મુખ્ય વિષય: દુનિયાના અંતથી શું તમારે ડરવું જોઈએ?
દુનિયાનો અંત ભય, ઉત્સુકતા અને હતાશા
માયા સંસ્કૃતિના કૅલેન્ડર પ્રમાણે ડિસેમ્બર ૨૧, ૨૦૧૨માં આ દુનિયામાં ખૂબ જ મોટો ફેરફાર થવાનો હતો. એ વિશે તમને કેવું લાગ્યું? તમે જે આશા રાખતા હતા એના આધારે ક્યાં તો તમને રાહત મળી હશે કે પછી નિરાશ થયા હશો અથવા તમને હવેથી એ વિશે કંઈ પડી નહિ હોય. દુનિયાના અંત વિશે શું એ બીજી એક ખોટી ભવિષ્યવાણી હતી?
બાઇબલ પણ “જગતના અંતની” વાત કરે છે. એ ભવિષ્યવાણીનું શું? (માથ્થી ૨૪:૩) અમુક લોકોને બીક છે કે પૃથ્વી બળીને રાખ થઈ જશે. બીજાઓ પૃથ્વીનો અંત કેવો હશે એ જોવા ઘણા ઉત્સુક છે. જ્યારે કે ઘણા લોકો ‘અંત નજીક છે’ એ સાંભળી સાંભળીને હતાશ થઈ ગયા છે. પણ શું એવું બની શકે કે એ બધું કાલ્પનિક છે, હકીકત નથી?
દુનિયાના અંત વિશે બાઇબલ જે કહે છે એ જાણીને કદાચ તમને નવાઈ લાગે. બાઇબલ આપણને અંતની રાહ જોવા ઘણાં કારણો આપે છે. એમાં એ પણ જણાવ્યું છે કે લોકોના ધાર્યા પ્રમાણે અંત જલદી ન આવવાને લીધે તેઓ નિરાશ થઈ જશે. અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે દુનિયાના અંત વિશે ઊઠેલા અમુક સવાલોના જવાબ બાઇબલમાંથી તપાસો.
શું પૃથ્વી બળીને રાખ થઈ જશે?
બાઇબલનો જવાબ: “કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે [ઈશ્વરે] નાખ્યો છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૫.
પૃથ્વીનો કોઈ પણ રીતે નાશ કરવામાં નહિ આવે, અગ્નિથી પણ નહિ. બાઇબલ તો શીખવે છે કે પૃથ્વી મનુષ્યનું હંમેશ માટેનું ઘર છે. ગીતશાસ્ત્ર ૩૭:૨૯માં લખ્યું છે: ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬; યશાયા ૪૫:૧૮.
પૃથ્વીને બનાવ્યા પછી ઈશ્વરે કહ્યું કે એ “ઉત્તમોત્તમ” છે. હજી પણ તેમને પૃથ્વી માટે એવું જ લાગે છે. (ઉત્પત્તિ ૧:૩૧) એટલે એનો નાશ કરવાનો ઈશ્વરનો કોઈ ઇરાદો નથી. તેમણે વચન આપ્યું છે કે, ‘જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરશે.’ ઈશ્વર કદી પણ પૃથ્વીને હંમેશ માટેનું નુકસાન થવા દેશે નહિ.—પ્રકટીકરણ ૧૧:૧૮.
પણ તમને કદાચ થશે કે બીજો પીતર ૩:૭ આમ કહે છે: ‘હમણાંનાં આકાશ તથા પૃથ્વી બાળવાને માટે તૈયાર રાખેલાં છે.’ શું આ કલમ બતાવતી નથી કે પૃથ્વી બાળવાને માટે તૈયાર રાખેલી છે? હકીકતમાં બાઇબલ અમુક વખતે “આકાશ,” “પૃથ્વી” અને “અગ્નિ” જેવા શબ્દો કશું દર્શાવવા વાપરે છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૯૬:૧૧માં લખ્યું છે કે “પૃથ્વી હરખાઓ.” પણ હકીકતમાં તો “પૃથ્વી” હરખાઈ શકતી નથી. એટલે અહીંયા પૃથ્વી મનુષ્યોને દર્શાવે છે.
