સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા મોતનાં બંધન ખોલશે

યહોવા મોતનાં બંધન ખોલશે

૨૨ (185)

યહોવા મોતનાં બંધન ખોલશે

(યોહાન ૧૧:૨૫)

૧ યહોવા મોતનાં કઠિન બંધનો ખોલી દેશે

મોતનો પ્યાલો પી ગયા હોય જીવન અમૃત પીશે

યહોવા અમુક ભક્તોને સ્વર્ગમાં જીવતા કરશે

ઈસુ સાથે રાજ કરશે ને, સુખ-શાંતિ ફેલાવશે

૨ ધરતી પર લાખો ભક્તોને ઈશ્વર જીવતા કરશે

સમશાનની રાખ બન્યા તેઓ અહીં પાછા જીવશે

આપણાં દુઃખનાં આંસુ યહોવા સુખમાં બદલશે

મોતનાં મોંમાં ચાલી ગયા, તેઓ પાછા આવશે

૩ ઈશ્વર હવે જલદી મોતનાં પિંજર ખોલી દેશે

ઈશ્વર કોઈને ભૂલશે નહિ સૌને જીવન આપશે

કબરના દરવાજા ખૂલશે સૌ આઝાદ થઈ જશે

કફન ઓઢીને સૂઈ ગયા, તેઓ પાછા જાગશે

૪ જેઓ રોઈને ભેટ્યા મોતને પાછા હસતા આવશે

મોતની કડવી યાદો ફરી કદી નહિ આવશે

ચાલો સૌને જણાવ્યે કે સુખનાં પુષ્પો ખીલશે

આપણાં આંસુ ઈશ્વર લૂછશે, એક એક આંસુ લૂછશે