સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર આપણને શિક્ષા કરી રહ્યા છે?

શું ઈશ્વર આપણને શિક્ષા કરી રહ્યા છે?

જાપાનમાં ૨૦૧૧ના માર્ચ મહિનામાં ૯.૦ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો અને પછી સુનામી આવી હતી. એ વિષે ત્યાંના એક નેતાએ કહ્યું કે ‘કુદરતી આફતનો ભોગ બનેલા લોકો માટે હું ઘણો દિલગીર છું. હું માનું છે કે આ બધું ઈશ્વર તરફથી સજા છે.’

હૈતીમાં ૨૦૧૦ના જાન્યુઆરી મહિનામાં મોટો ભૂકંપ આવ્યો હતો. એમાં ૨,૨૦,૦૦૦થી વધારે લોકો માર્યા ગયા હતા. ટી.વી. પર ધાર્મિક પ્રવચન આપનાર એક જાણીતી વ્યક્તિએ એ વિષે દાવો કર્યો કે ‘લોકો શેતાની કામો કરતા હતા એટલે આ બધું થયું. તેઓએ ઈશ્વર તરફ પાછા ફરવાની જરૂર હતી.’

ફિલિપીન્ઝના મનિલા શહેરમાં લોકોની નાશભાગમાં ૭૯ લોકો માર્યા ગયા હતા. એ વિષે એક કેથલિક પાદરીએ કહ્યું: ‘ઈશ્વર આપણા મરી પરવારેલા અંતરને જગાડવા ચાહે છે.’ દેશમાં વારંવાર આવતી આફતો વિષે એક ન્યૂઝપેપર જણાવે છે: ‘૨૧ ટકા લોકો માને છે કે ધરતીકંપ, વાવાઝોડા અને બીજી આફતો દ્વારા ઈશ્વર પોતાનો ગુસ્સો પ્રગટ કરે છે.’

ખરાબ લોકોને શિક્ષા કરવા ઈશ્વર આફતો લાવે છે, એ માન્યતા કંઈ નવી નથી. પોર્ટુગલના લિસ્બન શહેરમાં ૧૭૫૫ની સાલમાં મોટો ધરતીકંપ થયો હતો, પછી આગ લાગી અને સુનામી આવી હતી. એમાં આશરે ૬૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા. પ્રખ્યાત ફિલસૂફ વૉલ્ટૅરે એના વિષે લખ્યું: ‘પૅરિસમાં ઘણા લોકો ભોગવિલાસી જીવનનો આનંદ માણે છે. પરંતુ શું લિસ્બનમાં એથી વધારે ખરાબ લોકો છે?’ ખરેખર, લાખો લોકો માને છે કે ઈશ્વર માણસોને શિક્ષા કરવા કુદરતી આફતો લાવે છે. એટલે જ ઘણાં દેશોમાં એવી આફતોને ઈશ્વરનું કામ કહેવામાં આવે છે.

આ બધું જોયા પછી આ સવાલોનો વિચાર કરવો જોઈએ: શું લોકોને શિક્ષા કરવા ઈશ્વર ખરેખર કુદરતી આફતો લાવે છે? હાલમાં આવેલી કુદરતી આફતો શું ખરેખર ઈશ્વર તરફથી છે?

અમુક લોકો કુદરતી આફતો માટે ઈશ્વરને જવાબદાર ઠેરવે છે. તેઓ બાઇબલના એવા અહેવાલોનો ઉલ્લેખ કરે છે, જેમાં ઈશ્વરે કુદરતી આફતો લાવીને વિનાશ કર્યો હતો. (ઉત્પત્તિ ૭:૧૭-૨૨; ૧૮:૨૦; ૧૯:૨૪, ૨૫; ગણના ૧૬:૩૧-૩૫) જો આપણે એ અહેવાલોનો ધ્યાનથી અભ્યાસ કરીએ, તો ત્રણ મુખ્ય બાબતો જોવા મળશે. પહેલી, ઈશ્વરે આફત લાવતા પહેલાં લોકોને ચેતવણી આપી હતી. બીજી, આજની કુદરતી આફતોમાં સારા અને ખરાબ બંને લોકોનો નાશ થાય છે. પરંતુ ઈશ્વર તરફથી આવેલા વિનાશમાં અમુક લોકોનો જ નાશ થયો હતો. જેઓ દુષ્ટ હતા અથવા ચેતવણીને ધ્યાનમાં લેતા ન હતા તેઓ જ નાશ પામતા. ત્રીજી, ઈશ્વર હંમેશા નિર્દોષ લોકોને બચાવવાનો માર્ગ કાઢતા.—ઉત્પત્તિ ૭:૧, ૨૩; ૧૯:૧૫-૧૭; ગણના ૧૬:૨૩-૨૭.

આપણા સમયમાં ઘણી કુદરતી આફતો આવી છે, જેમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ એ આફતોમાં એવી કોઈ સાબિતી નથી કે એની પાછળ ઈશ્વરનો હાથ છે. તો પછી, આપણે આફતોનો સામનો કેવી રીતે કરી શકીએ? શું એવો કોઈ સમય હશે જ્યારે કુદરતી આફતો હશે જ નહિ? હવે પછીના પાનાઓમાં એના વિષે વધુ જાણવા મળશે. (w11-E 12/01)