બીજો પીતર ૩:૭ની આગળ પાછળની કલમો બતાવે છે કે આકાશ, પૃથ્વી અને અગ્નિ જેવા શબ્દો કશાકને દર્શાવે છે. પાંચમી અને છઠ્ઠી કલમમાં નુહના દિવસોમાં આવેલા પૂર સાથે સરખામણી કરી છે. અહેવાલ પ્રમાણે એ સમયના જગતનો નાશ થયો હતો. તોપણ, આજે પૃથ્વી તો છે જ. તેથી કહી શકાય કે એ પૂરમાં “પૃથ્વી” એટલે કે હિંસક લોકોનો નાશ થયો હતો. (ઉત્પત્તિ ૬:૧૧) “આકાશો” એટલે કે મનુષ્યો પર રાજ કરતા લોકોનો નાશ થયો હતો. એવી જ રીતે, બીજો પીતર ૩:૭ માટે કહી શકાય કે અગ્નિથી ભસ્મ થયાં હોય એમ ભ્રષ્ટ સરકારો અને દુષ્ટ લોકો નાશ થશે.
દુનિયાના અંતના સમયે શું બનશે?
બાઇબલનો જવાબ: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૭.
નોંધ કરો “જગત” જતું રહેશે, પૃથ્વી નહિ. અહીં “જગત” એવા મનુષ્યોને દર્શાવે છે જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવતા નથી. જેમ એક ડૉક્ટર ગીતશાસ્ત્ર ૩૭:૯) જો એમ હોય તો ‘જગતનો અંત’ આવે એ સારું કહેવાય.
કૅન્સરની ગાંઠ કાઢીને દર્દીનો જીવ બચાવે છે, તેમ ઈશ્વર દુષ્ટ લોકોનો “સંહાર” એટલે કે વિનાશ કરશે. એનાથી સારાં લોકો ધરતી પર જીવનનો આનંદ માણી શકશે. (‘જગતના અંત’ વિશે આ સારાં વિચારનું બાઇબલમાં આ રીતે ભાષાંતર થયું છે: ‘યુગનો અંત.’ (માથ્થી ૨૪:૩, સંપૂર્ણ બાઇબલ) જો દુષ્ટોનો નાશ થવાનો હોય, તો એનો અર્થ થાય કે સારાં લોકો બચી જશે. એ લોકો આ પૃથ્વી પર નવેસરથી જીવન શરૂ કરશે. એ સમયને બાઇબલમાં ‘આવનાર યુગ’ કહ્યો છે.—લુક ૧૮:૩૦.
ઈસુએ એ ભાવિના સમયને ‘નવો યુગ’ કહ્યો. એ સમયે ઈસુ, મનુષ્યોને પાછા એવા બનાવી દેશે જેમ ઈશ્વર પ્રથમ ચાહતા હતા. (માથ્થી ૧૯:૨૮, ઈઝી-ટુ-રીડ વર્ઝન) એ સમયે:
-
આપણે સુંદર પૃથ્વી પર સલામતી અને સમૃદ્ધિનો આનંદ માણીશું. —યશાયા ૩૫:૧; મીખાહ ૪:૪.
-
આપણા બધા પાસે સંતોષ આપનારું કામ હશે.—યશાયા ૬૫:૨૧-૨૩.
-
કોઈ જ બીમારી નહિ હોય.—યશાયા ૩૩:૨૪.
-
ઘડપણ નીકળીને યુવાની આવશે.—અયૂબ ૩૩:૨૫.
-
ગુજરી ગયેલા ફરી જીવતા થશે.—યોહાન ૫:૨૮, ૨૯.
આપણે “ઈશ્વરની ઇચ્છા” પ્રમાણે કરતા હોઈશું તો, દુનિયાના અંતથી ડરવાની જરૂર નથી. એના બદલે આતુરતાથી રાહ જોઈશું.
શું દુનિયાનો અંત ખરેખર નજીક છે?
બાઇબલનો જવાબ: “આ સઘળાં થતાં જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ પાસે છે.”—લુક ૨૧:૩૧.
પ્રોફેસર રીચર્ડ કાયલે તેમના પુસ્તકમાં લખે છે: ‘દુનિયાની હાલત અચાનક બદલાય અથવા સમાજમાં અંધાધૂંધી ફેલાય ત્યારે, દુનિયાના અંત વિશે લોકો વધારે અનુમાન કરવા લાગે છે.’ (ધ લાસ્ટ ડેઝ આર હિઅર અગેન) ખાસ કરીને, જ્યારે લોકો સમજી શકતા નથી કે એ ફેરફારો કેમ થાય છે.
જોકે, બાઇબલમાં પ્રબોધકોએ પોતાના સમયમાં જે બની રહ્યું હતું એ જોઈને નહિ, પણ ઈશ્વર પ્રેરણાથી અંત વિશે લખ્યું હતું. ચાલો એવી અમુક ભવિષ્યવાણીઓ તપાસીએ અને પછી તમે જ નક્કી કરો કે એ આપણા સમયમાં પૂરી થઈ રહી છે કે નહિ!
