તમે જે વાંચો એની કલ્પના કરી શકો છો?
તમે જે વાંચો એની કલ્પના કરી શકો છો?
તમે કોઈ અહેવાલ વાંચતા હોવ ત્યારે, શું એની કલ્પના કરી શકો છો? ત્યાંની જગ્યાઓથી જાણીતા થવાથી એ બનાવની કલ્પના કરવા ઘણી મદદ મળે છે. દાખલા તરીકે, બાઇબલમાં પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક પાઊલની મિશનરિ મુસાફરી વિષે જણાવે છે. તેમણે અંત્યોખથી પોતાની પહેલી મિશનરિ મુસાફરી શરૂ કરી. આ એ જ શહેર હતું જ્યાંથી ઈસુના શિષ્યો ખ્રિસ્તી તરીકે ઓળખાતા થયા. ત્યાર પછી પાઊલ સાલામીસ, પીસીદીના અંત્યોખ, ઈકોની, લુસ્ત્રા તથા દેર્બેમાં ગયા. આ જગ્યાઓ ક્યાં આવેલી હશે એની તમે કલ્પના કરી શકો છો?
જોકે નકશા વગર એની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ હવે “સી ધ ગુડ લૅન્ડ” નામના ૩૬ પાનાની નવી પુસ્તિકામાં ઘણા નકશા આપવામાં આવ્યા છે. મોન્ટાના, યુ.એસ.એ.ની એક બહેને કહ્યું: “હવે હું કલ્પના કરી શકું છું કે પાઊલે ક્યાં અને કયા રસ્તે મુસાફરી કરી હશે. તેમણે અને પહેલી સદીના બીજા ખ્રિસ્તીઓએ કેવા સંજોગોમાં સુસમાચાર ફેલાવ્યા હશે. આવી સરસ મદદ પૂરી પાડવા બદલ તમારો આભાર.”
પાઊલની મિશનરિ મુસાફરીના નકશા ઉપરાંત, બીજા નકશા અને ચિત્રો સાથે આ બ્રોશર એવી ઘણી માહિતી આપે છે જે બાઇબલમાં આપેલા અહેવાલની કલ્પના કરવા મદદ કરે છે. જો તમને પણ આ બ્રોશર વિષે વધારે માહિતી જોઈતી હોય તો, નીચે આપેલી કુપન ભરીને આ મૅગેઝિનના બીજા પાન પર આપેલા કોઈ પણ સરનામે લખો.
□ “સી ધ ગુડ લૅન્ડ” બ્રોશર વિષે મને વધારે માહિતી મોકલો.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણની કોઈ ફી નથી).
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Pictorial Archive (Near Eastern History) Est.