સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન આપતું જ્ઞાન સદા લેતા રહો

જીવન આપતું જ્ઞાન સદા લેતા રહો

જીવન આપતું જ્ઞાન સદા લેતા રહો

જર્મનીના એક ડૉક્ટર સ્ટ્રન્યુસેસ્ટ્રુન્સે હંમેશા યુવાન રહો (અંગ્રેજી) વિષય પર ઘણાં પુસ્તકો લખ્યાં. આ પુસ્તકોમાં તેમણે જણાવ્યું કે સારો ખોરાક લેવાથી અને કસરત કરવાથી તંદુરસ્તી સારી રહે છે. આપણે વધારે પણ જીવી શકીએ છીએ. તોપણ આ લેખક પોતાના વાચકોને હંમેશા જીવવાની ખાતરી આપી શકતા નથી.

જોકે, એક એવું જ્ઞાન છે જે આપણને હંમેશ માટેના સુખ-શાંતિના જીવનનું વચન આપે છે. વિચાર કરો કે જો આપણે હંમેશ માટે જીવીશું તો, કેવાં સરસ વિષયો શીખી શકીશું. ઈસુએ પ્રાર્થનામાં પરમેશ્વરને કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) પહેલા આપણે જોઈએ કે અનંતજીવનનો અર્થ શું થાય છે. એ પછી આપણે જોઈશું કે એ જ્ઞાન લેવામાં શાનો સમાવેશ થાય છે. તેમ જ એ કઈ રીતે મેળવી શકીએ.

પરમેશ્વરે બાઇબલમાં વચન આપ્યું છે કે તે આખી પૃથ્વીને ફરીથી સુંદર બગીચા જેવી બનાવશે. ત્યાં આપણે હંમેશા સુખ-શાંતિમાં જીવીશું. પરંતુ આવી પરિસ્થિતિ આવતા પહેલા મોટા ફેરફારો થશે. જેમ, જળપ્રલય આવ્યા પહેલાં નુહ અને તેમનાં કુટુંબે લોકોને સંદેશો જણાવ્યો. એવી જ રીતે આપણે પણ સંદેશો જણાવવાની જરૂર છે. માત્થીના ૨૪મા અધ્યાયની ૩૭થી ૩૯ કલમો બતાવે છે કે ઈસુએ ‘નુહના સમયની’ સરખામણી આપણા સમય સાથે કરી. એ સમયના લોકો એ કઠિન પરિસ્થિતિને “સમજ્યા” ન હતા. નુહના સંદેશા પર પણ લોકોએ ધ્યાન આપ્યું નહિ. પછી ‘નુહ વહાણમાં બેઠા’ અને જેઓએ તેમનું ન સાંભળ્યું એ બધા જળપ્રલયમાં તણાઈ ગયા. ફક્ત નુહ અને તેમનું કુટુંબ જ વહાણમાં હોવાથી, તેઓ બચી ગયા.

ઈસુએ જણાવ્યું કે આપણા સમયમાં પણ એવું જ થશે. સંદેશાને સમજીને પોતાના જીવનમાં ફેરફાર કરનારાઓ જ બચશે અને તેઓને કાયમી જીવનની આશા મળશે. વધુમાં, પરમેશ્વર મરણ પામેલા લોકોને પણ ફરીથી સજીવન કરશે. તેઓ ફરીથી ક્યારેય મરશે નહિ. (યોહાન ૫:૨૮, ૨૯) નોંધ કરો કે કેવી રીતે ઈસુએ આ બે વિચારો જણાવ્યા. મારથા સાથે સજીવન થવા વિષેની વાત કરતા ઈસુએ કહ્યું: “જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે; અને જે કોઇ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ.” આજે દુનિયાની પરિસ્થિતિ બતાવે છે કે અંતનો સમય બહુ જ નજીક છે. તેથી જો આપણે ઈસુ પર વિશ્વાસ રાખીશું તો, ‘કદી મરીશું નહિ.’—યોહાન ૧૧:૨૫-૨૭.

