સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૫૪

યહોવાને વળગી રહીશું

યહોવાને વળગી રહીશું

(માથ્થી ૨૪:૧૩)

  1. કેમ સહી શકાય

    દુઃખના ડુંગર તૂટી પડે

    ઈસુએ સહ્યું

    તેણે તો દુઃખ ઘણું સહ્યું

    ન ડગ્યા, ન ભૂલ્યા

    યહોવાનાં વચન

    (ટેક)

    અડગ શ્રદ્ધા રાખીશું

    હર કોઈ દુઃખ સહીશું

    તારો પ્રેમ ન ભૂલીશું

    તને વળગી રહીશું, અંત સુધી

  2. જેમ જીવન વીતે

    દુઃખ ને આંસુનો ધોધ વહે

    ન સૂઝે કોઈ માર્ગ

    તો આશીર્વાદને ન ભૂલ્યે

    સુખ આવશે, દુઃખ જશે

    દુન્યા નવી થશે

    (ટેક)

    અડગ શ્રદ્ધા રાખીશું

    હર કોઈ દુઃખ સહીશું

    તારો પ્રેમ ન ભૂલીશું

    તને વળગી રહીશું, અંત સુધી

  3. કંઈ પણ ભલે થાય

    કદી હાર ન માની લેવાય

    ન શ્રદ્ધા ડગે

    યહોવાનો દિન છે પાસે

    ન ડર્યે, ન ભૂલ્યે

    હવે અંત છે આંગણે

    (ટેક)

    અડગ શ્રદ્ધા રાખીશું

    હર કોઈ દુઃખ સહીશું

    તારો પ્રેમ ન ભૂલીશું

    તને વળગી રહીશું, અંત સુધી