ઈશ્વર કેવા છે?
ઈશ્વર કેવા છે?
લોકો કહે છે:
◼ ‘ઈશ્વર બધે છે.’
◼ “ઈશ્વર વ્યક્તિ નથી, પણ શક્તિ છે.” ઈસુએ શું કહ્યું?
◼ “મારા બાપના ઘરમાં રહેવાનાં ઠેકાણાં ઘણાં છે.” (યોહાન ૧૪:૨) અહીં ઈસુ જણાવે છે કે ઈશ્વરને રહેવા માટે જાણે ઘર છે.
◼ “હું બાપ પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું; વળી હું જગતને છોડીને બાપની પાસે જાઉં છું.” (યોહાન ૧૬:૨૮) અહીં ઈસુ શીખવે છે કે ઈશ્વર વ્યક્તિ છે. તે સ્વર્ગમાં રહે છે.
ઈસુ માનતા હતા કે ઈશ્વર એક વ્યક્તિ છે, નહિ કે શક્તિ. ઈશ્વરનું નામ ‘યહોવાહ’ છે. ઈસુ તેમની સાથે વાત કરતા. તેમને પ્રાર્થના કરતા. અનેક વાર યહોવાહને પિતા કહીને પણ બોલાવતા. એ બતાવે છે તેઓનો નાતો કેટલો પાકો હતો.—માત્થી ૬:૧૪, ૨૬, ૩૨.
ખરું કે ‘ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી’ અને જોઈ શકશે પણ નહિ. તે અદૃશ્ય છે. (યોહાન ૧:૧૮) એનો અર્થ એ નથી કે તેમનું કોઈ રૂપ જ નથી. બાઇબલ કહે છે કે ‘જેમ માણસને શરીર છે’ તેમ સ્વર્ગમાં રહેનારાને પણ રૂપ છે.—૧ કોરીંથી ૧૫:૪૪.
ઈસુ મરણ પામ્યા પછી, ઈશ્વરે તેમને જીવતા કર્યા. ઈસુ સ્વર્ગમાં કે ‘આકાશમાં ગયા. જેથી તે આપણે સારૂ ઈશ્વરની સમક્ષ હાજર થાય.’ (હેબ્રી ૯:૨૪) અહીં બે મહત્ત્વની બાબતો શીખવા મળે છે. એક કે ઈશ્વર સ્વર્ગમાં રહે છે. બીજું કે ઈશ્વર બધે જ રહેતી શક્તિ નથી, પણ વ્યક્તિ છે.
તો પછી ઈશ્વર કઈ રીતે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરી શકે? જેમ પિતા પોતાનાં બાળકોને મદદ કરે છે, એમ ઈશ્વર આપણને મદદ કરે છે. કઈ રીતે? ઈશ્વર પોતાની શક્તિ મોકલીને એમ કરે છે. તે પોતાની શક્તિ દ્વારા કોઈ પણ કામ પૂરું કરી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦; ૧૩૯:૭.
બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરનો સ્વભાવ કેવો છે. તેમને શું ગમે છે, શું નથી ગમતું. જેમ કે, તે મૂર્તિપૂજાને સખત નફરત કરે છે. દુષ્ટતા જોઈને તેમનું કાળજું કપાઈ જાય છે. તેમને ઇન્સાન પર બહુ જ પ્રેમ છે. પોતાનાં કાર્યોથી તે આનંદ મેળવે છે. (ઉત્પત્તિ ૬:૬; પુનર્નિયમ ૧૬:૨૨; ૧ રાજાઓ ૧૦:૯; ગીતશાસ્ત્ર ૧૦૪:૩૧) એટલે જ ઈસુએ કહ્યું કે આપણે પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરીએ.—માર્ક ૧૨:૩૦. * (w09 2/1)
[ફુટનોટ્સ]
^ વધારે જાણવા માટે યહોવાહના સાક્ષીઓનું પુસ્તક, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પ્રકરણ એક જુઓ.
[પાન ૫ પર ચિત્રનું મથાળું]
જેમ પિતા પોતાના બાળકને મદદ કરે છે, એમ ઈશ્વર પોતાની શક્તિ મોકલીને મદદ કરે છે