સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું કદી સલામતી આવશે?

શું કદી સલામતી આવશે?

શું કદી સલામતી આવશે?

માબાપ સાથે આનંદ કિલ્લોલથી રમતાં બાળકો. આવું દૃશ્ય જોવાનું કોને ન ગમે? પ્રેમાળ માબાપ સાથે હોય ત્યારે બાળકોને ખરેખર સલામતી મહેસૂસ થાય છે. તોપણ, બધાં બાળકોનાં જીવનમાં આવું સુખ હોતું નથી. આજે કેટલાંય બાળકો ઘરબાર વગરના છે. તેઓ આમતેમ ગુજારો કરી લેતા હોય છે. તેઓને રોજ ચિંતા હોય છે કે આજની રાત્રે ક્યાં સૂઈ જશે. શું આવા બાળકો અને તેઓના જેવું જીવન જીવી રહેલા લોકો માટે કોઈ આશા છે?

ભલે ભવિષ્ય ધૂંધળું લાગતું હોય, પણ બાઇબલ આશાનું કિરણ આપે છે. પ્રબોધક યશાયાહે ભાખ્યું હતું કે, એવો સમય આવશે જ્યારે આપણે કોઈ પણ ડર વગર સલામતીમાં રહી શકીશું. તેમણે લખ્યું: “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ.”—યશાયાહ ૬૫:૨૧, ૨૨.

પરંતુ, શું આવી આશા રાખવાને આપણી પાસે કોઈ નક્કર કારણ છે? આપણી કંઈ બધી જ “આશા” પૂરી થતી નથી. દાખલા તરીકે, ગુજરાતીમાં એક પ્રખ્યાત કહેવત છે, “આશા અમર છે.” આ કહેવત પ્રમાણે આજે ઘણા લોકો કોઈને કોઈ આશા ઝળહળતી રાખે છે. પણ ઘણા જાણે છે કે તેઓની એ આશા ક્યારેય પૂરી થવાની નથી. પરંતુ, બાઇબલમાં આપણા ઉત્પન્‍નકર્તા જે આશા આપે છે એ સાવ અલગ છે. પ્રેષિત પાઊલે લખ્યું: “જે કોઈ તેના પર [પરમેશ્વર પર] વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.” (રોમનો ૧૦:૧૧, પ્રેમસંદેશ) બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે. એ આપણને ખાતરી કરાવે છે કે પરમેશ્વર યહોવાહે આપેલી બીજી ભવિષ્યવાણીઓ પણ જરૂર પૂરી થશે. એ બધા વચનો પૂરા થશે ત્યારે, બાળકોની ઘરબાર વગરની સ્થિતિ જાણે ગઈકાલની વાત બની ગઈ હશે.

બાઇબલમાં આપેલી સલાહ, નિરાશ લોકોને સાચી આશા અને સલામતી આપે છે. એ કઈ રીતે શક્ય છે? તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓને મળો, તેઓ જરૂર આ પ્રશ્નનો જવાબ આપવા મદદ કરશે.