સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્ર લોકો યહોવાહની કૃપા મેળવે છે ગણના ૧૨:૧-૧૫

નમ્ર લોકો યહોવાહની કૃપા મેળવે છે ગણના ૧૨:૧-૧૫

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

નમ્ર લોકો યહોવાહની કૃપા મેળવે છે ગણના ૧૨:૧-૧૫

આજે દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે, એમાંના મોટા ભાગના ઘમંડી અને ઈર્ષાળુ છે. તેઓને જીવનમાં માન-મોભો જોઈતા હોય છે. પણ શું ઈશ્વર યહોવાહ આવા લોકોને પસંદ કરે છે? ના. યહોવાહ નમ્ર દિલના લોકોને પસંદ કરે છે. આની સાબિતી આપણે ગણના પુસ્તકના ૧૨મા અધ્યાયમાં જોવા મળે છે. ચાલો જોઈએ.

ઇજિપ્તની ગુલામીમાંથી છૂટ્યા પછી, ઈસ્રાએલીઓ સિનાયના અરણ્યમાં ભેગા થયા હતા. ત્યાં મુસાના મોટાં બહેન અને ભાઈ “મરિયમ તથા હારૂન તેની વિરૂદ્ધ બોલ્યાં.” (પહેલી કલમ) તેઓ પોતાની ફરિયાદમાં બીજા ઈસ્રાએલીઓને પણ સામેલ કરવા લાગ્યા. કલમો પરથી જોવા મળે છે કે મરિયમે હારૂન કરતાં વધારે કચકચ કરી. કચકચ કરવાનું મુખ્ય કારણ મુસાની પત્ની હતી. તે કૂશી સ્ત્રી હતી. મરિયમને ઈર્ષા થતી હતી કે એ કૂશી સ્ત્રીને પોતાના કરતાં વધારે માન મળશે.

ધીરે ધીરે કચકચ વધવા લાગી અને મરિયમ અને હારૂન કહેવા લાગ્યા કે “શું યહોવાહ માત્ર મુસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું?” (બીજી કલમ) આવા સવાલો પૂછીને તેઓ કહેવા માંગતા હતા કે તેઓને પણ વધારે અધિકાર અને માન-મોભો મળવો જોઈએ.

મરિયમ અને હારૂનના સવાલોના મુસાએ કોઈ જવાબ આપ્યા નહિ. ભલે યહોવાહે મુસાને ઈસ્રાએલીઓ પર આગેવાન બનાવ્યા હતા, મુસાએ શાંતિથી બધી કચકચ સહન કરી. મુસા જાણતા હતા કે યહોવાહ એનો જવાબ આપશે. તેમણે ધીરજ રાખી. મુસા “પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર” હતા.—ગણ. ૧૨:૩. *

ખરું કે મરિયમ અને હારૂનની કચકચ મુસા સામે હતી. પણ હકીકતમાં તો તેઓ યહોવાહ સામે કચકચ કરતા હતા, કેમ કે તેમણે મુસાને પસંદ કર્યા હતા. એટલે યહોવાહે તેઓને ઠપકો આપતા યાદ કરાવ્યું કે તેમને મુસા સાથે અજોડ સંબંધ હતો. યહોવાહે કહ્યું: ‘હું મુસાની સાથે તો મોઢામોઢ બોલું છું, તો તમે મારા સેવક મુસાની વિરૂદ્ધ બોલતા કેમ બીધા નહિ?’ (આઠમી કલમ) તેઓએ મુસા વિરૂદ્ધ બોલીને પાપ કર્યુ હતું. યહોવાહનો કોપ તેઓ પર સળગી ઊઠ્યો.

મરિયમને કોઢ ફૂટી નીકળ્યો. તરત જ તેને સાજી કરવા માટે હારૂને મુસાને આજીજી કરી. મરિયમ જેના વિરૂદ્ધ કચકચ કરતી હતી, એની જ જરૂર પડી! મરિયમને સાજી કરવા મુસાએ યહોવાહને આજીજી કરી. મરિયમને કોઢને લીધે સાત દિવસ નાતબહાર કરી. તેને ઘણી શરમ લાગી હશે. ત્યાર બાદ યહોવાહે તેને સાજી કરી.

આ બનાવ આપણને શું શીખવે છે? એ જ કે યહોવાહ નમ્ર લોકોને પસંદ કરે છે. જો આપણે યહોવાહની કૃપા પામવી હોય, તો ઘમંડ અને ઈર્ષા જડમૂળથી કાઢી નાખીએ. માન-મોભા પાછળ ન પડીએ. આપણે નમ્ર રહીશું તો જ, યહોવાહ આપણા પર આશીર્વાદ વરસાવશે. તે વચન આપે છે કે “નમ્ર લોકો દેશનું [પૃથ્વીનું] વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧; યાકૂબ ૪:૬. (w09 8/1)

[ફુટનોટ્‌સ]

^ નમ્ર દિલની વ્યક્તિ કોઈ પણ અન્યાય ધીરજથી સહન કરશે. તે કદીયે બદલો લેવાનો વિચાર નહિ કરે.