- યુદ્ધો, દુકાળો, ધરતીકંપો અને રોગચાળો થશે.—
-
અન્યાય અને ગુનામાં ઘણો વધારો થશે.—માથ્થી ૨૪:૧૨.
-
મનુષ્યો દ્વારા પૃથ્વીનો બગાડ થશે.—પ્રકટીકરણ ૧૧:૧૮.
-
લોકો સ્વાર્થી, પૈસાના લોભી થશે અને ઈશ્વરની ભક્તિ કરવાને બદલે એશઆરામમાં ડૂબેલા રહેશે.—૨ તીમોથી ૩:૨, ૪.
-
કુટુંબો ભાંગી પડશે.—૨ તીમોથી ૩:૨, ૩.
-
આવનાર અંત વિશે લોકો આંખ આડા કાન કરશે.—માથ્થી ૨૪:૩૭-૩૯.
-
દુનિયા ફરતે ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર થશે.—માથ્થી ૨૪:૧૪.
ઈસુએ કહ્યું હતું કે તમે એ “બધાં થતાં જુઓ” ત્યારે જાણજો કે દુનિયાનો અંત પાસે છે. (માથ્થી ૨૪:૩૩) યહોવાના સાક્ષીઓ માને છે કે એ બધું સાચું પડી રહ્યું છે. તેઓ પોતે જે માને છે એ ૨૩૬ દેશો અને ટાપુઓમાં જણાવી રહ્યા છે.
કોઈ ધારણા ખોટી પડે તો, શું એનો અર્થ એવો કે અંત કદી નહિ આવે?
બાઇબલનો જવાબ: ‘જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે, ત્યારે ગર્ભવતી સ્ત્રીની પીડાની જેમ તેઓનો અકસ્માત નાશ થશે; અને તેઓ બચી નહિ જ જશે.’—૧ થેસ્સાલોનીકી ૫:૩.
ગર્ભવતી સ્ત્રીને બાળક આવવાના સમયે જે પીડા થાય એને બાઇબલ દુનિયાના અંત સાથે સરખાવે છે. ગર્ભવતી પોતાનામાં થતા ફેરફારથી પારખી શકે છે કે બાળકનો જન્મ જલદી જ થવાનો છે. એ જ રીતે, આ સમયના બનાવો જોઈને પારખી શકાય કે અંત જલદી જ આવવાનો છે. ગર્ભવતી સ્ત્રીને ડૉક્ટર જણાવશે કે બાળક આશરે કઈ તારીખે જન્મશે. જો એ તારીખે બાળક ન જન્મે અને થોડું મોડું થાય, તોપણ માતાને ખાતરી છે કે બાળકનો જન્મ જલદી જ થશે. એ જ રીતે, અંત વિશેની અમુક ધારણાઓ ખોટી પડી છે. પણ એનો અર્થ એ નથી કે અંત નહિ આવે. હાલના બનાવો પૂરી ખાતરી આપે છે કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ.—૨ તીમોથી ૩:૧.
તમને કદાચ થશે કે ‘દુનિયાના અંતની નિશાનીઓ આટલી સાફ છે તો, લોકો કેમ એને પારખી શકતા નથી?’ એનો જવાબ પણ બાઇબલ આપે છે. એ જણાવે છે કે અંત નજીક આવશે તેમ લોકો એની સાબિતીને ભાગ્યે જ ધ્યાનમાં લેશે. તેઓ છેલ્લા દિવસોમાં થઈ રહેલા ફેરફારોને સ્વીકારવાને બદલે કહેશે: “આપણા પૂર્વજો અવસાન પામ્યા. પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન ૨ પીતર ૩:૩, ૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા દિવસોની નિશાનીઓ સ્પષ્ટ દેખાઈ આવશે, પણ ઘણા એ તરફ આંખ આડા કાન કરશે.—માથ્થી ૨૪:૩૮, ૩૯.
કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે.” (આ લેખમાં બાઇબલની અમુક કલમોમાંથી આપણે સાબિતી મેળવી કે અંત નજીક છે. a શું તમને એ વિશે વધારે જાણવું ગમશે? એમ હોય તો યહોવાના સાક્ષીઓને મળો. તેઓ તમને બાઇબલમાંથી મફત શીખવશે. તેઓ તમારા ઘરે આવીને અથવા તમને અનુકૂળ જગ્યાએ કે પછી ફોન પર શીખવશે. તમારે ફક્ત સમય આપવાનો છે. એનાથી તમને ચોક્કસ ફાયદો થશે. (w13-E 01/01)
a વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૯, “શું દુનિયાનો ‘અંત’ નજીક છે?” જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.