જુઓ, શું બની રહ્યું છે!
શું એવો સમય આવશે જ્યારે કોઈ ભેદભાવ નહિ હોય?—બાઇબલ શું કહે છે?
જાતિ, દેશ કે રંગને લીધે આજે બધે જ ભેદભાવ થઈ રહ્યો છે. ઘણા લોકોને લાગે છે કે એવી દુનિયા ક્યારેય નહિ આવે, જ્યારે બધાને સરખા ગણવામાં આવશે.
‘જ્યાં જુઓ ત્યાં રંગ કે જાતિને લીધે ભેદભાવ થઈ રહ્યો છે. એ તો ઝેરની જેમ ફેલાઈ રહ્યો છે. સંગઠનો, સમાજ અને લોકોના રોજબરોજના જીવન પર એની ભારે અસર પડે છે. એના લીધે જ લોકો બીજાઓને નીચા ગણે છે અને તેઓનો હક છીનવી લે છે.’—એન્ટોનિયો ગુટેરેસ, યુએન સેક્રેટરી-જનરલ.
તો શું દુનિયામાંથી રંગભેદ કે જાતિભેદ ક્યારેય નહિ જાય? પવિત્ર શાસ્ત્ર બાઇબલ શું કહે છે?
ઈશ્વર શું વિચારે છે?
ઈશ્વર અલગ અલગ જાતિ કે રંગના લોકોને કઈ રીતે જુએ છે? ધ્યાન આપો, એ વિશે બાઇબલમાં શું લખ્યું છે.
“[ઈશ્વરે] એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી.”—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬.
“ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.
બાઇબલમાં જણાવ્યું છે કે પૃથ્વી પર રહેતા બધા લોકો એક જ માણસમાંથી આવ્યા છે અને ઈશ્વર બધા લોકોને એકસરખા ગણે છે.
ભેદભાવ કઈ રીતે દૂર થશે?
ઈશ્વરનું રાજ્ય દરેક પ્રકારનો ભેદભાવ હટાવી દેશે. એ રાજ્યમાં લોકોને એકબીજા સાથે યોગ્ય રીતે વર્તવાનું શીખવવામાં આવશે. જો તેઓનાં મનમાં કોઈ દેશ કે જાતિના લોકો માટે અણગમો હોય, તો એ દૂર કરવા પણ તેઓને મદદ કરવામાં આવશે.
‘પૃથ્વીના લોકો સચ્ચાઈ શીખશે.’—યશાયા ૨૬:૯.
“સચ્ચાઈને લીધે શાંતિ ફેલાશે. સચ્ચાઈને લીધે કાયમી સુખ-શાંતિ અને સલામતી આવશે.”—યશાયા ૩૨:૧૭.
આજે લાખો લોકો બાઇબલમાંથી શીખે છે કે કઈ રીતે બધા સાથે આદરથી વર્તવું અને બધાને એકસરખા ગણવા.
વધારે જાણવા સજાગ બનો! મૅગેઝિનનો આ અંક વાંચો: “શું ભેદભાવ દૂર થઈ શકે?”
“રંગભેદ કે જાતિભેદ વિશે બાળકો સાથે કઈ રીતે વાત કરવી?” (અંગ્રેજી) લેખ વાંચો. એનાથી મમ્મી-પપ્પા જાણી શકશે કે એ વિષયને લઈને બાળકો સાથે કઈ રીતે વાત કરી શકાય.