સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વર અન્યાયી નથી

પરમેશ્વર અન્યાયી નથી

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

પરમેશ્વર અન્યાયી નથી

ઉત્પત્તિ ૧૮:૨૨-૩૨

જે વ્યક્તિ ભેદભાવ રાખતી ન હોય, જે સાચું છે એનો જ પક્ષ લેતી હોય, એવી વ્યક્તિઓ બધાને ગમે છે. માણસમાં જન્મથી જ સાચાનો પક્ષ લેવાની ભાવના હોય છે. તેમ છતાં દુનિયામાં આજે લોકોને સાચો ન્યાય મળતો નથી. પણ પરમેશ્વર યહોવાહ હંમેશાં સાચો ન્યાય કરે છે. એટલે આપણે ખાતરી રાખવી જોઈએ કે તે ભવિષ્યમાં સાચો ન્યાય કરશે. એની સાબિતી આપણને યહોવાહ અને ઈબ્રાહીમની વાતચીત પરથી જોવા મળે છે. એનો અહેવાલ બાઇબલના ઉત્પત્તિ ૧૮:૨૨-૩૨માં આપેલો છે. *

યહોવાહે જણાવ્યું કે તે સદોમ અને ગમોરાહનો નાશ કરવાના છે, ત્યારે ઈબ્રાહીમને ચિંતા થવા લાગી કે ત્યાં રહેતા ન્યાયી લોકોનું શું? ત્યાં રહેતા તેના ભત્રીજા લોતનું શું? એટલે તે યહોવાહને પૂછે છે, “શું તું દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશે? કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તું તેનો નાશ કરશે, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવે?” (કલમો ૨૩, ૨૪) ઈશ્વરે તેને કહ્યું કે જો એ શહેરમાં ફક્ત ૫૦ લોકો પણ ન્યાયી હશે તો તે નાશ નહીં કરે. ઈબ્રાહીમ પછી ૪૫ ન્યાયી લોકો માટે પૂછે છે. આ રીતે તે લોકોની સંખ્યા ઓછી કરી કરીને પાંચ વખત ઈશ્વરને વિનંતી કરે છે. દર વખતે ઈશ્વર તેની વિનંતીને માન્ય રાખે છે.

શું આ રીતે ઈબ્રાહીમ ઈશ્વર જોડે દલીલ કરતા હતા? ના. જો તે એમ કરતા હોત તો તે ખૂબ જ ઘમંડી ગણાત. ઈબ્રાહીમે જે રીતે વાત કરી એમાં આપણે તેમની નમ્રતા જોઈ શકીએ છીએ. તે પોતાને “ધૂળ તથા રાખ” જેવા ગણે છે. (કલમો ૨૭, ૩૦, ૩૨) ઈબ્રાહીમને પૂરો ભરોસો હતો કે “આખી પૃથ્વીનો ન્યાયાધીશ” યહોવાહ યોગ્ય ‘ન્યાય કરશે.’ (કલમ ૨૫) એટલે જ તે એક વાર નહિ પણ બે વાર જણાવે છે કે ન્યાયી લોકોનો નાશ કરવો તમારાથી ‘વેગળું થાઓ.’

આ અહેવાલમાં ઈબ્રાહીમના અનુભવમાંથી શું શીખવા મળે છે? એક તો તેમની વિનંતીઓ યોગ્ય ન હતી, કેમ કે તેમને લાગ્યું કે એ શહેરોમાં ઓછામાં ઓછા દસ નમ્ર લોકો હશે. બીજું કે તેમને પૂરી ખાતરી હતી કે યહોવાહ “દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર” નહિ કરે. જ્યારે ઈશ્વરે એ દુષ્ટ શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે દૂતની મદદથી ન્યાયી લોત અને તેમની દીકરીઓને બચાવી લીધા.—૨ પીતર ૨:૭-૯.

આ અહેવાલ આપણને યહોવાહ વિષે શું શીખવે છે? જ્યારે ઈબ્રાહીમે વિનંતી કરી ત્યારે એક મિત્રની જેમ તેમણે એ વાતો ધ્યાનથી સાંભળી. આ રીતે તેમને જાણવું હતું કે ઈબ્રાહીમના દિલમાં શું છે. (યશાયાહ ૪૧:૮) આ બતાવે છે કે યહોવાહ એક નમ્ર પરમેશ્વર છે. અને પોતાના લોકોને માન આપે છે. તેથી આપણે પૂરો ભરોસો રાખીએ કે યહોવાહ જે પણ નિર્ણય લેશે એ હંમેશાં સાચો જ હશે. (w09 1/1)

[ફુટનોટ]

^ આ પ્રસંગે યહોવાહ પોતાના દૂત દ્વારા વાતચીત કરે છે. બીજો એક દાખલો ઉત્પત્તિ ૧૬:૭-૧૧, ૧૩માં મળે છે.

[પાન ૧૪ પર ચિત્ર]

ઈબ્રાહીમે સદોમ અને ગમોરાહના લોકો માટે યહોવાહને વિનંતી કરી