સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧: મારા જીવનનો કોઈ હેતુ છે?

સવાલ ૧: મારા જીવનનો કોઈ હેતુ છે?

રૉઝલિન્ડનો વિચાર કરો, તે ઇંગ્લેન્ડમાં મોટાં થયાં હતાં. તેમને શીખવાની ખૂબ હોંશ હતી. તેમ જ, લોકોને મદદ કરવા ચાહતાં હતાં. પોતાનું ભણતર પૂરું કર્યાં પછી, તેમને સારી નોકરી મળી. જેઓ બેઘર છે, અપંગ અને શીખવામાં ધીમા છે, એવા લોકોને પણ તે મદદ કરતાં. તે પોતાની નોકરીથી ખુશ અને પૈસેટકે સદ્ધર હતાં, તોપણ તે જણાવે છે: “ઘણાં વર્ષોથી હું વિચારું છું કે ‘આપણે અહીંયા કેમ છીએ?’ અને ‘જીવનનો હેતુ શું?’”

આવો સવાલ થાય એ કેમ સ્વાભાવિક છે?

પ્રાણીઓ વિચારી શકતાં નથી, જ્યારે કે મનુષ્યો સમજી-વિચારી શકે છે. આપણામાં વીતી ગયેલી બાબતોમાંથી શીખવાની, આવનાર દિવસો માટે પ્લાન કરવાની અને પોતાના જીવનમાં હેતુ શોધવાની ક્ષમતા છે.

અમુક કેવા જવાબ આપશે?

તેઓનું માનવું છે કે જીવનમાં સૌથી મહત્ત્વનું તો ધનદોલત અથવા નામના કમાવવી છે. એમ કરવાથી જીવનમાં સુખ આવે છે.

એ જવાબ શું બતાવે છે?

મનુષ્યો જાતે નક્કી કરે છે કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. ઈશ્વરની ઇચ્છાઓ આપણી ઇચ્છાઓ કરતાં ઓછી મહત્ત્વની છે.

બાઇબલ શું શીખવે છે?

સુલેમાન રાજાએ અઢળક ધનસંપત્તિ ભેગી કરી હતી અને મોજશોખ કરતા હતા. પણ તે જોઈ શક્યા કે એમાં જીવનનો ખરો હેતુ નથી. તેમણે જણાવ્યું: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” આ શબ્દો લખતી વખતે તે પારખી શક્યા કે જીવનનો ખરો હેતુ શામાં છે. (સભાશિક્ષક ૧૨:૧૩) ઈશ્વરની આજ્ઞાઓ પાળવા માટે આપણે શું કરવું જોઈએ?

ઈશ્વરનો હેતુ એ પણ છે કે આપણે જીવનનો આનંદ માણીએ. સુલેમાને લખ્યું: “ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલૂમ પડ્યું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે.”—સભાશિક્ષક ૨:૨૪.

ઈશ્વર એ પણ ઇચ્છે છે કે આપણે પોતાના કુટુંબને પ્રેમ કરીએ અને સંભાળ રાખીએ. નોંધ કરો કે કુટુંબના દરેક સભ્યને તેમણે કેટલીક ઉપયોગી સલાહ આપી છે.

  • “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.”—એફેસી ૫:૨૮.

  • “સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.

  • “છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો.”—એફેસી ૬:૧.

જો બાઇબલના એ સિદ્ધાંતો આપણે જીવનમાં લાગુ પાડીશું, તો સુખી થઈશું અને ખરો સંતોષ મળશે. સૌથી મહત્ત્વનું તો એ છે કે આપણા સર્જનહાર વિશે જેટલું શીખી શકાય એટલું શીખીએ અને તેમની સાથે પાકી મિત્રતા બાંધીએ. હકીકતમાં બાઇબલ આપણને “ઈશ્વર પાસે” જવાનું આમંત્રણ આપે છે. એ આપણને અજોડ વચન પણ આપે છે કે “તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) જો તમે એ આમંત્રણ સ્વીકારશો તો જીવનનો ખરો હેતુ મેળવી શકશો. (w12-E 11/01)