પછી ઈસુએ મારથાને પૂછ્યું: “તું શું એવો વિશ્વાસ રાખે છે?” તેણે કહ્યું: “હા પ્રભુ.” ધારો કે આ પ્રશ્ન ઈસુએ તમને પૂછ્યો હોત તો, તમે શું જવાબ આપ્યો હોત? શું તમને એ માનવું અઘરું લાગે છે કે આપણે ક્યારેય મરીશું નહિ? ભલે એ વિચાર આપણા માટે અઘરો હોય, પણ આપણે સર્વ કાયમ માટે જીવવા ચાહીએ છીએ. વિચાર કરો કે જો તમે ‘કદી મરો જ નહિ’ તો, કેટલું બધુ શીખી શકો છો. હમણાં તમે ઘણું બધું કરવા ઇચ્છો છો પણ કરી શકતા નથી. પરંતુ, કલ્પના કરો કે તમે જે ઇચ્છો છો એ બધું જ કરી રહ્યાં છો! તેમ જ, મરણ પામેલી વહાલી વ્યક્તિ પણ તમારી સાથે છે! જો આપણે ઈશ્વરનું જ્ઞાન લઈએ તો આ બધી જ બાબતો આપણા માટે શક્ય બની શકે છે. પરંતુ ઈશ્વરનું જ્ઞાન કઈ રીતે મેળવી શકીએ?

જીવન આપતું જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ

પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન લેવું શું આપણાં ગજા બહારની વાત છે? બિલકુલ નહિ! પરમેશ્વરના મહાન કાર્યો વિષે શીખવામાં સમય લાગી શકે. જોકે, ઈસુએ જ્ઞાન લેવાને “અનંતજીવન” સાથે સરખાવ્યું. એ વખતે શું તે કોઈ વિજ્ઞાન કે ખગોળવિદ્યાની વાત કરી રહ્યા હતા? નીતિવચનો ૨:૧-૫ જણાવે છે કે બાઇબલમાં “વચનો” અને “આજ્ઞાઓ” આપવામાં આવી છે. એમાંથી આપણે “દેવનું જ્ઞાન” મેળવી શકીએ છીએ. યોહાન ૨૦:૩૦, ૩૧ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત વિષેની સર્વ બાબતો લખવામાં આવી જેથી આપણે પણ એ પ્રમાણેનું જીવન જીવીએ.

આમ, બાઇબલમાંથી યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત વિષેનું જ્ઞાન લેવાથી આપણે કાયમી જીવન મેળવી શકીએ છીએ. બાઇબલ એક અજોડ પુસ્તક છે. તેથી, પરમેશ્વરે માણસોને એ સરળ ભાષામાં લખવા પ્રેર્યા. જેથી ઓછું ભણેલા લોકો પણ સારી રીતે સમજીને કાયમી જીવન મેળવી શકે. ઘણા લોકો ઝડપથી શીખી જાય છે. તેઓ પાસે બાઇબલમાંથી નવું નવું શીખવાનો ઘણો સમય હોય છે. તમે આ લેખ વાંચી શકો છો એ જ પુરાવો આપે છે કે તમે શીખી શકો છો. પરંતુ, તમે એનો ઉપયોગ કઈ રીતે કરી શકો?

બાઇબલનું ઊંડું જ્ઞાન સમજવા, આપણે બાઇબલનું જ્ઞાન હોય એવી વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ કરવો જોઈએ. નુહે પોતાના સમયના લોકોને ઈશ્વરનો સંદેશો આપીને જ્ઞાન આપ્યું હતું. એવી જ રીતે, આજે યહોવાહના સાક્ષીઓ પણ તમારા ઘરે આવીને ખુશી ખુશી બાઇબલમાંથી ચર્ચા કરવા ઉત્સુક છે. તેઓ કદાચ તમારી સાથે ચર્ચા કરવા દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકા અથવા જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે * પુસ્તકનો ઉપયોગ કરશે. તમને એમ માનવું અઘરું લાગી શકે કે નવી દુનિયામાં કોઈ પણ વફાદાર વ્યક્તિ “કદી મરશે જ નહિ.” પણ ધીમે ધીમે ચર્ચા કરીને તમે એ બાઇબલ વચનો પર ભરોસો મૂકી શકશો. તેથી જો તમને હંમેશ માટે સુખ શાંતિનું જીવન જોઈતું હોય તો, તમારે શું કરવું જોઈએ? એ માટે બાઇબલમાંથી શીખવાની જરૂર છે.

