ઈશ્વરે આપેલા ધર્મમાં સારા સંસ્કાર છે
ઈશ્વરે આપેલા ધર્મમાં સારા સંસ્કાર છે
આપણે સાચા ઈશ્વરના માર્ગે ચાલીશું તો એની આપણા પર કેવી અસર પડશે? આપણાં સ્વભાવ પર એની સારી અસર પડશે. ખરું-ખોટું પારખવા પણ મદદ મળશે. પણ શું કોઈ પુરાવો છે, જે ખરેખર બતાવે કે વ્યક્તિના જીવનમાં સારી અસર પડે છે?
એનો જવાબ મેળવવા ચાલો જોઈએ કે ઈશ્વરભક્ત પાઊલે ગ્રીસના મંડળના ભક્તોને શું લખ્યું. એ શહેરમાં ઘણા લોકો અનૈતિક કામોમાં ડૂબેલા હતા. પાઊલે તેઓને ચેતવણી આપી: “લંપટો, મૂર્તિપૂજકો, વ્યભિચારીઓ, સજાતીય સંબંધ રાખનારાઓ, ચોરી કે લોભ કરનારા, દારૂડિયા, નિંદાખોરો અને લૂંટ કરનારાઓનો ભાગ ઈશ્વરના રાજ્યમાં નથી. એક સમય એવો ૧ કરિંથી ૬:૯-૧૧, IBSI) ખરું કે આ લોકો ઘણા ખોટાં કામોમાં ડૂબેલા હતા, પણ તેઓ ઈશ્વરની શક્તિથી શુદ્ધ થયા. તેઓના જીવન પર ધર્મની ઊંડી અસર થઈ અને તેઓએ સારા ફેરફાર કર્યા.
હતો કે તમારામાંના કેટલાક એવા હતા. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આપણા ઈશ્વરના આત્મા [શક્તિ] દ્વારા તમને પાપમાંથી શુદ્ધ કરી, પવિત્ર કરવામાં આવ્યા છે, અને ઈશ્વર સાથેના સીધા સંબંધમાં તમને સ્વીકારવામાં આવ્યા છે.” (જોકે બાઇબલ જણાવે છે કે ‘એવો વખત આવશે કે જે વખતે લોકો શુદ્ધ ઉપદેશ સહન કરશે નહિ; પણ તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે.’—૨ તીમોથી ૪:૩.
શું આજે એવા ધર્મો છે, જે વ્યક્તિના મનગમતા વિચારો જ શીખવતા હોય? શું એવા ધર્મો છે, જે ઈશ્વરના નીતિ-નિયમો શીખવતા હોય? કે પછી મોટા ભાગે એવા ધર્મો છે જેઓમાં ઈશ્વરના વિચારોનું વધારે મહત્ત્વ નથી, પણ ‘પોતાને મનગમતા ઉપદેશકોને’ વધારે મહત્ત્વ અપાય છે?
ઈશ્વર તરફ દોરી જતો ધર્મ પારખવા માટે, નીચેના વિષયો પર વિચાર કરો:
વિષય: લગ્ન.
બાઇબલ શીખવે છે: “સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.”—હિબ્રૂ ૧૩:૪, કોમન લેંગ્વેજ.
પ્રશ્ન: કયો ધર્મ ઈશ્વરનો આ સિદ્ધાંત પાળે છે અને લગ્ન વગર સ્ત્રી-પુરુષને સાથે રહેવાની છૂટ આપતો નથી?
વિષય: છૂટાછેડા.
બાઇબલ શીખવે છે: છૂટાછેડાના એક કારણ વિષે ઈસુએ કહ્યું, “વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે; અને તે મૂકી દીધેલીની જોડે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.”—માત્થી ૧૯:૯.
પ્રશ્ન: કયો ધર્મ ઈસુનો નિયમ પાળે છે કે વ્યભિચારના કારણ વગર છૂટાછેડા આપવા નહિ અને બીજા લગ્ન કરવા નહિ?
વિષય: વ્યભિચાર.
બાઇબલ શીખવે છે: “વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ બીજાં પાપ કરે તે તેના શરીરની બહાર છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે.”—૧ કોરીંથી ૬:૧૮.
‘ઈશ્વરે તેમને શરમજનક લાલસાઓ સંતોષવાને છોડી દીધા. તેમની સ્ત્રીઓ સુદ્ધાં કુદરતી વ્યવહારને બદલે કુદરત વિરૂદ્ધ વ્યવહાર કરતી થઈ. અને એ જ રીતે તેમના પુરૂષો પણ સ્ત્રીઓ સાથેના કુદરતી વ્યવહાર છોડીને એકબીજા પ્રત્યે કામવાસનાથી બળવા લાગ્યા. પુરૂષો પુરૂષો સાથે બેશરમ વર્તાવ કરવા લાગ્યા અને પોતાની વાસનાનાં ફળ પોતે જ ભોગવવા લાગ્યા.’—રોમ ૧:૨૬, ૨૭, સંપૂર્ણ.
પ્રશ્ન: કયો ધર્મ શીખવે છે કે પુરુષ અને સ્ત્રી વ્યભિચાર કરે કે પછી સજાતીય સંબંધ બાંધે એને પાપ કહેવાય?
વિષય: ગમે એ થાય બાઇબલના સિદ્ધાંતો પાળવા.
બાઇબલ શીખવે છે: “જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો [દારૂડિયો] કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ; અને એવાની સાથે બેસીને ખાવું પણ નહિ.” (૧ કોરીંથી ૫:૧૧) જે લોકો ઈશ્વરભક્ત હોવાનો દાવો કરીને, પાપો કર્યાં કરે છે અને જરાય પસ્તાવો કરતા નથી, તેઓનું શું થશે? બાઇબલ કહે છે: ‘તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.’—૧ કોરીંથી ૫:૧૩.
પ્રશ્ન: કોઈ વ્યક્તિ બાઇબલના સિદ્ધાંતો તોડે અને પસ્તાવો ન કરે તો, તો કયો ધર્મ તેની સાથે સંબંધ તોડી નાખે છે? (w09 8/1)
[પાન ૫ પર બ્લર્બ]
કયો ધર્મ ઈશ્વરના નીતિ-નિયમો પૂરેપૂરી રીતે પાળવાની કોશિશ કરે છે?