અમે યહોવાના સાક્ષી
૧૩ (113)
અમે યહોવાના સાક્ષી
૧ મૂર્તિ સોનાચાંદીની માણસે પોતે ઘડી
એના તો છે હોઠો પણ બોલતી નથી
આંખ છે પણ દેખતી નથી કાન છે પણ સુણતી નથી
પગ છે પણ ચાલી શકતી નથી નાકે સૂંઘી શકતી નથી
તું યહોવા ઈશ્વર છે તને ભજીશું અમે
સૌ લોકોને ખબર પડશે કે તું સાચો પરમેશ્વર છે
૨ હું યહોવા દાતા છું હું તારો પરવરદિગાર
જીવન છે મારા બોલ આપે છે પ્રકાશ
ફેલાવીને અજવાળું હું ચલાવું છું તને
કર તું પોકાર તો કાન ધરું હું પડે તો ઝીલું તને હું
તું યહોવા ઈશ્વર છે...
૩ હૈયામાં હિંમત ભરો ઈશ્વર નામ પ્રગટ કરો
ઈશ્વર પ્રીત જગાડો હરેકનાં દિલમાં
ભટકતા સૌ લોકોને ઈશ્વરને માર્ગે દોરો
એ માર્ગે છે જીવનનો ઝરો એ માર્ગે છે સુખનો દીવો
તું યહોવા ઈશ્વર છે...