બાઇબલ સવાલોના જવાબો
બાળકોને કઈ રીતે ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવી શકીએ?
બાળકો પાસે પુરાવો હશે કે, ઈશ્વરનું અસ્તિત્વ છે અને તે તેઓને પ્રેમ કરે છે, તો જ તેઓ ઈશ્વરને પ્રેમ કરતા શીખશે. એ માટે તેઓએ ઈશ્વરને ઓળખવાની જરૂર છે. (૧ યોહાન ૪:૮) દાખલા તરીકે, બાળકોએ જાણવાની જરૂર છે કે, માણસોને બનાવવાનો ઈશ્વરનો હેતુ શું હતો? ઈશ્વર દુઃખ-તકલીફોને કેમ ચાલવા દે છે? ઈશ્વર ભાવિમાં માણસો માટે શું કરશે?—ફિલિપી ૧:૯ વાંચો.
બાળકો ઈશ્વરને પ્રેમ કરવાનું શીખે, એ માટે તમારે પોતે બતાવવું જોઈએ કે તમે ઈશ્વરને પ્રેમ કરો છો. તમારો સારો દાખલો જોઈને તેઓ પણ એમ કરતા શીખશે.—પુનર્નિયમ ૬:૫-૭; નીતિવચનો ૨૨:૬ વાંચો.
બાળકોના દિલ સુધી પહોંચવા શું કરવું જોઈએ?
ઈશ્વરના વચનમાં અપાર શક્તિ છે. (હિબ્રૂ ૪:૧૨) એટલે, બાળકોને બાઇબલનું મૂળ શિક્ષણ લેવા મદદ કરો. લોકોનાં દિલ સુધી પહોંચવા માટે ઈસુ પ્રશ્નો પૂછતા, તેઓનું સાંભળતા અને શાસ્ત્રમાંથી સમજાવતા. તમારાં બાળકોનાં દિલ સુધી પહોંચવા તમે પણ ઈસુની જેમ શીખવી શકો.—લુક ૨૪:૧૫-૧૯, ૨૭, ૩૨ વાંચો.
ઉપરાંત, બાઇબલ અહેવાલોથી બાળકો ઈશ્વરને ઓળખશે અને તેમને પ્રેમ કરવાનું શીખશે. એ અહેવાલો બતાવે છે કે લોકો સાથે ઈશ્વર કઈ રીતે વર્ત્યા હતા. બાળકોને આ રીતે શીખવવા માટે અમુક સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. તમે એ www.dan124.com/gu પરથી ડાઉનલોડ કરી શકો.—૨ તીમોથી ૩:૧૬ વાંચો. (w૧૪-E ૧૨/૦૧)