સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજકારણ વિષે ઈસુને કેવું લાગતું?

રાજકારણ વિષે ઈસુને કેવું લાગતું?

રાજકારણ વિષે ઈસુને કેવું લાગતું?

બાઇબલમાં સુવાર્તાના એટલે માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો, ઈસુના જીવન અને કામો વિષે ઘણું જણાવે છે. આ લેખકોએ જણાવ્યું કે અમુક બનાવોમાં ઈસુએ સીધેસીધી રીતે રાજકારણનો સામનો કરવો પડ્યો હતો. જેમ કે, ૩૦ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા પામ્યા બાદ, ઈસુને દુનિયાના શાસક બનવાની તક શેતાને આપી. બીજા એક પ્રસંગે, પ્રચાર કામ દરમિયાન લોકો ઈસુને રાજા બનાવવા માગતા હતા. એ પછીથી પણ, લોકોએ તેમને રાજકારણમાં આગેવાની લેનાર બનવા દબાણ કર્યું. ઈસુએ શું કર્યું? ચાલો આપણે એ બનાવોનો વિચાર કરીએ.

દુનિયાના શાસક. સુવાર્તાનાં પુસ્તકો જણાવે છે કે શેતાને “જગતનાં સઘળાં રાજ્ય” પરની સત્તા ઈસુને ઑફર કરી. જરા વિચારો કે ઈસુ આ દુનિયા પર રાજ કરવા લાગ્યા હોત, તો મનુષ્યનાં દુઃખ-તકલીફ દૂર કરવા કેટલું બધું કરી શક્યા હોત! જે કોઈ વ્યક્તિને રાજકારણમાં પૂરો ભરોસો હોય અને મનુષ્યને મુસીબતોમાં મદદ કરવા માગતી હોય, તે આવી તક કદી જતી નહિ કરે. પણ ઈસુએ એ તક સ્વીકારી નહિ.—માત્થી ૪:૮-૧૧.

રાજા. ઈસુના સમયના ઘણા લોકો એવા રાજાની શોધમાં હતા, જે પૈસેટકે અને રાજકાજને લગતી તેઓની તકલીફો દૂર કરે. ઈસુની આવડતોની લોકો પર ભારે અસર પડી હતી. એટલે તેઓ ચાહતા હતા કે ઈસુ રાજકારણમાં ભાગ લે. ઈસુએ શું કર્યું? સુવાર્તાના એક લેખક યોહાને આમ જણાવ્યું: ‘લોક આવીને તેમને રાજા કરવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.’ (યોહાન ૬:૧૦-૧૫) સાચે જ, ઈસુ રાજનીતિમાં જરાય ભાગ લેવા માગતા ન હતા.

રાજકારણમાં આગેવાની લેનાર. ઈસુને મારી નાખવામાં આવ્યા, એના અમુક દિવસો પહેલાં શું બન્યું એનો વિચાર કરો. ફરોશીઓના શિષ્યો રોમન રાજથી આઝાદી ચાહનારા હતા; જ્યારે કે હેરોદીઓ, રોમન રાજના પક્ષના હતા. આ બંને જૂથ ભેગા મળીને ઈસુ પાસે જાય છે. તેઓ ઈસુને એ રીતે ફસાવવા માગતા હતા, જેથી તેમણે કોઈનો પક્ષ લેવો પડે. તેઓએ ઈસુને પૂછ્યું કે યહુદીઓએ રોમન સત્તાને કર આપવો જોઈએ કે નહિ.

માર્ક નામના લેખકે ઈસુનો આ જવાબ લખ્યો: “તમે મારું પરીક્ષણ કેમ કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં. અને તેઓ લાવ્યા. અને તે તેઓને કહે છે, કે આ સૂરત તથા લેખ કોનાં છે? અને તેઓએ તેને કહ્યું, કે કાઈસારનાં. અને ઈસુએ ઉત્તર આપીને તેઓને કહ્યું, કે જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.” (માર્ક ૧૨:૧૩-૧૭) ઈસુએ જે રીતે જવાબ આપ્યો, એના વિષે એક પુસ્તક આમ કહે છે: “તેમણે રાજકીય મસીહ તરીકે ભાગ ભજવવાની સાફ ના પાડી અને સાવધ રહીને હદ ઠરાવી આપી કે કેટલું સરકાર માટે કરવું અને કેટલું ઈશ્વર માટે કરવું.”—ચર્ચ અને સરકાર, બે રાજ્યોની વાર્તા (અંગ્રેજી).

એવું ન હતું કે ગરીબી, ભ્રષ્ટાચાર અને અન્યાય જેવી તકલીફો જોઈને ઈસુને કોઈ અસર થતી ન હતી. બાઇબલ જણાવે છે કે તેમની આસપાસના લોકોની દુઃખી હાલત જોઈને ઈસુની આંતરડી કકળી ઊઠતી. (માર્ક ૬:૩૩, ૩૪) ખરું કે અમુક લોકોએ ભરપૂર પ્રયત્ન કર્યો કે ઈસુ રાજનીતિમાં ભાગ લે, પરંતુ તેમણે દુનિયામાંથી અન્યાય દૂર કરવાની ઝુંબેશ ઉપાડી લીધી નહિ.

આ દાખલાઓ પરથી એ દેખીતું છે કે ઈસુએ રાજકારણમાં ભાગ લેવાની સાફ ના પાડી. પરંતુ, આજના ખ્રિસ્તીઓ વિષે શું? તેઓએ શું કરવું જોઈએ? (w12-E 05/01)