ખાસ ઝુંબેશ
ઈશ્વરનું રાજ્ય યુદ્ધોનું શું કરશે?
યુદ્ધોને લીધે આખી દુનિયામાં ઘણી તબાહી થઈ છે, લોકોએ ઘણું સહ્યું છે. એના અમુક અહેવાલો પર ધ્યાન આપો:
“યુદ્ધને લીધે ૧૯૯૪થી અત્યાર સુધી જેટલા લોકો મરી ગયા, એનાથી પણ વધારે લોકો ફક્ત ગયા વર્ષે ઇથિયોપિયા અને યુક્રેઇનમાં થયેલાં યુદ્ધોમાં માર્યા ગયા.”—સંશોધન કરતી એક સંસ્થા (પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓસ્લો), ૭ જૂન, ૨૦૨૩.
“૨૦૨૨માં ફક્ત યુક્રેઇનના યુદ્ધને લીધે જ તબાહી નથી મચી, પણ આખી દુનિયામાં રાજકારણને લીધે હિંસા વધી ગઈ છે. ૨૦૨૧ કરતાં ૨૦૨૨માં રાજકીય હિંસામાં ૨૭ ટકા જેટલો વધારો થયો છે, જેના કારણે આશરે ૧૭૦ કરોડ લોકોને અસર થઈ.”—યુદ્ધોના આંકડા જણાવતી એક સંસ્થા (ધ આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા પ્રોજેક્ટ), ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩.
બાઇબલમાં એક આશા વિશે જણાવ્યું છે. એમાં લખ્યું છે, “સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે. એ રાજ્યનો કદી નાશ થશે નહિ.” (દાનિયેલ ૨:૪૪) ઈશ્વર એ રાજ્ય દ્વારા, એટલે કે એ સરકાર દ્વારા ‘આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત લાવશે.’—ગીતશાસ્ત્ર ૪૬:૯.