સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“પછી શું થયું?”

“પછી શું થયું?”

“પછી શું થયું?”

રશિયામાં નીઝલોબનાયા નામનું એક શહેર છે. ત્યાં એક હાઈસ્કૂલમાં લિટરેચરનો ક્લાસ ચાલતો હતો. એ ક્લાસમાં રશિયાના એક લેખકનાં પુસ્તકો પર વાત ચાલતી હતી. આ લેખકનું નામ મીકહેલ બુલગકફ હતું. મીકહેલે ઘણાં પુસ્તકો લખ્યાં છે. એમાંનું એક ઈસુ ખ્રિસ્ત વિષે હતું, જેના પર ક્લાસમાં ચર્ચા થઈ રહી હતી. આ પુસ્તકમાં લેખકે ઈસુ ખ્રિસ્તની હાંસી ઉડાવી હતી. ઈસુને બદનામ કર્યા હતા. અને શેતાનને હીરો બનાવ્યો હતો. ચર્ચા પૂરી થયા પછી આ પુસ્તકમાંથી શું શીખ્યા એના વિષે ટીચરે તેઓને લખવાનું કહ્યું. ક્લાસમાં એક સોળ વર્ષનો યહોવાહનો સાક્ષી હતો. તેનું નામ એન્દ્રે હતું. તેણે ટીચરને સમજાવ્યું કે પોતે જે માને છે એના કારણે, આવા પુસ્તક વિષે નહિ લખી શકે. પણ જો ટીચરને વાંધો ન હોય તો તે ઈસુ ખ્રિસ્ત વિષે લખી શકે. એમાં સમજાવશે કે તે પોતે ઈસુ વિષે શું માને છે. ટીચર સંમત થયા.

એન્દ્રેએ લખ્યું, તે બધાના જુદા જુદા વિચારોની કદર કરે છે. લોકો શું માને શું ન માને, એ દરેકનો હક્ક છે. પણ જો ઈસુ વિષે સત્ય શીખવું હોય, તો બાઇબલમાંથી માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકો વાંચવા જોઈએ. આમ કરવાથી “તમે ઈસુના જીવન વિષે શીખી શકશો. તેમના શિક્ષણ વિષે જાણી શકશો. એમાંની બધી માહિતી કોઈ બનાવટી વાર્તાઓ નથી, પણ લોકોએ નજરે જોયેલી હકીકત છે.” એન્દ્રેએ એમ પણ જણાવ્યું કે “મીકહેલે તેના પુસ્તકમાં શેતાનને હીરોનું રૂપ આપ્યું છે. ખરું કે લોકોને એ વાંચવાથી મજા આવી શકે પણ મને જરાયે નથી ગમતું.” તેણે જણાવ્યું કે શેતાને ઈશ્વર યહોવાહની ભક્તિ કરવાનું છોડી દઈને તેમની સામે થયો. આમ તે ઈશ્વરનો કટ્ટર દુશ્મન બન્યો છે. આ રીતે તે મનુષ્ય પર દુઃખ, હિંસા અને જુલમ લઈ આવ્યો. અંતે એન્દ્રેએ લખ્યું કે ‘મને મીકહેલ બુલગકફ સાથે કોઈ નફરત નથી. પણ મને નથી લાગતું કે તેનું આ પુસ્તક વાંચવાથી મને કંઈ ફાયદો થશે. ઈસુ ખ્રિસ્ત વિષે સાચું જ્ઞાન તો બાઇબલમાં જ છે. એ મને વાંચવું ગમે છે.’

એન્દ્રેએ જે લખ્યું એ ટીચરને એટલું ગમ્યું કે તેમણે તેને ઈસુ ખ્રિસ્ત વિષે ક્લાસમાં એ વાંચવાનું કહ્યું. એન્દ્રે એ વાંચવા રાજી થયો. લિટરેચરના તેઓના બીજા ક્લાસમાં એન્દ્રેએ એ વાંચી સંભળાવ્યું. તેણે સમજાવ્યું કે શા માટે તે માને છે કે ઈસુ જેવા બીજા કોઈ પણ માણસ થયા નથી. પછી તેણે બાઇબલમાંથી ઈસુના મરણ વિષે વાંચી સંભળાવ્યું. આ માહિતી માત્થીના પુસ્તકમાંથી હતી. એન્દ્રેને જેટલો સમય ફાળવ્યો હતો એ પૂરો થઈ ગયો. તેથી તે બેસી જવા ઇચ્છતો હતો. પણ ક્લાસના વિદ્યાર્થીઓ પૂછવા લાગ્યા કે “અમને વધારે જણાવ, ત્યાર પછી શું થયું?” એન્દ્રેએ માત્થીમાંથી વાંચવાનું ચાલુ રાખ્યું, જેમાં જણાવ્યું છે કે યહોવાહ કેવી રીતે ઈસુને મરણમાંથી જીવતા કરે છે.

પછી તેના ક્લાસના વિદ્યાર્થીઓ યહોવાહ અને ઈસુ વિષે ઘણા પ્રશ્નો પૂછવા લાગ્યા. એન્દ્રે કહે છે કે, “મેં યહોવાહને પ્રાર્થના કરી હતી કે તે મને મદદ કરે. અને યહોવાહે મારી પ્રાર્થના ચોક્કસ સાંભળી હતી. મેં મારા ક્લાસના વિદ્યાર્થીઓના બધા જ પ્રશ્નોના જવાબો આપ્યા.” લેસન પછી એન્દ્રેએ તેની ટીચરને કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ * પુસ્તક આપ્યું, જે તેમણે ખુશીથી સ્વીકાર્યું. એન્દ્રે કહે છે કે “મારી ટીચરે મને સારા માર્ક્સ આપ્યા અને કહ્યું કે, ‘ભલે બીજાઓ ગમે એ માને તોપણ કેટલું સારું છે કે તેં પોતે નક્કી કર્યું છે કે તારે શું માનવું. અને એ વિષે જણાવતા તું શરમાતો પણ નથી.’ તેમણે મને એમ પણ જણાવ્યું કે તે પણ ઈસુ વિષે મારા જેવું જ માને છે.”

યહોવાહ અને ઈસુ ખ્રિસ્તનું અપમાન કરતાં પુસ્તકો ન વાંચવાનું એન્દ્રેએ નક્કી કર્યું હોવાથી તેને બહુ જ આનંદ થાય છે. એ ન વાંચવાથી એન્દ્રેને ખોટી માન્યતાઓથી રક્ષણ મળ્યું અને બીજાઓને પણ તેની માન્યતા વિષે જણાવી શક્યો. (w06 3/1)

[ફુટનોટ]

^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.