સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુઓ, શું બની રહ્યું છે!

સ્કૂલોમાં ગોળીબાર—બાઇબલ શું કહે છે?

સ્કૂલોમાં ગોળીબાર—બાઇબલ શું કહે છે?

 ૨૪ મે, ૨૦૨૨ના રોજ ટૅક્સસ, અમેરિકાના યુવાલ્ડી નામના નાનકડા શહેરમાં એક દુર્ઘટના બની. ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે ‘એક માણસે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ૧૯ બાળકો અને બે શિક્ષકોને ગોળીએ ઠાર માર્યા.’

 દુઃખની વાત છે કે આવી ભયાનક ઘટનાઓ ઠેર ઠેર જોવા મળે છે. યુએસએ ટુડેના અહેવાલ પ્રમાણે એકલા યુનાઈટેડ સ્ટેટ્‌સમાં “ગયા વર્ષે સ્કૂલોમાં ગોળીબારની ૨૪૯ ઘટનાઓ થઈ હતી. ૧૯૭૦થી અત્યાર સુધીમાં દર વર્ષે થતા ગોળીબારોમાં આ સૌથી મોટી સંખ્યા હતી.”

 શા માટે આવી ભયાનક ઘટનાઓ બને છે? આવા ક્રૂર બનાવોનો આપણે કઈ રીતે સામનો કરી શકીએ? હિંસાનો અંત આવશે એવી કોઈ આશા ખરી? બાઇબલમાં એ સવાલોના જવાબ આપ્યા છે.

દુનિયામાં હિંસા કેમ વધી રહી છે?

 અમુક લોકોને થાય, ‘શા માટે ઈશ્વર એવી ખરાબ ઘટનાઓને રોકતા નથી?’ બાઇબલમાંથી એનો જવાબ જાણવા આ લેખ વાંચો: “કેમ સારા લોકો આફતનો શિકાર બને છે?

આપણે કઈ રીતે ક્રૂર બનાવોનો સામનો કરી શકીએ?

  •   “વર્ષો અગાઉ શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું હતું, એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું. આપણી પાસે આશા છે, કેમ કે શાસ્ત્ર આપણને ધીરજ ધરવા મદદ કરે છે.”—રોમનો ૧૫:૪.

 બાઇબલમાં આપેલા સિદ્ધાંતો તમને હિંસાથી ભરેલી દુનિયામાં ટકી રહેવા મદદ કરે છે. વધુ માહિતી માટે સજાગ બનો! (અંગ્રેજી) મૅગેઝિનનો આ લેખ જુઓ: “વિલ વાયલન્સ એવર એન્ડ.

 સમાચારોમાં એવા અહેવાલો વાંચીને બાળકો ડરી ન જાય માટે માબાપો શું કરી શકે, એ માટે અમુક સૂચનો આ લેખમાં વાંચો: “ડિસ્ટર્બીંગ ન્યૂઝ રીપોર્ટ્‌સ એન્ડ યોર ચિલ્ડ્રન.

શું હિંસાનો કદી અંત આવશે?

  •   “તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૪.

  •   “તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે અને પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. એક પ્રજા બીજી પ્રજા સામે તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.”—મીખાહ ૪:૩.

 ઈશ્વર એ કરીને બતાવશે જે કરવું માણસોના હાથ બહારની વાત છે. તેમનું રાજ્ય બધાં હથિયારોનો નાશ કરશે અને હિંસાનો અંત લાવશે. એ રાજ્ય શું કરશે એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો: “ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે.’