લગ્ન પવિત્ર બંધન
૧૪ (117)
લગ્ન પવિત્ર બંધન
૧ લગ્ન પવિત્ર બંધન
જેમાં ઈશ્વરનો સંગ
આ છે પ્રેમનું એક સંગમ
લાવે પ્યારમાં એક રંગ
નરનારીની પ્રેમ દોરી
એ ન તૂટે કદી
ઈશ્વરનું બંધન રાખે
આ સાચી પ્રેમ સગાઈ
૨ આ તારી સુંદર કન્યા
સાચવ એને સદા
દિલમાં શંʼગારી લઈને
ફરજ તારી બજાવ
પત્ની ઓઢ પ્રેમનો ઘૂંઘટ
પેʼર દયાનાં મોતી
પેʼરી લે હાર મીઠાશનો
આ સાચી પ્રેમ સગાઈ
૩ ઘર તમારું શંʼગારો
યહોવાના પ્રેમથી
એનો રંગ હર દીવાલ પર
તાજો રહે સદા
છે યહોવાનું વચન
ન તૂટે આ બંધન
સાચા સુખની આ શેʼનાઈ
આ સાચી પ્રેમ સગાઈ