ન રહી શકે. તેથી, તારાઓનો અભ્યાસ કરનારા કહે છે કે ‘ચંદ્રથી આપણે પૃથ્વી પર જીવી શકીએ છીએ.’—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૯.

[Credit Line

ચાંદ: U.S. Fish & Wildlife Service, Washington, D.C./Bart O’Gara

[પાન ૯ પર ચિત્ર]

ઊંટો, ઉત્તર આફ્રિકા અને અરેબિયન દ્વીપકલ્પ