સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

YURI LASHOV/AFP via Getty Images

જુઓ, શું બની રહ્યું છે!

શું ખ્રિસ્તીઓએ યુદ્ધમાં ભાગ લેવો જોઈએ?—બાઇબલ શું કહે છે?

શું ખ્રિસ્તીઓએ યુદ્ધમાં ભાગ લેવો જોઈએ?—બાઇબલ શું કહે છે?

 યુક્રેઇનમાં થતા યુદ્ધથી જોવા મળ્યું છે કે ઘણા ખ્રિસ્તી આગેવાનો લોકોને યુદ્ધમાં ભાગ લેવાનું ઉત્તેજન આપી રહ્યા છે. ચાલો જોઈએ કે યુક્રેઇન અને રશિયાના ધર્મગુરુઓ એવું કઈ રીતે કરી રહ્યા છે:

  •   “આપણા બધા શૂરવીર યોદ્ધાઓ યુક્રેઇનના લોકોનું રક્ષણ કરવા સખત લડત આપી રહ્યા છે . . . અમે તેઓનો દિલથી આભાર માનીએ છીએ, તેઓ માટે પ્રાર્થના કરીએ છીએ અને તેઓને પૂરો સાથ આપીએ છીએ.”—કિવના મેટ્રોપોલિટન એપીફેનીઅસ પહેલાના એ શબ્દો ૧૬ માર્ચ, ૨૦૨૨ જેરુશલેમ પોસ્ટમાં જોવા મળે છે.

  •   “રશિયાના ઑર્થોડૉક્સ ચર્ચના પ્રમુખે રવિવારે રશિયાના સૈનિકો માટે એક ખાસ કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પ્રમુખે બધા સૈનિકોને કહ્યું કે તેઓએ જ આ દેશ માટે લડવાનું છે અને દેશને બચાવવાનું કામ રશિયાના લોકોનું જ છે.”—રોઇટર્સ, ૩ એપ્રિલ, ૨૦૨૨.

 શું ખ્રિસ્તીઓએ યુદ્ધમાં ભાગ લેવો જોઈએ? એ વિશે બાઇબલ શું કહે છે?

બાઇબલ શું કહે છે?

 બાઇબલમાં જણાવ્યું છે, જેઓ સાચા દિલથી ઈસુના પગલે ચાલે છે તેઓ કદી યુદ્ધમાં ભાગ લેતા નથી.

  •   ઈસુએ કહ્યું, “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે, કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ તલવારથી નાશ પામશે.”—માથ્થી ૨૬:૫૨.

     જે વ્યક્તિ યુદ્ધને ટેકો આપે છે અથવા યુદ્ધમાં ભાગ લે છે, શું તે ઈસુની વાત માને છે?

  •   “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. મેં તમારા પર જેવો પ્રેમ રાખ્યો છે, એવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૪, ૩૫.

     ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો એકબીજા પર પ્રેમ રાખશે. તો પછી જો કોઈ વ્યક્તિ યુદ્ધમાં ભાગ લે કે યુદ્ધને ટેકો આપે, તો શું તે એવો પ્રેમ બતાવે છે?

 વધારે માહિતી માટે આ લેખ જુઓ, “યુદ્ધ કે બારે મે પવિત્ર શાસ્ત્ર ક્યા કહેતા હે?

શું એવું બની શકે કે ખ્રિસ્તીઓ યુદ્ધમાં ભાગ ન લે?

 આજે ચારેબાજુ યુદ્ધો ચાલી રહ્યા છે. તો શું એવું બની શકે કે ખ્રિસ્તીઓ યુદ્ધમાં ભાગ ન લે? હા, બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે આપણા સમયમાં એટલે કે “છેલ્લા દિવસોમાં” ઘણા લોકો ઈસુના શિક્ષણ પ્રમાણે જીવશે. એમાં એ પણ જણાવ્યું છે કે અલગ અલગ દેશોમાંથી આવેલા એ લોકો “ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.”—યશાયા ૨:૨,.

 જલદી જ “શાંતિના ઈશ્વર” યહોવા a પોતાના રાજ્ય દ્વારા “જુલમ અને હિંસામાંથી” લોકોને બચાવશે.—ફિલિપીઓ ૪:૯; ગીતશાસ્ત્ર ૭૨:૧૪.

a ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.