સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાચી ભક્તિ કેવી રીતે પારખી શકો?

સાચી ભક્તિ કેવી રીતે પારખી શકો?

બાઇબલમાંથી શીખો

સાચી ભક્તિ કેવી રીતે પારખી શકો?

આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. શું ફક્ત એક જ સાચો ધર્મ છે?

ઈસુએ એક જ ઈશ્વરની ભક્તિ કરવાનું શીખવ્યું હતું, એ જ ખરો ધર્મ હતો. એ જાણે જીવનના માર્ગ જેવો છે. એ માર્ગ વિષે ઈસુએ કહ્યું: “જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” (માત્થી ૭:૧૪) ઈશ્વર ફક્ત એવા લોકોની જ ભક્તિ સ્વીકારે છે, જેઓ બાઇબલના કહેવા પ્રમાણે કરે છે. સાચા ભક્તો સંપ સંપીને ઈશ્વરની ભક્તિ કરે છે.—યોહાન ૪:૨૩, ૨૪; ૧૪:૬; એફેસી ૪:૪, ૫ વાંચો.

૨. આજે કેમ ઘણા ખ્રિસ્તી પંથો છે?

ઈસુના મરણ પછી જૂઠા ઉપદેશકો ઊભા થયા. તેઓએ પોતાના સ્વાર્થ માટે જૂઠાણું ફેલાવવા ધર્મનો સહારો લીધો. ઈસુની ચેતવણી પ્રમાણે જૂઠા ઉપદેશકો નમ્ર ‘ઘેટાં’ હોવાનો ઢોંગ કરીને ઊભા થયા. પણ પછીથી તેઓ ભૂખ્યા વરુની જેમ વર્તવા લાગ્યા. (માત્થી ૭:૧૩-૧૫, ૨૧, ૨૩) ખાસ કરીને ઈસુના શિષ્યોના મરણ પછી તેઓએ સાચી ભક્તિમાં જૂઠાણાંની મિલાવટ કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦ વાંચો.

૩. કઈ રીતે સાચી ભક્તિ કરતા લોકોને પારખી શકાય?

સાચા ભક્તો માને છે કે બાઇબલ ઈશ્વરનું વચન છે. તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવા બનતા બધા પ્રયાસો કરે છે. સાચો ધર્મ માણસોના નહિ પણ ઈશ્વરના વિચારો શીખવે છે. (માત્થી ૧૫:૭-૯) સાચા ભક્તો જે શીખવે છે એ જ કરે છે. તેઓ નકલી ભક્તો જેવું કરતાં નથી, જેઓ કહે કંઈક ને કરે બીજું.—યોહાન ૧૭:૧૭; ૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.

ઈશ્વરના સર્વ ભક્તો જાણતા હતા કે તેમનું નામ યહોવા છે. તેઓને તેમના નામ માટે અતૂટ માન હતું. પ્રબોધક મુસા અને દાઊદનો દાખલો લો. તેઓ જાણતા હતા કે ઈશ્વરનું નામ યહોવા છે અને એ નામનો ઉપયોગ પણ કરતા. ઈસુ પણ યહોવા ઈશ્વર વિષે બધાને શીખવતા. (માત્થી ૬:૯) તમારા વિસ્તારમાં કોણ યહોવા ઈશ્વર વિષે શીખવે છે?—યોહા. ૧૭:૨૬; રોમનો ૧૦:૧૩, ૧૪ વાંચો.

૪. તમે સાચા ભક્તોને કેવી રીતે ઓળખી શકો?

સાચા ભક્તો ઈશ્વરના રાજ્ય વિષે બધાને શીખવે છે. યહોવા ઈશ્વરે પોતાના રાજ વિષે પ્રચાર કરવા ઈસુને ધરતી પર મોકલ્યા હતા. ફક્ત ઈશ્વરનું રાજ્ય, મનુષ્યની સર્વ દુઃખ તકલીફો મિટાવી શકે છે. ઈસુ મરતા દમ સુધી એ રાજ્ય વિષે શીખવતા રહ્યા હતા. (લુક ૪:૪૩; ૮:૧; ૨૩:૪૨) ઈસુએ પોતાના શિષ્યોને આખી દુનિયામાં યહોવાના રાજ્ય વિષે સંદેશો ફેલાવવા કહ્યું હતું. હવે વિચાર કરો કે ઈશ્વરના રાજ્યનો સંદેશો કયા ધર્મના લોકો તમને જણાવે છે?—માત્થી ૧૦:૭; ૨૪:૧૪ વાંચો.

ઈસુના પગલે ચાલતા ખ્રિસ્તીઓ આ દુષ્ટ દુનિયાનો કોઈ ભાગ નથી. તેઓ રાજકારણમાં કે સમાજના કોઈ પણ ઝઘડામાં ભાગ લેતા નથી. (યોહાન ૧૭:૧૬) તેમ જ, બીજાને નુકશાન પહોંચે એવાં કામો કે વાણી-વર્તનને તેઓ ધિક્કારે છે.—યાકૂબ ૧:૨૭; ૪:૪ વાંચો.

૫. સાચા ખ્રિસ્તીઓની ખાસ ઓળખ શું છે?

સાચા ખ્રિસ્તીઓ એકબીજાને જીવની જેમ ચાહે છે. તેઓ બાઇબલમાંથી શીખ્યા છે કે બીજા ધર્મ કે પંથના લોકોને માન આપવું જોઈએ. ખરું કે બીજા ધર્મ કે પંથના લોકોએ હંમેશાં યુદ્ધોમાં સાથ-સહકાર આપ્યો છે. પણ યહોવાને માર્ગે ચાલતા ભક્તો એમ કરતા નથી. (મીખાહ ૪:૧-૪) અરે, સાચા ખ્રિસ્તીઓ તો કોઈ સ્વાર્થ વગર પોતાના સમય અને ખરચે બીજાઓને મદદ કરે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫; ૧ યોહાન ૪:૨૦, ૨૧ વાંચો.

ફક્ત બાઇબલમાંથી શીખવતા હોય એવા લોકો કોણ છે? કયા લોકોને ઈશ્વરના નામ માટે ઊંડું માન છે? કયા લોકો શીખવે છે કે ફક્ત ઈશ્વરની સરકાર જ મનુષ્યની બધી દુઃખ-તકલીફો મિટાવી દેશે? કયા ધર્મના લોકો એકબીજાને જીવની જેમ ચાહે છે અને યુદ્ધમાં કોઈ ભાગ લેતા નથી? હકીકત સાફ છે કે ફક્ત યહોવાના સાક્ષીઓ જ એમ કરે છે.—૧ યોહાન ૩:૧૦-૧૨. (w11-E 08/01)

વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પંદરમુ પ્રકરણ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૪ પર ચિત્ર]

‘તેઓ ઈશ્વર વિષે જાણવાનો ઢોંગ કરે છે, પણ પોતાની કરણીઓથી ઈશ્વરનો નકાર કરે છે.’—તીતસ ૧:૧૬