સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય: કેમ આટલું બધું દુઃખ? શું એનો અંત આવશે?

ઘણા નિર્દોષ લોકોનું જીવન છીનવાઈ ગયું!

ઘણા નિર્દોષ લોકોનું જીવન છીનવાઈ ગયું!

નાની નોયેલ બધાની લાડલી હતી. તેને ચિત્ર દોરવું બહુ ગમતું. ઉનાળાની એક સાંજે તે ઘરની પાછળના ભાગમાં રમતી હતી. અચાનક તે ઘરના સ્વીમીંગ પુલમાં ગબડી પડી અને ડૂબી ગઈ. તેના ચોથા જન્મ દિવસને બે અઠવાડિયા જ બાકી હતા.

ડિસેમ્બર ૧૪, ૧૯૧૨ના કનેક્ટિકટ શહેરના એક સ્કૂલમાં થયેલા ગોળીબારના લીધે ૨૦ બાળકો સહિત ૨૬ના મોત થયા હતા. તેઓમાં ૬-૭ વર્ષના ૨૦ બાળકોમાંના અમુક છે: શારલટ, દાનિયેલ, ઓલીવાયા અને જોસફિન. તેઓની પ્રાર્થના સભામાં પ્રમુખ ઓબામાએ બાળકોના નામ લીધા અને શોક પાળતા લોકોને આમ કહ્યું: “આ પ્રકારની ક્રૂર ઘટનાઓનો અંત આવવો જ જોઈએ.”

અઢાર વર્ષની બાનૉ ૧૯૯૬માં કુટુંબ સાથે ઇરાક છોડીને નૉર્વેમાં રહેવા ગઈ. તેના મિત્રો લાડથી તેને સન રેઝ કહેતા. જુલાઈ ૨૨, ૨૦૧૧ના ગોળીબારમાં ૭૭ લોકો માર્યા ગયા. દુઃખની વાત છે કે એમાં બાનૉ પણ હતી. ગોળીબાર કરનારે બડાઈ હાંકતા કહ્યું: “હું વધારે લોકોને મારી ન શક્યો એનું મને દુઃખ છે.”

એવી જ રીતે, દુનિયામાં ચારે બાજુ હૃદય કંપાવી નાખતા બનાવો જોવા મળે છે. કલ્પના કરો કે અકસ્માત, ગુના, યુદ્ધો, આતંકવાદ, અણધારી આફતો અને અનેક ઘટનાઓથી કેટલું દુઃખ થાય છે. મોટા ભાગે કોઈ કારણ વગર અગણિત નિર્દોષ લોકોનું જીવન ટૂંકાવી દેવામાં આવે છે અને ખૂબ દુઃખ સહેવું પડે છે.

અમુક લોકો ઈશ્વરને દોષ આપે છે. તેઓને લાગે છે કે આપણા સર્જનહારને મનુષ્યોની કંઈ પડી નથી. બીજાઓનું માનવું છે કે ઈશ્વર આપણું દુઃખ જુએ છે પણ એને નજર અંદાજ કરે છે. વળી, કેટલાકનું માનવું છે કે આવી આફતો નસીબમાં લખાઈ છે. દુઃખ તકલીફો વિશે લોકોના અલગ અલગ વિચારો છે. તો પછી, ભરોસાપાત્ર અને સંતોષ આપતા જવાબો ક્યાંથી મેળવી શકીએ? હવે પછીના લેખમાં આપણે ઈશ્વરનું વચન, બાઇબલમાંથી જોઈશું કે દુઃખ પાછળનાં કારણો શું છે અને કઈ રીતે એનો અંત આવશે.