સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મારા જીવનનો એક યાદગાર દિવસ”

“મારા જીવનનો એક યાદગાર દિવસ”

“મારા જીવનનો એક યાદગાર દિવસ”

ઑસ્ટ્રૅલિયાની બીયોન્ડબ્યૂ નામની સરકારી ફંડ એજન્સીએ કહ્યું, ‘યુવાનોમાં ડિપ્રેશનનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. તેઓમાં આ સૌથી મોટી માનસિક બીમારી છે.’ એક સંશોધન બતાવે છે કે દર વર્ષે લગભગ એક લાખ યુવાનો ડિપ્રેશનનો ભોગ બને છે.

યહોવાહની સેવા કરતા યુવાનો પણ એમાંથી કંઈ બાકાત નથી. યહોવાહમાં વિશ્વાસને લીધે, તેઓ ડિપ્રેશનમાંથી બહાર નીકળી શક્યા છે. યુવાનીને સફળ બનાવી શક્યા છે. એના લીધે બીજાઓને સારી સાક્ષી મળી છે. કેવી રીતે?

અઢાર વર્ષની ક્લેરાના અનુભવનો વિચાર કરો. તે અને તેની મમ્મી મેલબર્નમાં યહોવાહના સાક્ષીઓના મંડળમાં જાય છે. ક્લેરાના પપ્પા ઘર છોડીને જતા રહ્યા ત્યારે તે બહુ ડિપ્રેસ થઈ ગઈ. પરંતુ, તેના મહાન પિતા, પરમેશ્વર યહોવાહમાંથી તેનો વિશ્વાસ ડગી ગયો નહિ. એક દિવસ ક્લેરાની મમ્મીની તબિયત સારી ન હતી ત્યારે તેની ડૉક્ટર લિડીયા ક્લેરાના ઘરે આવી. તબિયત તપાસ્યા પછી, તેણે ક્લેરાને બજાર સુધી કારમાં લઈ જવાની ઑફર કરી. રસ્તામાં તેણે ક્લેરાને પૂછ્યું, ‘શું તારો કોઈ બોયફ્રેન્ડ છે?’ ક્લેરાએ કહ્યું, ‘હું યહોવાહની સાક્ષી છું. હું છોકરાઓ સાથે લફરાં કરતી નથી.’ આ સાંભળીને ડૉક્ટરને ઘણું આશ્ચર્ય થયું. ક્લેરાએ સમજાવ્યું કે બાઇબલે કઈ રીતે જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા મદદ કરી છે. પછી ક્લેરાએ પોતાને જે પુસ્તકમાંથી મદદ મળી હતી, એ ડૉક્ટરને આપ્યું. પુસ્તકનો વિષય હતો, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે.

એના ત્રણેક દિવસ પછી, લિડીયાએ ક્લેરાની મમ્મીને ફોન કર્યો. તેણે કહ્યું કે, ‘એ પુસ્તક ખૂબ જ સરસ હતું.’ તેણે પોતાની સાથે કામ કરનારાઓ માટે બીજાં છ પુસ્તકો મંગાવ્યાં. ક્લેરાએ પુસ્તકો આપ્યાં ત્યારે, ડૉક્ટરે તેને કહ્યું, ‘તારા વિશ્વાસે મારા પર બહુ ઊંડી અસર કરી છે.’ ક્લેરાએ તેમને બાઇબલ સ્ટડીની ઑફર કરી કે જે તેમણે તરત સ્વીકારી લીધી.

ક્લેરા ઘણા મહિનાઓ સુધી, ડૉક્ટર સાથે તેમની બપોરની રીસેસમાં બાઇબલની ચર્ચા કરતી. એક દિવસ ડૉક્ટરે ક્લેરાને પૂછ્યું, ‘યુવાનોમાં ડિપ્રેશન વિષે ચર્ચા કરતા સેમિનારમાં શું તું કંઈક જણાવી શકે?’ પહેલાં તો ક્લેરા થોડી ખચકાઈ, પણ પછી હા પાડી. આ સેમિનારમાં લગભગ ૬૦ લોકો આવ્યા હતા. મગજના રોગના ચાર નિષ્ણાતોએ શ્રોતાઓને પોતાના વિચારો જણાવ્યા. પછી ક્લેરાનો વારો આવ્યો. ક્લેરાએ જણાવ્યું કે યુવાનો પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખે એ કેટલું મહત્ત્વનું છે. તેણે એ પણ બતાવ્યું કે યહોવાહ યુવાનોની ખૂબ કાળજી રાખે છે. જેઓ મદદ અને દિલાસા માટે તેમની પાસે જાય છે તે સર્વને યહોવાહ જરૂર મદદ કરે છે. ક્લેરાએ એ પણ જણાવ્યું કે ભલે શરીરની હોય કે મગજની, યહોવાહ જલદી જ બધી બીમારીઓ દૂર કરશે. (યશાયાહ ૩૩:૨૪) તેની આ સરસ સમજણથી લોકોને કેવું લાગ્યું?

ક્લેરા કહે છે, “એ સેમિનાર પછી ઘણા મારી પાસે આવ્યા અને કહ્યું કે તારા જેવા યુવાન લોકો પરમેશ્વર વિષે વાત કરે છે એ જાણીને ઘણું આશ્ચર્ય થયું. મેં યુવાન લોકો પૂછે છે પુસ્તકની ૨૩ કૉપી વહેંચી. શ્રોતાઓમાંની ત્રણ છોકરીઓએ મને પોતાના ફોન નંબર આપ્યા. એમાંની એક છોકરી મારી સાથે હવે બાઇબલ અભ્યાસ કરે છે. એ દિવસ ખરેખર મારા જીવનના સૌથી યાદગાર દિવસોમાંનો એક હતો.”