સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કદી દુઃખના કાંટા નહીં ખૂંચે

કદી દુઃખના કાંટા નહીં ખૂંચે

૨૩ (187)

કદી દુઃખના કાંટા નહીં ખૂંચે

(પ્રકટીકરણ ૨૧:૪)

૧ પ્રભુનું નગર ઝગમગી ઊઠ્યું

રાજાઓના રાજા બન્યા ઈસુ

તરવાર હાથમાં લીધી છે ઈસુએ

શેતાનને હરાવી દીધો તેમણે

એ નગરીમાંથી વહેશે

પ્રેમની ધારા સદા માટે

કદી દુઃખના કાંટા નઈ ખૂંચે

મોતના ડંકા માથે નઈ વાગે

આ છે યહોવાની એક પ્રેમ કહાની

જે પડશે હવે સાચી

૨ પ્રભુની નગરી સોના-રૂપા જેવી

દેખાય છે એક સુંદર દુલહન જેવી

સજાયેલી છે સુંદર રત્નોથી

રાજા ઈસુને છે અતિ વહાલી

એ નગરીમાંથી વહેશે...

૩ યહોવાની નગરીમાં નથી અંધેર

સુખ લાવવામાં નહિ કરે એ દેર

ચમકે એમાંથી સત્યનાં કિરણ

સૌના ચહેરા એ કરે રોશન

એ નગરીમાંથી વહેશે...