સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મકદોનિયામાં રાજ્ય સંદેશો જણાવવો

મકદોનિયામાં રાજ્ય સંદેશો જણાવવો

મકદોનિયામાં રાજ્ય સંદેશો જણાવવો

પ્રેરિત પાઊલે એક સંદર્શન જોયું. એમાં એક માણસે તેમની મદદ માંગતા કહ્યું, “મકદોનિયા આવીને અમને સહાય કર.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૯) આ શબ્દો પરથી જોવા મળે છે કે એ વિસ્તારમાં પરમેશ્વરના રાજ્યનો સંદેશો જણાવવાની કેટલી જરૂર હતી. શું આજે પણ ગ્રીસના આ શહેરોમાં સંદેશો જણાવવાની એટલી જ જરૂર છે?

મકદોનિયામાં હજુ ઘણા એવા લોકો છે કે જેઓએ પરમેશ્વરનું નામ સુદ્ધાં સાંભળ્યું નથી. આ દેશમાં યહોવાહના એક સાક્ષીએ ૧,૮૪૦ લોકોને રાજ્ય સંદેશો જણાવવાનો છે. ખરેખર અહીંના લોકોને રાજ્યનો સંદેશો જણાવવાની જરૂર છે.—માત્થી ૨૪:૧૪.

પરમેશ્વરે તેઓની આ જરૂરિયાતને પૂરી કરવાનો માર્ગ ખોલ્યો. નવેમ્બર ૨૦૦૩માં એક દિવસ મકદોનિયાના સ્કોપ્યે શહેરમાં યહોવાહના સાક્ષીઓની ઑફિસમાં ફોન આવ્યો. આ ફોન મેકેદોનિયન સેંટર ફૉર ઇંટરનેશનલ કોઑપરેશન નામના સંગઠનમાંથી હતો. તેઓએ ત્રણ દિવસના પ્રદર્શનની ગોઠવણ કરી હતી. એની શરૂઆત વીસમી નવેમ્બરથી થવાની હતી. તેઓએ સાક્ષીઓને આ પ્રદર્શનમાં એક નાનો સ્ટોલ નાખવાનું આમંત્રણ આપ્યું. તેઓએ સાક્ષીઓને પોતાની માન્યતાઓ બીજાઓને જણાવવાનું કહ્યું. રાજ્યનો સંદેશો નહિ સાંભળનાર હજારો લોકો સુધી પહોંચવાની આ કેવી સોનેરી તક હતી!

યહોવાહના સાક્ષીઓ સ્ટોલ લગાવવાના કામમાં લાગી ગયા. એ સ્ટોલમાં મેસેડોનીયન ભાષામાં અલગ અલગ પુસ્તક-પુસ્તિકાઓ રાખવામાં આવ્યા. જેથી લોકો પોતાનું મનપસંદ સાહિત્ય લઈ જઈ શકે. આ પ્રદર્શનને કારણે ઘણા લોકો પરમેશ્વરનું જ્ઞાન મફતમાં મેળવી શક્યા.—પ્રકટીકરણ ૨૨:૧૭.

લોકોએ ખાસ કરીને પોતાના જીવનના મહત્ત્વના વિષયોમાં રસ બતાવ્યો. જેમ કે, યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે અને કૌટુંબિક સુખનું રહસ્ય. * અઠ્ઠાણુ લોકોએ પોતાના સરનામાં આપ્યા. અને યહોવાહના સાક્ષીઓ તેઓને આવીને મળે એવી વિનંતી કરી. ઘણા લોકોએ યહોવાહના સાક્ષીઓના સારાં કામ અને તેઓના સાહિત્યની પ્રશંસા કરી.

એક માણસ તેના નાના દીકરા સાથે સ્ટોલ પાસે આવ્યો. તેણે પૂછ્યું ‘શું નાનાં બાળકો માટે તમારી પાસે કોઈ પુસ્તક છે?’ સાક્ષીઓએ તેને બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક * આપ્યું. એ પુસ્તકના પાનાઓ ફેરવી જોઈને તે બહુ ખુશ થઈ ગયો. તેણે એ પુસ્તકની કિંમત પૂછી. ભાઈઓએ તેને જણાવ્યું કે યહોવાહના સાક્ષીઓ લોકોને શીખવવાનું કામ કરે છે. એ કામ માટે લોકો પોતાની મરજીથી દાન આપે એને અમે ખુશીથી સ્વીકારીએ છીએ. એ સાંભળીને તેને ખૂબ જ આનંદ થયો. (માત્થી ૧૦:૮) તેણે પોતાના દીકરાને પુસ્તક બતાવીને કહ્યું: “જો આ કેવું સરસ પુસ્તક છે! ડેડી તને દરરોજ આ પુસ્તકમાંથી વાર્તા સંભળાવશે!”