પરંતુ, પ્રશ્ન થઈ શકે કે બાઇબલમાંથી શીખવા કેટલો સમય લાગી શકે? માંગે છે પુસ્તિકાનો વિચાર કરો, જે સો જેટલી ભાષાઓમાં પ્રાપ્ય છે. એ પુસ્તિકા ૩૨ પાનની છે અને એમાં ફક્ત ૧૬ ટૂંકા પાઠ છે. તમે એ પુસ્તિકા થોડા મહિનાઓમાં પૂરી કરી શકશો. અથવા, તમે જ્ઞાન પુસ્તકનો અભ્યાસ કરી શકો. એ પુસ્તકમાં ૧૯ પ્રકરણો છે. જો તમે અઠવાડિયાનો એક કલાક આપો તો, તમે જ્ઞાન પુસ્તકમાંથી અમુક જ મહિનામાં બાઇબલના મહત્ત્વના વિષયો શીખી શકશો. આ પુસ્તક અને પુસ્તિકાએ ઘણા લોકોને જ્ઞાન મેળવવા અને પરમેશ્વર સાથે ગાઢ સંબંધ કેળવવા મદદ કરી છે. પરમેશ્વરને દિલથી ચાહનારાઓને એ કાયમી જીવન મેળવવા માટે મદદ કરે છે.

જીવન આપનારું જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ. આખું બાઇબલ અથવા એના અમુક ભાગો ૨૦૦૦થી વધારે ભાષાઓમાં છે. યહોવાહના સાક્ષીઓ ૨૩૫ દેશોમાં ખુશીથી લોકોને બાઇબલની સમજણ આપે છે. વધુમાં તેઓએ બહાર પાડેલા પ્રકાશનોમાંથી પણ તમે તમારા જ્ઞાનમાં વધારો કરીને હંમેશનું જીવન મેળવી શકો.

અભ્યાસ કરો

પરમેશ્વર સાથેનો તમારો સંબંધ કેવો છે એ તમારી અંગત બાબત છે. એ સંબંધને તમે પોતે જ જાળવી શકો છો. પરમેશ્વર જ તમને હંમેશ માટે સુખ શાંતિનું જીવન આપે છે. તેથી, તમારે નિયમિત બાઇબલમાંથી શીખવું જોઈએ. એ માટે જો તમે થોડો સમય આપો તો, નિયમિત રીતે કોઈ તમારા ઘરે આવીને તમને શીખવશે.

યાદ રાખો કે “દેવનું જ્ઞાન” આપણને બાઇબલ અને એની સમજણ આપતા પુસ્તકોમાંથી મળે છે. તેથી તમારે એ પુસ્તકોને સંભાળીને રાખવા જોઈએ. (નીતિવચનો ૨:૫) જો તમે એને સાચવશો તો, વર્ષો સુધી તમે એને ઉપયોગમાં લઈ શકશો. જો તમે ગરીબ દેશોમાં રહેતા હોય તો તમારી પાસે સ્કુલ-કૉલેજના બધા જ પુસ્તકો નહિ હોય. મોટે ભાગે તમે સાંભળી અને ધ્યાન આપીને શીખ્યા હશો. દાખલા તરીકે, બેનીન દેશનો વિચાર કરો. એમાં ૫૦થી વધારે ભાષાઓ બોલાય છે. એમાંય લોકો ચાર કે પાંચ ભાષા બોલતા હોય છે. જોકે તેઓ પાસે એ ભાષાના કોઈ પાઠ્યપુસ્તકો ન હોય તોપણ તેઓ સારી રીતે બોલે છે. ખરેખર પરમેશ્વરે આપણને ધ્યાનથી સાંભળવાની અને શીખવાની ભેટ આપી છે. તેમ છતાં, એ પુસ્તકો સંભાળીને રાખવાથી તમને શીખવામાં મદદ મળશે.

તમારું કુટુંબ મોટું હોય તો, તમારું બાઇબલ અને એના આધારિત પુસ્તકો વ્યવસ્થિત જગ્યાએ મૂકી શકો. એવી જગ્યાએ મૂકો કે જ્યાંથી તમને તરત મળી જાય અને એને કીડા ન ખાય.

