સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શ્રદ્ધા એટલે શું?

શ્રદ્ધા એટલે શું?

શ્રદ્ધા એટલે શું?

શ્રદ્ધા વિષે અલગ અલગ માન્યતા છે. અમેરિકાના લેખક એચ. એલ. મેનકેન લખે છે, ‘શ્રદ્ધા એટલે સાબિતી વગર કોઈ બાબત પર વિશ્વાસ રાખવો.’ અમુક લોકો એને ‘આંધળો વિશ્વાસ’ કહે છે.

બાઇબલ શીખવે છે કે આપણે કોઈ બાબત પર આંધળો વિશ્વાસ રાખવો ન જોઈએ કે પુરાવા વગર વિશ્વાસ મૂકવો ન જોઈએ. બાઇબલમાં હેબ્રીના પુસ્તકના અગિયારમાં અધ્યાયની પહેલી કલમ કહે છે, ‘વિશ્વાસ એટલે જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.’—હેબ્રી ૧૧:૧.

શ્રદ્ધા વિષે બાઇબલનું શિક્ષણ અને અમુક લોકોની માન્યતામાં આભ-જમીનનો ફરક છે. એટલે ચાલો નીચેના સવાલો પર ચર્ચા કરીએ.

બાઇબલમાં શ્રદ્ધાનો જે અર્થ આપ્યો છે એમાં અને લોકોની માન્યતામાં શું ફરક છે?

શ્રદ્ધા વિષે બાઇબલનું શિક્ષણ કેમ જાણવું જોઈએ?

કેવી રીતે ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખી શકાય?

શ્રદ્ધા રાખવા પુરાવો જરૂરી છે

બાઇબલનું હેબ્રી પુસ્તક ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું. ગ્રીક લોકો હેબ્રી ૧૧:૧માં “આશા રાખવી” શબ્દો પોતાની રોજબરોજની ભાષામાં વાપરતા. ખાસ કરીને વેપાર-ધંધામાં વાપરતા. જેમ કે, વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદે પણ એ વસ્તુ અમુક સમય પછી તેને મળશે એવી ખાતરી આપવા વેપારીઓ આ શબ્દો વાપરતા. બીજા એક ગુજરાતી બાઇબલમાં આ કલમનું અનુવાદ આમ છે, “જેની ઇચ્છા રાખીએ છીએ તે પ્રમાણે થશે જ એવી ચોક્કસ ખાતરી એટલે વિશ્વાસ.”—હિબ્રૂ ૧૧:૧, IBSI.

દાખલા તરીકે, તમે ટીવી ખરીદો છો એ સમયે દુકાનદાર તમને બીલ આપે છે. એ બીલ તમારા માટે ખાતરી છે કે ટીવી બગડી જાય તો, દુકાનદાર તમને ટીવી બદલી આપશે અથવા એના પૈસા પાછા આપશે. એ જ રીતે પરમેશ્વર વચન આપે છે કે જેઓ તેમના વચનોમાં વિશ્વાસ રાખે છે તેઓને આશીર્વાદ મળશે. પણ હવે જો તમે બીલ ખોવી નાખો તો ટીવી તમારું છે એવી કોઈ ખાતરી રહેતી નથી. એ જ રીતે તમે ઈશ્વરમાં વિશ્વાસ ન રાખો તો, એવી કોઈ ખાતરી નથી કે ઈશ્વર તમને આશીર્વાદ આપશે.—યાકૂબ ૧:૫-૮.

હેબ્રી ૧૧:૧માં “ખાતરી” શબ્દ બતાવે છે કે વ્યક્તિએ પોતાની માન્યતા કરતાં પુરાવા પર શ્રદ્ધા મૂકવી જોઈએ. એ સમજવા માટે એક દાખલો લઈએ. સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં ડૂબે છે. તેથી પહેલાંના લોકો માનતા કે સૂર્ય પૃથ્વીની ગોળ ગોળ ફરે છે. પણ વૈજ્ઞાનિકોએ આપણી સૂર્યમાળાનો અભ્યાસ કર્યો ત્યારે તેઓને પુરાવો મળ્યો કે પૃથ્વી સૂર્યની ગોળ ફરે છે. એ પુરાવા પરથી હવે આપણને પૂરી ખાતરી છે કે પૃથ્વી જ ગોળ ગોળ ફરે છે. એટલે આપણે જે માનીએ એના કરતાં જેનો પુરાવો છે એમાં માનવું જોઈએ.

પૂરી ખાતરી રાખવી કેમ જરૂરી છે?

બાઇબલ શીખવે છે કે આપણી માન્યતામાં શ્રદ્ધા રાખતા પહેલાં એની પૂરી ખાતરી કરી લેવી જોઈએ. બાઇબલમાં એક ઈશ્વરભક્તે જણાવ્યું: “ઈશ્વર પર સંપૂર્ણ આધાર અને વિશ્વાસ રાખ્યા વગર તમે તેમને પ્રસન્‍ન કરી શકો નહિ. ઈશ્વર પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર છે, અને ખરા હૃદયથી શોધનારને તે મળે પણ છે.”—હિબ્રૂ ૧૧:૬, IBSI.

ઈશ્વરમાં આવી શ્રદ્ધા રાખવા પુરાવાની જરૂર પડે. પણ પુરાવા શોધવા પ્રયત્ન કરવો પડે. એટલે એ વિષે વધારે આપણે હવે પછીના ચાર લેખમાં જોઈશું. (w09 5/1)