ફિલસૂફીના એક પ્રોફેસર પણ સ્ટોલ પર આવ્યા. તેમને બધા ધર્મોમાં અને ખાસ કરીને યહોવાહના સાક્ષીઓમાં બહુ રસ હતો. તેમણે મેનકાઈન્ડ સર્ચ ફોર ગૉડ, * પુસ્તક ખોલીને જોયું. પછી તેમણે તરત જ કહ્યું: “ખરેખર આમાં બધી જાણકારી વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે! હું જે વિચારતો હતો એ બધું જ આમાં પણ લખવામાં આવ્યું છે.” થોડી વાર પછી તેમના અમુક વિદ્યાર્થીઓ પણ આવ્યા. તેઓએ પણ એ પુસ્તક લીધું. તેઓને લાગ્યું કે પ્રોફેસર તેઓને ભણાવતી વખતે આ પુસ્તકની માહિતીનો ઉપયોગ કરી શકે. આથી, તેઓ આ પુસ્તકનો અભ્યાસ કરવા ચાહતા હતા.

આ પ્રદર્શનને લીધે અમુક લોકો પહેલી વાર પરમેશ્વર વિષે સાંભળી શક્યા. સાહિત્ય પણ મેળવી શક્યા. મૂક બધિર યુવાનોની એક ટોળી પણ આવી. જેથી તેઓ પોતાને મનપસંદ પુસ્તક મેળવી શકે. એક સાક્ષી ભાઈએ તેઓ સાથે થોડી વાર ચર્ચા કરી. ત્યાં સાઈન લેંગ્વેજ જાણનારી છોકરી પણ હતી, તેણે ભાઈ જે કહે એનું ભાષાંતર કર્યું. તેમણે તેઓને કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ, * પુસ્તક બતાવ્યું. તેઓને ચિત્રો બતાવીને સમજાવ્યું કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે બીમારોને સાજા કર્યા એમાં અમુક બધિર પણ હતા. આ બધિર યુવાનોને બાઇબલનું એ વચન “સાંભળીને” ખુશી થઈ કે જલદી જ ઈસુ બીમાર લોકોને સાજા કરશે. એમાનાં અમુક બધિરોએ ખુશીથી બાઇબલનું સાહિત્ય લીધું. સાઈન લેંગ્વેજ જાણતા સાક્ષીઓ તેઓને પાછા મળે એવી ગોઠવણ કરવામાં આવી.

સાક્ષીઓએ મેસેડોનીયન ભાષા સિવાય અંગ્રેજી, આલ્બેનિયન અને તુર્કી ભાષામાં પણ પ્રકાશનો રાખ્યા. એક માણસ મેસેડોનીયન ભાષા જાણતો ન હતો. તેથી તેણે અંગ્રેજીમાં સાહિત્ય માંગ્યું. ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો આપવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું કે પોતે તુર્કી ભાષા બોલે છે. તુર્કી ભાષામાં તેને સાહિત્ય બતાવ્યું ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો નહોતો! તે જોઈ શક્યો કે યહોવાહના સાક્ષીઓ ખરેખર દરેક લોકોને મદદ કરવા ચાહે છે.

આ પ્રસંગે લોકોને સારી સાક્ષી મળી. ઘણા લોકોને બાઇબલ સત્યમાં રસ છે એ જોઈને યહોવાહના સાક્ષીઓને ઘણી ખુશી થઈ! સાચે જ, મકદોનિયામાં વધારે લોકો રાજ્યનો સંદેશો સાંભળે એ માટે યહોવાહ પરમેશ્વરે માર્ગ ખોલ્યો.

[ફુટનોટ્‌સ]

^ આ જ બધા પુસ્તકો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.

^ આ જ બધા પુસ્તકો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.

^ આ જ બધા પુસ્તકો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.

^ આ જ બધા પુસ્તકો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

એક ખાસ ઘટના

મે ૧૭, ૨૦૦૩માં એક ખાસ ઘટના બની. મકદોનિયામાં પરમેશ્વરના રાજ્યનો સંદેશો જણાવવા એક મોટું પગલું ભરવામાં આવ્યું. સ્કૉપયેમાં યહોવાહના સાક્ષીઓની નવી ઑફિસનું સમર્પણ કરવામાં આવ્યું. એને તૈયાર થતા બે વર્ષ લાગ્યા. એ પહેલી ઑફિસની સરખામણીમાં ચાર ગણી મોટી છે.

એમાં ત્રણ અલગ-અલગ ઇમારતો છે. વળી, એમાં દેખરેખ રાખનાર અને ટ્રાન્સલેશન ઑફિસ, રહેવા માટેની સગવડ, રસોડું અને લોન્ડ્રી પણ છે. યહોવાહના સાક્ષીઓના ગવર્નિંગ બોડીના સભ્ય ગાઈ પીઅર્સે પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમ માટે ૧૦ દેશોમાંથી મહેમાનો આવ્યા હતા. એ નવી ઇમારતો જોઈને બધાને બહુ ખુશી થઈ.

[પાન ૮, ૯ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

બલ્ગેરિયા

મકદોનિયા

સ્કોપ્યે

આલ્બેનિયા

ગ્રીસ

[પાન ૮ પર ચિત્ર]

સ્કોપ્યે, મકદોનિયા