સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | શું મરણ મનુષ્યોનો અંત છે?

મરણનો ડંખ

મરણનો ડંખ

મરણ એક એવો વિષય છે જેના વિશે ઘણા લોકો વાત કરવા ચાહતા નથી. પણ, વહેલા કે મોડા આપણે એનો ભોગ બનીએ છીએ. મરણનો ડંખ ખૂબ જ કડવો અને દુઃખદાયક છે.

એવું કંઈ જ નથી જે આપણને માબાપ, લગ્નસાથી અથવા બાળક ગુમાવ્યાની ખોટ સહેવા તૈયાર કરી શકે. જીવનમાં આફત અચાનક આવે છે. ભલે કોઈ પણ કારણથી મરણ થયું હોય, એના દુઃખમાંથી આપણે બચી શકતા નથી. આખરે, એનાથી કુટુંબ પડી ભાંગે છે.

એન્ટોનિયાના પપ્પા રસ્તા પર થયેલા અકસ્માતમાં મરણ પામ્યા. તે કહે છે: “મરણ એના જેવું છે, જાણે કોઈક તમારા ઘરને તાળું મારી ચાવી લઈને જતું રહ્યું હોય. એક પળ માટે પણ તમે ઘરે પાછા આવી શકતા નથી. તમારી પાસે ફક્ત યાદો રહી છે. આ કડવી હકીકત છે. એ સ્વીકારવું તમે નકારો છો, કારણ કે તમને લાગે છે એ યોગ્ય નથી. તોપણ, તમે કંઈ કરી શકતા નથી.”

ડોરોથી સાથે પણ એવું જ થયું હતું. ૪૭ વર્ષની ઉંમરે વિધવા થયા ત્યારે, તેમણે અમુક સવાલોના જવાબ શોધવાનું નક્કી કર્યું. તે રવિવારે ચર્ચની સ્કૂલમાં ભણાવતા હતા. તે માનતા હતા કે મરણ એ જીવનનો અંત નથી. પણ, મરણ પછી શું થાય છે એ જાણતા ન હતા. એટલે ચર્ચના પાદરીને પૂછ્યું, “મરણ પછી શું થાય છે?” પાદરીએ કહ્યું, “એ કોઈ જાણતું નથી. શું થાય છે એ જાણવા રાહ જોયા વિના છૂટકો નથી.”

શું એનો એવો અર્થ થાય કે “રાહ” જોયા વિના કોઈ છૂટકો નથી? શું કોઈ રીતે આપણે જાણી શકીએ કે મરણ પછી શું થાય છે? (w14-E 01/01)