પરિવાર સાથે અભ્યાસ

તમે માબાપ હોવ તો, તમે જે શીખી રહ્યાં છો એ તમારાં બાળકોને પણ શીખવા મદદ કરો. વિકસિત દેશોમાં માબાપ પોતાનાં બાળકોને જીવન જરૂરી બાબતો શીખવતા હોય છે. જેમ કે, રસોઈ બનાવવી, લાકડાં વીણવાં, પાણી ભરવું, ખેતરમાં કામ કરવું, માછલી પકડવી તેમ જ વેપાર-ધંધો કરવો. સાચે જ, એ બાબતો તેઓને જીવનમાં મદદરૂપ થાય છે. પરંતુ, મોટા ભાગના માબાપ જીવન જરૂરી બાબતો સાથે યહોવાહ વિષે શીખવતા નથી.

ભલે તમારા સંજોગો ગમે તે હોય પણ તમારે તમારા બાળકોને શીખવવા સમય કાઢવો જ જોઈએ. પરમેશ્વર આપણને સમજે છે. આથી, તેમણે બાળકોને કઈ રીતે શીખવવું એ જણાવ્યું છે. તેમણે કહ્યું કે: “તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૭) આ બાબતને ધ્યાનમાં રાખીને તમે પણ બાળકોને શીખવવાનો કાર્યક્રમ બનાવી શકો. જેમ કે,

૧. “જ્યારે તું ઘરમાં બેઠો હોય”: તમને શીખવવામાં આવ્યું હતું તેમ, નિયમિત રીતે તમારાં બાળકો સાથે અઠવાડિયામાં એક વાર બાઇબલમાંથી ચર્ચા કરો. બાળકોને બાઇબલમાંથી શીખવવા માટે યહોવાહના સાક્ષીઓ પાસે અનેક પુસ્તકો છે, જે જુદી જુદી ઉંમરના છોકરાંઓને મદદ કરશે.

૨. “જ્યારે તું રસ્તે ચાલતો હોય”: તમે બાળકોને જીવન જરૂરી બાબતો શીખવો છો તેમ તેઓને યહોવાહ વિષે પણ શીખવો.

૩. “જ્યારે તું સૂઈ જાય”: દરરોજ રાતે સૂતા પહેલાં તમારા બાળકો સાથે પ્રાર્થના કરો.

૪. “જ્યારે તું ઊઠે”: ઘણા કુટુંબોએ દરરોજ સવારે બાઇબલની કલમ વાંચીને એની ચર્ચા કરવાથી સારા પરિણામો અનુભવ્યા છે. એ માટે યહોવાહના સાક્ષીઓ દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં * પુસ્તિકાનો ઉપયોગ કરે છે.

ગરીબ દેશોમાં ઘણા માબાપ પોતાના એકાદ બાળકને સારી નોકરી મળે માટે ઉચ્ચ શિક્ષણ અપાવતા હોય છે. જેનાથી તેઓ ઘરડાં થાય ત્યારે બાળકો તેમની સારી રીતે કાળજી રાખી શકે. જો તમે બાઇબલમાંથી શીખતા હોવ તો તમારા બાળકોને પણ શીખવા મદદ કરવી જોઈએ. એનાથી તમને અને તમારા કુટુંબને એવું જ્ઞાન મળશે કે જેથી તમે સુખ શાંતિથી હંમેશ માટે જીવી શકો.

શું આપણે ક્યારેય બાઇબલનું બધું જ જ્ઞાન મેળવી શકીશું? બિલકુલ નહિ! આપણે ધીમે ધીમે આ જ્ઞાન મેળવી શકીશું. સભાશિક્ષક ૩:૧૧ જણાવે છે કે “દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે; વળી તેણે તેઓનાં હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અથથી તે ઈતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.” ખરેખર, જ્ઞાન લેવું ખુશીની વાત છે. આપણે ક્યારેય જ્ઞાન લેવાનું છોડીશું નહિ.

[ફુટનોટ્‌સ]

^ બંને પ્રકાશનો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે.

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

[પાન ૫ પર બ્લર્બ]

જ્ઞાન જે આપણને અનંતજીવન આપી શકે

[પાન ૭ પર ચિત્ર]

તમારા કુટુંબને મદદ કરો જેથી તેઓ હમણાં અને કાયમ માટેનું જ્ઞાન લઈ શકે