૩: સારા લોકો સ્વર્ગમાં જાય છે
૩: સારા લોકો સ્વર્ગમાં જાય છે
આ માન્યતા ક્યાંથી આવી? ઈસુના પ્રેરિતો મરણ પામ્યા પછી બીજી સદીની શરૂઆતથી ચર્ચના પાદરીઓ આગળ પડતો ભાગ ભજવવા લાગ્યા. તેઓના શિક્ષણ વિષે ધ ન્યૂ કૅથલિક એન્સાઇક્લોપીડિયા (૨૦૦૩) ગ્રંથ ૬, પાન ૬૮૭ કહે છે: ‘મોટે ભાગે તેઓ શીખવતા હતા કે વ્યક્તિના મર્યા પછી જરૂર પ્રમાણે તેના આત્માનું શુદ્ધિકરણ થાય છે. એ પછી તે સ્વર્ગમાં જાય છે.’
બાઇબલ શું કહે છે? “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.”—માત્થી ૫:૫.
ખરું કે ઈસુએ શિષ્યોને વચન આપ્યું હતું કે ‘હું તમારે માટે આકાશમાં જગા તૈયાર કરવા જાઉં છું.’ પણ તેમણે એમ કહ્યું ન હતું કે સર્વ નમ્ર લોકો સ્વર્ગમાં જશે. (યોહાન ૩:૧૩; ૧૪:૨, ૩) શું તેમણે એવી પ્રાર્થના કરી ન હતી કે ઈશ્વરની ઇચ્છા “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર” પૂરી થાય? (માત્થી ૬:૯, ૧૦) હકીકત એ છે કે નમ્ર લોકોને પૃથ્વી પરની કે સ્વર્ગની આશા છે. બાઇબલ શીખવે છે કે થોડા લોકો ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. પણ મોટા ભાગના નમ્ર લોકો પૃથ્વી પર સદાકાળ જીવશે.—પ્રકટીકરણ ૫:૧૦.
સમય જતાં, ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર આવશે એ વિષેની માન્યતા ચર્ચમાં બદલાવા લાગી. એનાથી શું પરિણામ આવ્યું? ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે: ‘ઈશ્વરનું રાજ્ય ચર્ચમાંથી શરૂ થશે એવા શિક્ષણ પર ચર્ચો વધારે ભાર મૂકવા લાગ્યા.’ પ્રભુત્વ અને સત્તા મેળવવા માટે ચર્ચો રાજનીતિમાં જોડાવા લાગ્યા. જ્યારે કે ઈસુએ શિષ્યોને ‘જગતનો ભાગ ન બનવા’ સલાહ આપી હતી. પણ ચર્ચોએ આ સલાહ પર જરાય ધ્યાન આપ્યું નહિ. (યોહાન ૧૫:૧૯; ૧૭:૧૪-૧૬; ૧૮:૩૬) રૂમી રાજા કોન્સ્ટન્ટાઈનના પ્રભાવ હેઠળ ચર્ચે ઘણી બધી માન્યતામાં ફેરફાર કર્યો. અરે તેઓએ તો ઈશ્વર વિષેની માન્યતા પણ બદલી નાખી. (w09 11/01)
બાઇબલની આ કલમો સરખાવી જુઓ: ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; યોહાન ૧૭:૩; ૨ તીમોથી ૨:૧૧, ૧૨
હકીકત:
થોડા લોકો સ્વર્ગમાં જીવશે, પણ મોટા ભાગના નમ્ર લોકો પૃથ્વી પર સદાકાળ માટે જીવશે
[પાન ૬ પર ક્રેડીટ લાઈન]
Art Resource, NY